________________
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ પ્રથમ ભાદરવા વદી ૪ શુક્રવાર
પ્રાર્થના વિશ્વસેન નૂપ “અચલા પટરાનીજી, તસુ સુત કુલ શણગાર હે સુભાગી, જન્મતાં શાંતિ કરી નિજ દેશમે, મૃગી માર નિવાર હે, સુભાગી,
શાન્તિ જિનેશ્વર સાહબ સેલમા. શા શ્રી શાન્તિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્માની પ્રાર્થના અનેક વિધિ કરવામાં આવી છે, અને અનેક વિધિઓ પર માત્માની પ્રાર્થનામાં રહેલી શક્તિ બતાવવામાં આવી છે.
જ્ઞાનીજનેનું એવું કથન છે કે, “જે પ્રમાણે સાંકળનાં કોઈ પણ આંકડીયાને ખેંચવાથી કે પકડવાથી આખી સાંકળ ખેંચાઈ આવે છે તે જ પ્રમાણે પરમાત્માની કોઈપણ શક્તિને પોતાનામાં ખેંચવામાં આવે તે બધી શક્તિ પોતાનામાં ખેંચાઈ આવે છે.
આ પ્રાર્થનામાં કહેવામાં આવ્યું છે કેશાન્તિ જિનેશ્વર સાહબ સેલવાં, શાન્તિદાયક તુમ નામ હે સુભાગી, તન મન વચને કે શુદ્ધ કર ધ્યાવતાં, પૂરે સઘળી હામ, હો સુભાગી.
ભક્ત કહે છે કે, “હે પ્રભો ! તારા મહિમાનાં ગુણ ગાતાં ગાતાં મેટા મેટા ઋષીશ્વરો પણ થાકી ગયાં છતાં તારા ગુણગ્રામ સંપૂર્ણ રીતે કરી શક્યા નહિ તે પછી મારા જેવા તુચ્છ પ્રાણુ તારા નામને મહિમા કેમ વર્ણવી શકે? જે કે તારા નામનો મહિમા હું વર્ણવી શકતો નથી પણ તારું નામ લઈને હું કૃતકૃત્ય થઈ શકું છું એટલે મને આત્મસંતોષ છે.
- ઉદાહરણ તરીકે જે કોઈ માણસ કઈ કીમતી રત્નનું મૂલ્ય આંકી શકતે ન હોય પણ તેને મફત રત્ન મળે તે લઈ શકે છે, તે જ પ્રમાણે પરમાત્માને અવર્ણનીય મહિમા વર્ણવી શકાતું ન હોય તે કોણ એ હશે કે જે, પરમાત્માનું નામ લેવા નહિ ચાહે ? હે પ્રભો ! તારા નામનું મહત્ત્વ સમજીને તારું નામસ્મરણ કરવામાં આવે તો આ આત્માને ઘણો લાભ થાય; પણ પરમાત્માનું નામસ્મરણ કરવામાં તન, મન અને વચનને શુદ્ધ રાખવાં પડે છે અને ત્યારેજ આ આત્માને લાભ પહોંચે છે.
તન, મન અને વચનની શુદ્ધિ કરનારા જ પરમાત્માનું નામ લેવાને અધિકારી બની શકે છે. અધિકારી બન્યા વિના પરમાત્માનું કરવામાં આવતું નામસ્મરણ બરાબર લાભપ્રદ નીવડતું નથી. અધિકારી બનીને પરમાત્માનું નામ લેવું અને અધિકારી બન્યા વિના પરમાત્માનું નામ લેવું એમાં ઘણું અંતર રહેલું છે. મન, વચન અને કાયાને શુદ્ધ કરી અધિકારી બની પરમાત્માનું નામસ્મરણ કરવાથી આત્મશક્તિનું ભાન થાય છે. જ્ઞાનીજને આત્મશક્તિને પ્રાપ્ત કરવા માટે જ % શાન્તિઃ શાન્તિ: શાન્તિ : એમ ૩૭