________________
શુદી ૧૨ ]
રાજકોટ–ચાતુર્માસ
[૧૮૭
•
–
મારા ખ્યાલ પ્રમાણે તે બ્રહ્મચર્યનું પાલન કરવાથી જગતનું કલ્યાણ થાય છે અને બ્રહ્મચર્યનું પાલન કરવાથી જ મહાપુરુષે સંસારને નિસ્તાર કરી શકે છે. માટે વિવાહ કરતાં બ્રહ્મચર્ય પાળવું એ જ મને ઠીક લાગે છે.”
આ સાંભળી જિનદાસ શેઠે ઉત્તર આપ્યું કે, “બેટા ! તારું કહેવું યથાર્થ છે. હું પણું બ્રહ્મચર્યને સર્વ શ્રેષ્ઠ માનું છું. બ્રહ્મચારીની સરખામણ દેવ દાનવો વગેરે કોઈપણ કરી શકતા નથી, પણ ઘણીવાર એવું બને છે કે બ્રહ્મચર્ય પણ બરાબર પાળી શકાતું નથી અને વિવાહ પણ કરવામાં આવતું નથી ત્યારે ભયંકર સ્થિતિ ઊભી થવા પામે છે. આપણા નિષ્કલંક કુળને કોઈ પ્રકારનું કલંક ન લાગે એટલા માટે જ અમે તારે વિવાહ કરવા ચાહિએ છીએ. પણ તારી સ્વીકૃતિ વિના વિવાહ કર ઠીક નથી એટલા માટે વિવાહ કરવા તારી સ્વીકૃતિ ચાહિએ છીએ !”
બ્રહ્મચર્ય ન પાળનારાઓ દ્વારા અનર્થો થતાં નથી ! શાસ્ત્રમાં કહ્યું છે કે, બ્રહ્મદત્ત ચક્રવર્તીની માતાએ વિષયભોગ માટે પિતાના પુત્રને પણ મારી નાંખવાનો પ્રયત્ન કર્યો હતો. આજે પણ એવી ઘટનાઓ સાંભળવામાં આવે છે કે વિયોગ માટે કઈ સ્ત્રીએ પતિ અને પુત્રને મારી નાંખી જારની રક્ષા કરી હોય. અત્યારે આવી ઘટના સાધારણ થઈ પડી છે.
જિનદાસ શેઠે સુદર્શનની વિવાહની સ્વીકૃતિ માંગતાં આગળ કહ્યું કે, “બેટા ! બ્રહ્મચર્ય પાળવું એ ઉત્તમ છે એ હું પણ માનું છું, પણ બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરવું એ સાધુઓને માટે સુકર છે. વિવાહ કરવો એ કાંઈ પાપ નથી, પણ એ ગૃહસ્થને ધર્મ છે. વિવાહ કરીને પણ સ્વદારાસતોષવ્રતનું પાલન કરી શકાય છે. વિવાહ કરનારને કઈ પાપી કહી શકતું નથી ! વિવાહ કરે એ તે મધ્યમ માર્ગ છે, માટે વિવાહની સ્વીકૃતિ આપી અમારી ઇચ્છાને પૂરી કર.” સુદર્શને ઉત્તર આપ્યું કે, “પિતાજી! આપના કહેવા પ્રમાણે હું બ્રહ્મચર્યનું સંપૂર્ણ રીતે પાલન કરી શકીશ નહિ, એટલા માટે મારું લગ્ન કરવું એ જ ઠીક છે ! પણ લગ્ન કરવું એ જરૂર પિતાની નિર્બળતા છે એ હું માનું છું. જે પત્ની પિતાના સ્વભાવને અનુકૂલ ન હોય તે બહુ મુશ્કેલી પડે છે; એટલા માટે હું એવી કન્યા સાથે વિવાહ કરવા ચાહું છું કે જે બહુ સુંદર પણ ન હોય, તેમ કુરૂપ પણ ન હોય; કોમળ પણ ન હોય, તેમ કઠોર પણ ન હોય; સ્વછન્દ પણ ન હોય તેમ ડરપોક પણ ન હોય; આ પ્રમાણે મારા કામમાં વિન–બાધા ઊભી કરનારી ન હોય પણ સહાયક હોય. જેને જોઈને હું સંતોષ પામું અને મને જોઈને તે સંતોષ પામે. આવી રૂપગુણમાં યોગ્ય કન્યાની સાથે હું વિવાહ કરવા ચાહું છું. જે આવી સુયોગ્ય કન્યા નહિ મળે તે અવિવાહિત રહીશ પણ કુળને કલંક લાગે એવું કામ કદાપિ કરીશ નહિ. અને જે મેં કહીં એવી સુયોગ્ય કન્યા મળતી હોય તે તેની સાથે વિવાહ કરવામાં મને કોઈ પ્રકારની બાધા નથી.”
સુદર્શનનું કથન સાંભળી શેઠ બહુ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, કે હે ! પુત્ર ! તારા ઉન્નત વિચારો જાણે અમને બધાને ઘણી પ્રસન્નતા થઈ છે. હું તારા યોગ્ય કન્યાની તપાસ કરીશ.