________________
૧૮૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ જાય છે. આત્મા પિતે ચિદાનંદસ્વરૂપ છે. આત્માના આ સ્વરૂપ પ્રકટાવવા માટે પુરુષાર્થની જરૂર રહે છે. પુરુષાર્થદ્વારા આત્માની દબાએલી શક્તિ પ્રકટ થઈ જાય છે. આપણે જે મહાપુરુષની પ્રાર્થના કરીએ છીએ એમના આત્મા ઉપર પણ કઈ વખતે કર્માવરણ હતાં; પણ તેમણે પુરુષાર્થ કરી પોતાના આત્મા ઉપર આવેલાં કર્માવરણને દૂર કર્યા તેઓ પણ સામાન્ય આત્મામાંથી પરમાત્મા બની ગયા. આ જ પ્રમાણે આપણે પણ પુરુષાર્થ દ્વારા આત્મસ્વરૂપ પ્રકટાવી પૂર્ણ બની શકીએ છીએ. માટે આપણે પણ પૂર્ણ બનવાને પ્રયત્ન કરવો જોઈએ. આ દુલ ભ મનુષ્યજન્મને આત્મશક્તિને પ્રગટાવવામાં ઉપયોગ ન કરતાં કામભોગોને ઉપભોગ કરવામાં દુરુપયોગ કરવો એ એક મોટી ભૂલ છે.
આ ઉપરથી કઈ એમ કહે છે, “આત્મસાધનાની પાછળ શું અમે શરીરનું પાલન ન કરીએ? એ તે કોઈક જ હશે કે, જેઓ શરીરનું પાલન કરતા ન હોય. બાકી બધાને શરીરનું પાલન કરવું જ પડે છે.સાધુઓને પણ શરીરનું પાલન કરવું પડે છે. તેઓ પણુ ખાવા માટે ગોચરી લાવે છે અને વસ્ત્ર પણ પહેરે છે. જ્યારે સાધુઓને પણ શરીરનું પાલન કરવું પડે છે, તે પછી અમે ગૃહસ્થ, શરીરનું પાલન કરવું છોડીને, આત્માની પૂર્ણતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કેમ કરી શકીએ ?”
આ પ્રમાણે કેટલાક લોકોને પૂર્ણ બનવાના પ્રયત્નમાં મુશ્કેલી જણાય છે, પણ એ વિષે ઊંડો વિચાર કરવામાં આવે તે મુશ્કેલી જણાશે નહિ! શરીરનું પાલન ન કરે એમ કઈ કહેતું નથી, પણ જે વસ્તુ જેવી છે તેને તેવી માને, અને મુખ્ય વસ્તુને મુખ્ય અને ગૌણ વસ્તુને ગૌણ માને એમ કહેવામાં આવે છે. જ્ઞાની કે અજ્ઞાની, આસ્તિક કે નાસ્તિક બન્નેને શરીર હોય છે, બન્નેને શરીરને પોષણ આપવા માટે ખાવું પીવું પડે છે અને બન્નેય સંસારને વ્યવહાર ચલાવે છે. છતાં જ્ઞાની અને અજ્ઞાની, આસ્તિક અને નાસ્તિક વચ્ચે તમને કાંઈ ફેર જણાય છે કે નહિ! શરીરની દષ્ટિએ તે ભક્ત અને અભક્ત, ગૃહસ્થ કે સાધુ, પાપી કે ધર્મી મનુષ્યો વચ્ચે કાંઈ તફાવત નથી. પણ વિવેકજ્ઞાનને કારણે બધા મનુષ્યોનું શરીર સમાન હોવા છતાં અંતર પડી જાય છે ! જે કોઈ શરીરને જ જુએ છે, વિવેકજ્ઞાનને જે નથી તેમને આત્માની શક્તિને વિકાસ કરવામાં કઠિનતા જણાય છે. પણ જ્ઞાનીઓ કહે છે કે, આત્માની શક્તિને વિકાસ કરવામાં શરીર કાંઈ બાધક નથી, કેવળ વિવેકજ્ઞાનને પ્રગટાવી પુરુષાર્થ કરવાની જરૂર રહે છે. વિવેકજ્ઞાન એ શરીર અને આત્માની પૃથતાનું ભાન કરાવે છે.
" ઉદાહરણ તરીકે નાનપણમાં તમે કાનદ્વારા સાંભળતા હતા પણ આજે કાનદ્વારા જે સાંભળે છે અને વિવેક કરી શકે છે તેવો વિવેક નાનપણમાં કરી શકતા ન હતા! વિવેકજ્ઞાન પ્રગટવાને કારણે કાન એ જ હોવા છતાં અંતર પડી જાય છે. આ જ પ્રમાણે
જ્યારે તમે નાના બાળક હતા ત્યારે કોઈ થોડી ઘણી મીઠાઈ આપે ને તમારા હાથમાં રૂપિયે હોય તે તે બદલામાં આપી દેતા હતા. પણ આજે શું થોડી મીઠાઈને માટે રૂપિયો આપી દેશે ખરા ? આંખ-કાન વગેરે તે પહેલાં હતાં તેના તે જ છે, પણ કેવળ વિવેકજ્ઞાન પેદા થવાને કારણે અંતર પડી જાય છે. આ પ્રમાણે વિવેકજ્ઞાન પેદા થયા બાદ