________________
વદી ૨ ] રાજકેટ-ચાતુમાંસ
[૨૮૭ રાજારાણી વગેરે બધા લોકો નગર બહાર ગયા, અભયારાણી પંડિતાને કહેવા લાગી કે, “માતા ! આજે પણ મારી ઈચ્છા પાર પડશે નહિ.” પંડિતાએ અયાને કહ્યું કે, “આજે તારી ઈચ્છા અવશ્ય પાર પડશે. તે શરીરમાં દેવ આવ્યો છે એ ઢગ કરી નીચે પડી જા. પછી જે કામ કરવાનું છે તે હું કરી લઈશ.” રાણી પણ ત્રિયાચરિત્રમાં ચતુર હતી, એટલે તે શરીરને કંપાવતી કંપાવતી નીચે પડી ગઈ. દાસીઓ રાણીને નીચે પડતી જોઈ રાજા પાસે દોડી ગઈ અને કહેવા લાગી કે, મહારાજા ! આપ જલદી ચાલો. મહારાણીને કાંઈક થઈ ગયું છે ! રાજા દેડતે દેડતે રાણી પાસે આવ્યો. આવીને રાણીએ ઓઢેલું કપડું દૂર કરી શું થયું તે જોવા ગયો ત્યાં તે રાણીએ હા--હુ-હાહુ કરી કપડું પાછું ઓઢી લીધું.
રાણીની આ દશા જોઈ રાજા કહેવા લાગ્યા કે, “રાણીને આ શું થયું છે!” પંડિતા કહેવા લાગી કે, “ રાણી એમ તે ઘણું જ વિનીત છે પણ આજે પરવશ હેવાને કારણે આપને સત્કાર કરી શકી નથી ! તે તે આપની હમેશાં કુશલતા ચાહે છે. તમે બહાર રહીને બીજાઓની રક્ષા કરો છો પરંતુ આ અંદર રહેવા છતાં આપની રક્ષાને હમેશાં પ્રયત્ન કરે છે. આપ જ્યારે યુદ્ધમાં ગયા હતા ત્યારે તેણીએ દેવની માનતા માની પ્રતિજ્ઞા કરી હતી કે, જ્યારે હું યુદ્ધમાંથી સકુશલ પાછા ફરેલા પતિનું મુખ જોઈશ ત્યારે તમારે પાડ માનીશ અને તમારી પૂજા કરીશ. અને જ્યાં સુધી હું આપની પૂજા ન કરું ત્યાંસુધી મહેલની બહાર નીકળીશ નહિ એવી હું બાધા લઉં છું. રાણીએ આવી બાધા લીધી હતી પણ આજે જ્યારે તમે બધાને નગર બહાર નીકળવાને હુકમ કર્યો તે પછી રાણું મહેલમાં કેમ રહી શકે? પતિવ્રતા સ્ત્રી પતિના હુકમનો અનાદર કેવી રીતે કરી શકે ? આપને પામીને રાણી દેવની પૂજા કરવાનું ભૂલી ગઈ, અને આપને હુકમ માની મહેલની બહાર ચાલી આવી. આ પ્રમાણે તેણે લીધેલી બાધા તે ભૂલી ગઈ પણ દેવ ભૂલે એવા ક્યાં હતા ? મારી સમજમાં તે દેવના પ્રકોપના કારણે જ રાણી નીચે ઢળી પડી છે. મને તો આ દેવનો પ્રકોપ જ જણાય છે.” પંડિતાની વાત સાંભળી રાજાએ કહ્યું કે, તે હવે શું કરવું !”
આપ કહો અરદાસ નાથ હૈં, માફ કરે તુમ દેવ; મહારાનીકો ભેજું મહેલમેં, કરે અમારી સેવ, છે. ધન ૫ર છે ' કપટ છોડ રાની જબ જાગી, દાસી બાત બનાઇ; ભૂપત ભરમાઈ મહેલ ગઈ, ની હર્ષ ભરાઈ. . ધન ૫૩ ધન્ય પંડિતા તવ ચતુરાઇ, અરછી બાત બનાઈ,
આજ મહેલ કે આ શેકે, જેગ બના સુખદાઈ. ધન ૫૪ છે પંડિતાએ ઉત્તર આપ્યો કે, “હવે તે દેવને હાથ જોડી, નમસ્કાર કરી એવી પ્રાર્થના કરે છે, એ તે મારી ભૂલ થઈ છે કે, મેં રાણીને મહેલની બહાર આવવાની આજ્ઞા કરી હતી, માટે મારી ભૂલ માફ કરે, એને કાંઈ અપરાધ નથી, હું તેને પાછી મહેલમાં મોકલી આપું છું. આપની તે મહેલમાં પૂજા કરશે અને પૂજા સમાપ્ત થયા બાદ જ તે મહેલની બહાર નીકળશે. પૂજા સમાપ્ત નહિ થાય તો મહેલની બહાર પણ નીકળશે નહિ.” આ પ્રમાણે આપ દેવની પ્રાર્થના કરે.