________________
૨૮૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ પ્રથમ ભાદરવા - રાજા ત્રિયાચરિત્રની જાળમાં ફસાઈ ગયે. રાજાએ પંડિતાના કથનાનુસાર બે હાથ જેડી, નમસ્કાર કરી દેવની પ્રાર્થના કરી, એટલે પંડિતાએ અભયારે ઈશારો કર્યો અને તે ઉપરથી રાણી બેઠી થઈ ગઈ. પંડિતાએ રાજાને કહ્યું કે, “દેવને ચમત્કાર જે !' રાજા પણ “અહા ! આ દેવને કે અભુત ચમત્કાર છે !” એમ કહેવા લાગ્યો. - આજે પણ દેવ પૂજાના નામે આવી ઠગાઈ-બહુ કરવામાં આવે છે. આવી ધૂર્તતાને કારણે લોકો દેવપૂજા, કે યજ્ઞને નામે ઘણો અનર્થ કરે છે અને જીવોનું બલિદાન પણ આપે છે; પણ વાસ્તવમાં દેવપૂજા કે યજ્ઞના મૂળ ઉદ્દેશને લેકે ભૂલી ગયા છે. - રાણીને રાજા કહેવા લાગ્યા કે, “તમે દેવપૂજાની પ્રતિજ્ઞા લીધી હતી છતાં આજે ભૂલી ગયા. એ ભૂલના ભોગે તે આજે મોટે અનર્થ થઈ જાત. એ તો સારું થયું કે, પંડિતાએ દેવપૂજાનું ભાન કરાવ્યું. હવે તમે મહેલમાં જાઓ અને પંડિતા કહે તેમ દેવપૂજા કરે. નહિ તે મારુ અને તમારું સંસારસુખ માટીમાં મળી જશે.”
લેકે સંસાર સુખને પકડી રાખવા ચાહે છે, પણ તે સુખને પકડવાને જેટલો પ્રયત્ન કરવામાં આવે છે તેટલું તે સુખ દૂર ભાગે છે.
રાજાનું કથન સાંભળી રાણીએ કહ્યું કે, “ આપના હુકમનું પાલન કરવું એ તે મારં કર્તવ્ય છે.” આ પ્રમાણે કહી રાણી પંડિતા સાથે પાલખીમાં બેસી મહેલમાં આવી. પંડિતા કહેવા લાગી કે, “ જોયું, મારી યુક્તિ કેવી પાર પડી?” અભયા કહેવા લાગી કે, “મેં પણ કેવો વેશ ભજવ્યો ! ” આ પ્રમાણે બન્ને એક બીજાની પ્રશંસા કરવા લાગ્યા.
રાણીએ પંડિતાને કહ્યું કે, “આ તે બધું થયું; પણ હવે સુદર્શન શેઠને મહેલમાં કેવી રીતે લાવશો?” - પંડિતાએ ઉત્તર આપ્યો કે, “જ્યારે મેં રાજાને વશ કરી લીધે તે પછી આ શેઠ શું વિસાતમાં છે ! તું પણ હોશીયાર થઈ જા. હમણાં જ શેઠને તારી સામે ઉપસ્થિત કરું છું.” પંડિતાની વાત સાંભળી અભયા પણ સાવધાન થઈ ગઈ
એક બાજુ તે અભયા શેઠને વિચલિત કરવા તત્પર થઈ છે ત્યારે બીજી બાજુ સુદર્શન શેઠ પૌષધવત ધારણ કરી ધર્મધ્યાનમાં મગ્ન થઈ બેઠા છે. એક તે ઈશ્વરનો બંદો’ છે તે બીજી શેતાનની શિષ્યા છે. આ બન્ને વચ્ચે સંધર્ષણ કેવું થાય છે તે જોવાનું છે.