________________
૩૩૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ પ્રથમ ભાદરવા
ક્ષમાવાન , જિતેન્દ્રિય, નિરારંભી અને પ્રવૃજિત બનીશ. મારા આ સંકલ્પ બળથી જ ભારે રોગ નાશ પામે છે એટલા માટે મારે હવે સંકલ્પ અનુસાર કાર્ય કરવું જોઈએ અને લીધેલી પ્રતિજ્ઞાને પૂરી કરવી જોઈએ.’
હે રાજન ! મારું આ કથન સાંભળી, મારા ઘરના માણસોને મારા વિયોગનું સ્વાભાવિક દુઃખ થયું. રાજન ! વિરહનું દુખ સંસારનાં લોકોને જ થાય છે. આ હિસાબે માતાપિતાને પણ દુઃખ થાય એ સ્વાભાવિક હતું, પણ માતાપિતા સીધા, સાદા અને સાચા દિલના હતા, એટલે તેઓ પવિત્રકાર્યમાં વિનબાધા ઉભા કરી શકે નહિ. સાચા માતા-પિતા પિતાના સંતાનોને સન્માર્ગે જતાં રોકતા નથી.”
ગજસુકુમાર મુનિ જ્યારે દીક્ષા લેવા તૈયાર થયા હતા ત્યારે તેમની માતા દેવકીજીને પણ દુઃખ થયું હતું. ગજસુકુમારનું લાલનપાલન બહુ જ લાડપૂર્વક કરવામાં આવ્યું હતું એટલે માતાપિતાને દુઃખ થાય એ સ્વાભાવિક હતું. પણ જ્યારે ગજસુકુમારે માતાને પૂછયું કે, માતાજી ! જે કોઈ શત્રુ માથે ચડી આવે તો તે વખતે તમે મને છુપાવશે કે રણમાં મોકલશો ! દેવકીએ ઉત્તર આપ્યો કે, પુત્ર! એવા વખતે તે હું એવી જ ઈચ્છા રાખું કે, મારે પુત્ર ગર્ભમાં હોય તે ગર્ભમાંથી નીકળીને પણ લડે. ગજસુકુમાર મુનિએ કહ્યું કે, તે પછી હું કર્મશત્રુઓ સાથે લડવા જાઉં તે તે વખતે તમે વીરમાતા થઈને મને કેમ રોકવા ચાહે છે અને દુઃખી થાઓ છો?
આ પ્રમાણે ગજસુકુમારે જ્યારે માતા સમક્ષ કર્યદ્વારા પેદા થનારા દુઃખનું વર્ણન કર્યું અને કર્મબંધનમાંથી કેવી રીતે મુક્ત થઈ શકાય એમ પૂછ્યું ત્યારે માતાએ એમજ કહ્યું કે, હે પુત્ર! કર્મને નષ્ટ કરવાનું અને કર્મ ઉપર વિજય મેળવવાનો માર્ગ આ જ સંયમમાર્ગ છે. આખરે દેવકીજી માતા તથા કુટુંબીજનો વગેરે ગજસુકુમારને ભગવાનની પાસે લઈ જઈ તેમના ચરણોમાં સમર્પિત કરી ભગવાનને કહ્યું કે, “આ મારો પુત્ર, કર્મ શત્રુઓને નષ્ટ કરવા ચાહે છે, તે સંસારનાં દુઃખથી સંત્રસ્ત છે માટે એને આપના શરણમાં લઈ તેનો ઉદ્ધાર કરે.”
“હે રાજન ! દેવકી માતાની માફક મારી માતા પણ દુઃખિત થઈ પણ જ્યારે મેં તેમને સમજાવ્યા ત્યારે તેમણે પણ મને સંયમ લેવાની સ્વીકૃતિ આપી દીધી.”
અહીં એક પ્રશ્ન થાય છે કે, સંયમનું કાર્ય જ્યારે શ્રેષ્ઠ છે તે પછી તે માટે માતા-પિતા વગેરેની સ્વીકૃતિ લેવાની શી જરૂર છે ! પરંતુ જ્ઞાનીઓએ આ મર્યાદા શા માટે બાંધી છે, આ મર્યાદા પાછળ તેમને શો હેતુ રહેલો છે અને મર્યાદાનું પાલન કરવાથી કયા વ્યવહારની રક્ષા થાય છે; વગેરે વિષે વિવેચન કરવાને અત્યારે સમય નથી. બીજા કોઈ સમયે તે વિષે વિચાર કરીશું.
સંકલ્પનું પાલન કરવું એ તે વિરેનું જ કામ છે. કહેનારાઓ તે ઘણા લોકો હોય છે પણ કહેવા પ્રમાણે કાર્ય કરી બતાવનારા જ પ્રશંસાને પાત્ર છે. સુભદ્રાએ ધન્નાને કહ્યું હતું કે, “મારે ભાઈ એક એક પત્નીને દરરોજ સમજાવી ત્યાગ કરતો જાય છે તેમાં કાયરતાની વાત શું છે કે તેને તમે કાયર કહે છે ? કઇ વાતને કહી દેવી એ તો સરલ છે પણ તે પ્રમાણે કરી બતાવવું બહુ મુશ્કેલ છે. કહેવા પ્રમાણે કરી બતાવવું એ કઠણ