________________
વદી ૧૦ ]
રાજકેટ-ચાતુર્માસ
[૩૩૯
છે એ તે જે કરે છે તે જ જાણે છે.” સુભદ્રાનું કથન સાંભળી, ધન્નાએ કહ્યું કે, “ઠીક છે. કુલવતી સ્ત્રી આ જ પ્રમાણે ઉપદેશ આપ્યા કરે છે. તેં મને ઉપદેશ આપ્યો છે, પણ જેટલું કહેવું કઠણ જણાય છે તેટલું કરવું કઠણ જણાતું નથી. જુઓ ! હવે હું કરીને બતાવું છું.” આ પ્રમાણે કહી, તેણે સંયમ ધારણ કર્યો.
કહેવાનો આશય એ છે કે, જે કહેવા પ્રમાણે કરીને બતાવે છે તેજ વીર છે, સંકલ્પનું પાલન કરવા માટે વિરતાની આવશ્યકતા રહે છે. સુદર્શન ચરિત્ર–૩૬
સંકલ્પનું પાલન કરનારા કેવા વીર હોય છે એ વાત હવે હું સુદર્શનની કથાદ્વારા બતાવું છું.
સુદર્શને અભયારાણીને કહ્યું કે, માતાજી ! આપને શું દુઃખ છે! જે આપના દ:ખને પુત્ર દૂર કરી શકતો હોય તે તમે મને કહે ! સુદર્શને માતા તરીકે સંબોધ્યું એ અભયાને પસંદ ન પડયું. કારણ કે, તે તે સુદર્શનને બીજી દષ્ટિએ જોતી હતી; અને એટલા જ માટે તેણીને ક્રોધ આવ્યો.
ત્યાગાં તબ અંગાર નારને, વિકલ કરી નિજ કાય; શેર કરી સામત તેડે, જુલમ મહલકે માંય. ધન ૭૨ છે પુરજન સહ નરનાથ બાગમેં, સુઝે અકેલી જાન -
મહા લંપટ મુજ તન પર ધાયા, મેં રખ ધમ અભિમાન. ધન ૭૩ શેઠ પિતાના નિશ્ચય ઉપર દઢ રહ્યા. રાણીનું કથન સાંભળી તે જરાપણ ડગે નહિ. તેણે વીરતાપૂર્વક રાણુનાં કઠેર વચનો સહ્યાં અને તેને ઉચિત ઉત્તર પણ આપ્યો. જે કે, સુદર્શને જે કાંઈ કહ્યું હતું તે બિલકુલ ઉચિત હતું પણ દુષ્ટ લોકોને ઉચિત વાત પણ ખરાબ લાગે છે. જેમકે સાંભળવામાં આવે છે કે, ગધેડાને સાકર ઘોળીને પીવડાવવામાં આવે તે તે મરી જાય છે અને ઊંટને શેરડી ખવડાવવામાં આવે તો તે બીમાર પડી જાય છે. તે શું સાકર અને શેરડી ખરાબ હોય છે ! પણ જ્યારે પ્રકૃતિ જ ઊલટી હેય છે ત્યારે સારી ચીજ પણ ખરાબ લાગવા માંડે છે. આ કથનાનુસાર સુદર્શને અભયાને માતા તરીકે સંબોધી તેમાં તેણે શું ખોટું કર્યું હતું? સુદર્શનનું આ કથન સાંભળી અભયા એમ વિચાર કરી શકતી હતી કે, જ્યારે આ મારો પુત્ર બને છે તે એ સારું જ છે ને ? એને પુત્ર તરીકે માનવામાં હું પણ સુધરી જઈશ અને જે પ્રમાણે સુદર્શને કપિલાન ભેદ ખોલ્ય નહિ તેમ મારે પણ તે ભેદ ખેલશે નહિ, પણ અભયાએ એમ ન વિચારતાં ઊલટે જ વિચાર કર્યો. રાણું મનમાં એમ વિચારવા લાગી કે, આ વાણીયાએ મારા જેવી રાણીનું કહેવું પણ ન માન્યું. હવે હું કપિલા અને પંડિતાને મહું કેવી રીતે બતાવી શકીશ.
દુનિયામાં સુદર્શન જેવા વિચારવાળા અને અભયારણુ જેવા વિચારવાળા મળી આવશે, પણ તમે કેવા વિચારવાળા બનવા ચાહે છે! જે તમે સુદર્શનના કાર્યને સારું ગણે છે અને સુદર્શન જેવા વિચારવાળા બનવા ચાહે છે તે તમારે ‘પર સ્ત્રી માતા,