SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ વદી ૪ રાજકાટ-ચાતુર્માસ [ ૨૯૧ તમારા શરીર ઉપર પણ તમારા હુકમ ચાલતા નથી. જો શરીર ઉપર તમારા હુકમ ચાલતા હેત તે તમારા કાળા વાળ સફેદ કેમ થઈ ગયા ? દાંત કેમ પડી ગયા ? આ પ્રમાણે જ્યારે તારા શરીર ઉપર પણ તારા અધિકાર ચાલતા નથી તે। પછી બાહ્ય પદાર્થોં ઉપર તારા અધિકાર કયાંથી હોય ? માટે હું બધાનેા નાથ છું એ અભિમાન તું છેાડી દે. હે રાજન ! તું જે પદાર્થોને કારણે પાતાને સનાથ માને છે તે જ પદાર્થોના અધામાં ફસાઈ જઈ તું અનાથ બની રહ્યો છે ! પદાર્થોના ક્દામાં ફસાઈ જઈ આત્મા કેવી રીતે અનાથ બની રહ્યા છે એ વાત એક ઉદાહરણુદ્વારા સમજાવું છું. માનેા કે, કેટલાક કેદીઓને સિપાઇઓ પકડી લઈ જઈ રહ્યા છે. સિપાઈ એ મનમાં એમ સમજતા હશે કે, અમે કેદીઓને પકડી લઈ જજીએ છીએ પણ વિચાર કરવાથી જણાશે કે, તે સિપાઈ એ પણ કેદીની સાથે કેદી થઈ જઈ રહ્યા છે ! કારણ કે કોઇ સિપાઈઓને એમ કહે કે એ કેદીઓને ત્યાં ઉભા રાખી અત્રે આવા તે। શું સિપાઇએ કેદીઓને છૂટા મૂકીને આવી શકશે? આ પ્રમાણે તે કેદીએની સાથે સિપાઈ એ પણ કેદી બન્યા છે કે નહિ? આ જ પ્રમાણે તમે એમ માનેા છેા કે, “ અમે સાંસારિક પદાર્થોના માલિક છીએ, પણ વાસ્તવમાં સંસારનાં પદાર્થો તમારા માલિક બન્યાં છે અને તમને પેાતાના કાબુમાં પકડી રાખ્યા છે. અનાથી મુનિ રાજા શ્રેણિકને કહે છે કે, “ હું રાજન્! આ પ્રમાણે તું પોતે અનાથ છે તેા પછી તું મારો કે ખીજાના નાથ કેવી રીતે ખની શકે? તું જેને પેાતાનું માની બેઠો છે તે પર પદાર્થની પરવશતાને કારણે જ તું અનાથ છે, '' * મુનિનું આ કથન સાંભળી રાજા કહેવા લાગ્યા કે, “ સંસારના પદાર્થોની પરવશતાને કારણે અનાથતા આવે છે એ તે હું સમજ્યા પણ હવે અનાથ કેવી રીતે બની શકાય છે એ હું જાણવા ચાહું છું. મુનિએ જવાબ આપ્યા કે, “ હે રાજન્! અનાથતાને દૂર કરી અનાથ કેમ બની શકાય છે અને અનાથમાં કેટલી બધી શક્તિ હોય છે એ હું બતાવું છું તે સાંભળ''-~~-~ तओऽहं एवमाहंसु, दुकखमाहु पुणो पुणो । वेणा अणुभविरंजे, संसारम्मि अनंत ।। ३१ ॥ सई च जइ सुच्चेंज्जा, वेयणा विउला इतो । खन्तो दन्तो निरारम्भो, पव्वइए अणगारियं ॥ ३२ ॥ एवं च चिन्तइत्ता णं, पासुत्तो मि नराहिवा । परियतन्ती राईए, वेयणा मे खयं गया ॥ ३३ ॥ ગણધરાએ આ ત્રણ ગાથાઓમાં સંસારનું ઘણું રહસ્ય બતાવેલ છે. આત્મા કેવી રીતે સુખી થઈ શકે છે અને કેવી રીતે દુઃખી થાય છે એ આ ગાથાઓમાં બતાવવામાં આવ્યું છે.
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy