________________
૨૮૬]
શ્રી જવાહિર વ્યાખ્યાને સંગ્રહ [પ્ર. ભાદરવા ગંદકી હેય તે વ્રતમાં દૂષણ લાગે છે. સુદર્શને પૈષધશાળાને પુંછ ઘાસન સંથારે પાથર્યો. શું તેની પાસે બિછાનું ન હતું કે, તેણે ઘાસ પાથર્યું. ઘાસના બિછાનામાં અનેક ગુણો રહેલાં છે. તે સંયમનું સાધન અને નમ્રતાનું સૂચન ચિન છે. -
તમે લોકે મૂલ્યવાન વસ્તુઓને મહત્ત્વ આપે છે અને સામાન્ય વસ્તુઓને તુચ્છ ગણે છે. મૂલ્યવાન વસ્તુઓથી શેઠ શાહુકારોનું ભલે કામ ચાલી શકે પણ ગરીબ લેકેનું કામ તો સામાન્ય વસ્તુઓથી જ ચાલે છે. જે ઘાસ ન હોય તો પશુઓની કેવી દુર્દશા થાય ? અને જ્યારે ઘાસ પણ ન થાય તે અન્ન કયાંથી થાય ? સુદર્શન શેઠ ઘાસને સંથારો. પાથરી ધર્મધ્યાન કરવા લાગ્યો.
કર પ્રપંચ અભિયા મુછણું, નૃપ બેલે યું વાણી; કેન ઉપાધિ તુમ તન બાધા, કહે કહો મહારાણી. . ધન૪૮ હુહુંકાર કરે તૃ૫નારી, શબ્દ ન એક ઉચારે ધાય પંડિતા કપટ ચરિત્રા, બેટી જાલ પસારે છે. ધન કહે છે મહારાજા તુમ યુદ્ધ સિધાયે, રાણી દેવ મનાયે; જે આવે સુખસે મહારાજા, તે પ્રતીતિ તુમ પાયે. . ધન ૫૦ છે કાર્તિક પૂર્ણિમા મહોત્સવ પૂર, બિન બહાર નહિં જાઉ;
વિસર ગઈ એ નાથ સાથ તુમ, તાકે ફલ દરશાઊં છે ધન ૫૧ છે
જ્યારે સંસારીઓ વિષયવાસનાના તોફાને ચડે છે, ત્યારે ભકતોમાં ભગવદ્દભક્તિને ભાવ ચડે છે. ભકતો તે એમ વિચારે છે કે, જ્યારે સંસારીઓ સાંસારિક કામે ભૂલતા નથી તે અમે ભગવદ્ભક્તિ શા માટે ભૂલી જઈએ? ધર્મ ધર્મના માર્ગે ચાલે છે અને પાપીઓ પાપના માર્ગે ચાલે છે. ધાર્મિક પુરુષે કેવી રીતે પોતાની ધાર્મિકતાને ત્યાગ કરતા નથી એ વાત એક ઉદાહરણદ્વારા સમજાવું છું -
એક બ્રાહ્મણ ગંગા નદીના કિનારે ઉભો હતો. ત્યાં વૃક્ષ ઉપરથી એક વીંછી ગંગા નદીમાં પડી ગયું અને તડફડવા લાગ્યા. તે બ્રાહ્મણને દયા આવી એટલે તે એક પાંદડુ લઈ તે વીંછીને બહાર કાઢવા લાગે. વીંછીને તે કોઈની સાથે પ્રેમ હોતો નથી એટલે તે વીછીએ પાંદડા ઉપર ચડી તે બ્રાહ્મણને ડંખ માર્યો. વીંછી કરડવાથી તે બ્રાહ્મણને હાથ કંપી ઉઠે એટલે તે વીંછી ફરી નદીમાં પડી ગયો. બ્રાહ્મણે ફરીવાર પાંદડા વડે કાઢયે અને વીંછીએ ફરી ડંખ માર્યો. આ પ્રમાણે વીંછી કેટલીએકવાર બ્રાહ્મણને કરો અને બ્રાહ્મણે તે વીંછીને દરેક વખતે બચાવ્યો. પાસે ઉભેલા લોકો આ કૌતુક જોઈ બ્રાહ્મણને કહેવા લાગ્યા કે, આ વીંછી તમને કરડે છે છતાં તમે વારંવાર તેને કેમ બચાવ છો ? ત્યારે બ્રાહ્મણે જવાબ આપ્યો કે, “ જ્યારે આ વીંછી પિતાના સ્વભાવને જુસ્સો બતાવે છે તો હું મારા સ્વભાવને જુસ્સો શા માટે ન બતાવું ! હું કાંઈ તેના ઉપર ઉપકાર કરતા નથી, પણ મારા હૃદયને સ્વભાવ કેવો છે તે બતાવું છું. વછી ભલેને કરડે, પણ હું મારો દયા કરવાને જે સ્વભાવ છે તે શા માટે છોડી દઉં?”
આ જ પ્રમાણે બીજા લોકો તે પિતપોતાના સ્વભાવ પ્રમાણે કૌમુદી ઉત્સવ ઉજવવા ગયા, પરંતુ સુદર્શન શેઠ તે પિતાના સ્વભાવ પ્રમાણે પૌષધ કરી ધર્મધ્યાન કરવા બેઠા.