________________
૨૯૦ ].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ પ્રથમ ભાદરવા ત્રણ વાર શાન્તિનું ઉચ્ચારણ કરે છે. ભગવાન શાન્તિનાથનું નામસ્મરણ પણ શાન્તિ માટે જ કરવામાં આવે છે. કહ્યું છે કે
'पूर्णात् पूर्णमादाय पूर्णमेवावशिष्यते।' અર્થાત –જે પૂર્ણની પાસે પૂર્ણતા માંગે છે તે પૂર્ણ બની જાય છે. આનો અર્થ એ છે કે, પૂણેની પાસે પૂર્ણ ચીજ જ માંગવી જોઈએ, અપૂર્ણ ચીજ નહિ.
જે માણસ બેબો ભરીને હીરા-માણેક આપી રહ્યું છે, તે ન લેતાં, તેની પાસે પડેલાં ચણ માગવા એ શું ઠીક છે? જે કેઈએમ કરે તો તે તેની ભૂલ છે કે નહિ ? આ જ પ્રમાણે પરમાત્મા પાસેથી શું માંગવું તે વિષે વિચાર કરે. તમે લોકે પૂર્ણ પુરુષની પાસે પૂર્ણતા ન માંગતાં અપૂર્ણતા માંગી ભૂલ કરી રહ્યા છે. એટલા માટે જ્ઞાનીજને કહે છે કે –
“જે લોકેત્તર દેવ નમું લકિકથી !
દુર્લભ સિદ્ધ સ્વરૂપ પ્રભૂ તૈકિકથી છે” અર્થાત-જે પરલૌકિક દેવ છે, જે પૂર્ણતા આપનાર છે અને જે સિદ્ધ ગતિને પ્રાપ્ત કરાવનાર છે તેમની પાસેથી જે તુચ્છ વસ્તુ માંગે છે તે મહાપુરુષની પ્રાપ્તિનો લાભ વ્યર્થ ગુમાવે છે. જે પ્રમાણે કોઈ, સંતુષ્ટ થએલા ચક્રવર્તી પાસેથી ચણ માંગવાની ભૂલ કરે છે તે જ પ્રમાણે જે પૂર્ણ પુરુષની પાસેથી અપૂર્ણતા માંગે છે તે પણ તેવી જ ભૂલ કરે છે. પૂર્ણ પુરુષની પાસે અપૂર્ણતા ન માંગતાં પૂર્ણતા જ માંગવી જોઈએ.
આત્માને પૂર્ણતા કેવી રીતે પ્રાપ્ત થઈ શકે એ વાત હવે અનાથી મુનિના ચરિત્રકાર સમજાવું છું – અનાથી મુનિને અધિકાર–૩૧
અનાથીમુનિ રાજા શ્રેણિકને કહે છે કે,–“હે રાજન ! તું કહેતા હતા કે, “મારે ત્યાં હાથી, ઘોડા, રથ, ગામ, નગર વગેરે મારા અધિકારમાં છે, મારી આજ્ઞા બધા માથે ચડાવે છે,” પણ રાજા ! વાસ્તવમાં આ તારે અહંકાર માત્ર છે; બીજું કાંઈ નથી. હાથી-ઘડા આદિને કારણે તે સનાથ નહિ પણ અનાથ છે. બાહ્ય પદાર્થો ગમે તેટલાં પ્રાપ્ત થાય પણ એથી કાંઈ આત્મા સનાથ બની શકતું નથી. કહે છે કે, “ મારી આજ્ઞા બધા શિરોધાર્ય કરે છે,' પણ હું પૂછું છું કે, તારી આજ્ઞા તારા શરીર ઉપર પણું ચાલે છે કે નહિ તે જે. અને હાથી ઘેડા આદિને કારણે “હું અનાથ છું' એ ખોટું અભિમાન છેડી દે. તું મારા જ ઉદાહરણથી સમજી શકે છે કે, મને દરેક પ્રકારનું સુખ હતું. મારે ત્યાં ધન ધાન્યાદિને વૈભવ ઘણો હતો છતાં તે સુખ વૈભવથી હું અનાથ બની ન શકે. એવી મારી અનાથતા હતી. જે પદાર્થોને કારણે તે પિતાને સનાથ માને છે, તે પદાર્થોને કારણે જ, તું અનાથ છે.
અનાથી મુનિ રાજા શ્રેણિકને જે કાંઈ કરી રહ્યા છે તે ઉપર તમે પણ વિચાર કરો. તમે પણ સંસારનાં પદાર્થો ઉપર અભિમાન કરતા હશે પણ શું એ પદાર્થોને છોડી તમારે જવું નહિ પડે? વળી પદાર્થો ઉપર શું તમારે હુકમ ચાલે છે? પદાર્થો ઉપર તે શું પણ