________________
શુદી ૧૧] રાજકેટ-ચાતુર્માસ
[ ૧૭૯ આ પ્રમાણે આજકાલ ઘરેણાંની સાથે વિવાહ કરવામાં આવે છે. ભૂતકાળના ઈતિહાસ તરફ નજર કરો તે જણાશે કે, સીતા, દ્રૌપદી વગેરેને સ્વયંવર થયો હતો અને તેમાં તેમણે પોતે જ પોતાને વર પસંદ કર્યો હતો. ભગવાન નેમિનાથ ત્રણસો વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી કુમાર રહ્યા હતા. શું તેમને કન્યા મળતી ન હતી? પણ સ્વીકૃતિ વિના વિવાહ કેમ થઈ શકે, અને એ કારણે જ તેમને વિવાહ થયો ન હતો. પણ આજકાલ સંતાનોની વિવાહ વિષયક સલાહ કોણ લે છે? સુદર્શનના પિતાએ સુદર્શનને પૂછ્યું કે, તારા યોગ્ય એક કન્યાની સગાઈનું કહેણ આવ્યું છે. જે તે સ્વીકૃતિ આપે તે તેની સાથે સગાઈ કરી લઈએ. સુદર્શન પિતાની વાતને શો જવાબ આપે છે તે વિષે હવે પછી વિચાર કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ શ્રાવણ સુદી ૧૨ ગુરુવાર
પ્રાર્થના અનંત જિનેશ્વર નિત નમે, અદભૂત જાતિ અલેખ ના કહિયે ના દેખિયે, જાકે રૂપ ન રેખ. અનંત ૧
,
અનન્તનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્માની પ્રાર્થનાદ્વારા પરમાત્માને પરિચય આપવા માટે અનેક પ્રયત્ન કરવામાં આવેલ છે, છતાં જેમના મનમાં બ્રાન્તિ હોય છે તેમને પરમાત્મા પ્રતિ વિશ્વાસ પેદા થતું નથી. અને જેમની ભ્રાતિ દૂર થઈ છે તે પરમાત્માના વિષે કાંઈ કહી પણ શકતા નથી. જેમને પરમાત્મા પ્રતિ પૂર્ણ વિશ્વાસ પેદા થયો છે અર્થાત આધ્યાત્મિકતાને જેમને પૂર્ણ અનુભવ થઈ ગયો છે, તેઓ પોતાની જિવાદ્વારા અનુભવને વર્ણવી શકતા નથી. જેમને પૂર્ણ અનુભવ થયો હતે નથી તે જ કહે છે.
કદાચ કોઈ ભારે વિષે કહે કે તમે આ વિષે દરરોજ કેમ કહે છે ! તે આના ઉત્તરમાં હું એ જ કહીશ કે, હું હજી અપૂર્ણ છું એટલા માટે કહું છું અને તમે અપૂર્ણ છે એટલા માટે સાંભળો છે. આ પ્રમાણે કહીને કે સાંભળીને અપૂર્ણતામાંથી પૂર્ણતા તરફ જઈ શકાય છે. આ પૂર્ણતાએ પહોંચવાનો પ્રયત્ન છે. પૂર્ણતા કાંઈ બહારથી લાવવાની હોતી નથી, પણ તે તે પિતાનામાં જ છે. જે પ્રમાણે સૂર્યને પ્રકાશ આપવાની કેઈની શક્તિ નથી, તે તે સ્વયં પ્રકાશિત જ છે, તે જ પ્રમાણે આત્મામાં પણ પૂર્ણતા રહેલી છે. જે પ્રમાણે સૂર્યને પ્રકાશ વાદળાંધારા ઢંકાઈ જાય છે તે જ પ્રમાણે આત્મામાં રહેલી પૂર્ણતા પણ કવરણદ્વારા ઢંકાઈ જાય છે. પણ વાદળાં ખસતાં જ સૂર્યને પ્રકાશ ઝળહળી ઉઠે છે તે જ પ્રમાણે કર્માવરણ દૂર થતાં જ આત્માની શક્તિ પણ પ્રકટ થઈ