________________
૩૪૦ ].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ પ્ર. ભાદરવા પર ધન ધૂલ ” એ મંત્ર જાપ જપવો જોઈએ અને મંત્ર પ્રમાણે પરસ્ત્રી અને પરધનથી સદા બચવું જોઈએ.
“ અરે વાણિયા ! તું મારું કહેવું પણ માનતા નથી ! જો ! મારી અવજ્ઞાના બદલામાં તેને કેવો દંડ આપું છું.” આ પ્રમાણે વિચાર કરી અભયાએ પોતાનાં કપડાં ફાડી નાંખ્યાં, પિતાનાં ઘરેણાં તેડી નાંખ્યાં, અને આખા શરીર ઉપર પોતાના નખ વડે ઉઝરડા પાડી બુમાબુમ પાડવા લાગી કે, દડો ! દોડો ! જલદી આવો. રાણીની આ ચીસ સાંભળી પહેરેદાર દોડતાં રાણીના મહેલમાં આવ્યા. રાણી સીપાઈ એને કહેવા લાગી કે, આને જુઓ : આ કોણ છે ! આ ધર્મઢેગી નગરનો નાયક બન્યો છે, અને ધર્માત્માને ઢગ કરી ધર્મ કરવાની રાજાની પાસેથી સ્વીકૃતિ લઈ નગરમાં રહ્યા છે, પણ તે કેવો દષ્ટ અને પાપી છે તે જુઓ. રાજા અને બીજા લોકોને નગર બહાર ગએલા જાણી તથા મહેલમાં કોઈ નથી એમ સમજી, આ દુષ્ટ ન જાણે કેવી રીતે મારા મહેલમાં ઘસી આવ્યું છે અને મારા શીલને નષ્ટ કરવા તૈયાર થયો છે ! જે મારા સ્થાને કોઈ બીજી સાધારણું સ્ત્રી હતા તે તે શીલની રક્ષા કરી શકી ન હોત પણ એ તો હું હતી એટલે જ આ દુષ્ટથી હું મારા શીલની રક્ષા કરી શકી છું. હવે એ દુષ્ટને પકડો અને તેને જલદી ઠાર કરે.
આ પ્રમાણે રાણીએ પહેરેદારને સુદર્શનને ઠાર કરી નાખવા માટે ખૂબ પ્રયત્ન કર્યો પણ પહેરેદારે હેશિયાર હતા એટલા માટે તેઓ વિચારવા લાગ્યા કે –
પુરમંડન યહ શેઠ સુભાગી, ઘર અપસર સમ નાર;
આંબે આક ન લગે કદાપિ, શેઠ છોડે કિમ કાર, એ ધન. ૭૪ રાજાઓના જનાનખાનાના દરવાજે પ્રાયઃ જાતિવંત અને વિશ્વાસુ પહેરેદારો જ પહેરો ભરે છે, અને રાજા બહાર જાય છે ત્યારે વિશેષરૂપે ખાસ વિશ્વાસપાત્ર પહેરેદારો રોકવાનો પ્રબંધ કરવામાં આવે છે.
તે પહેરેદારે પણ ખાનદાન અને હોશિયાર હતા. ખાનદાન પહેરેદાર તે છે કે જે પ્રત્યેક વાતનો પૂર્વાપર વિચાર કરે છે; અને જે આવેશમાં આવી જઈ કે ક્રોધમાં આવી જઈ કોઈ ગરીબોને ત્રાસ આપતા નથી. જે વીર પુરુષ હોય છે તે યથાસમયે પિતાની વિરતાને પરિચય આપ્યા વગર રહેતો નથી.
રાણીનું કથન સાંભળી પહેરેદારે વિચારવા લાગ્યા કે, આ શેઠ છે. રાજાના જમણા હાથ ગણાય છે. તેમના ઘરમાં અપ્સરા જેવી સુંદર સ્ત્રી પણ છે. વળી આ શેઠની ચાલચલગત ખરાબ છે એમ પણ કોઈ દિવસ કોઈની દ્વારા સાંભળ્યું નથી. તેની ચાલચલગત ખરાબ છે એમ સાંભળ્યું હોય તે તે રાણીના મહેલમાં કોઈ ખરાબ વિચારથી દાખલ થયા હશે એમ માની શકાય, પણ શેઠની ખરાબ ચાલચલગત વિષે કોઈ દિવસ સાંભળ્યું નથી.
એક પહેરેદારનું આ કથન સાંભળી બીજે પહેરેદાર કહેવા લાગ્યું કે, ભાઈ ! કઈ દિવસ આંબાના ઝાડમાં આકડાંનું ફળ લાગેલું જોયું કે સાંભળ્યું છે ! છતાં કોઈ માણસ આંબાના ઝાડમાં આકડાંનું ફળ બતાવે તે તેને એમ જ કહેવામાં આવે કે એ કૃત્રિમ છે. કોઈએ બનાવટી આકડાંનું ફળ આંબામાં લગાડયું હશે. આ જ પ્રમાણે સુદર્શનના વિષે કોઈ એમ કહે કે તે દુરાચારી છે અને તે દુરાચાર કરવા માટે મહેલમાં આવ્યો છે.