________________
૧૭૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ શ્રાવણ પણ આપે તેને ભણાવી-ગણાવી કુળના આભૂષણરૂપ બનાવી દીધું છે. આપે મારી ઉપર જે ઉપકાર કર્યો છે તે હું કોઈ દિવસ ભૂલી શકીશ નહિ. ” આ પ્રમાણે કલાચાર્યને યોગ્ય પુરસ્કાર આપી વિદાય કર્યો. સુદર્શન જયારથી ઘેર આવ્યા ત્યારથી તેની સગાઈ માટે અનેક કહેણ આવતાં હતાં, પણ શેઠ કોઈ ગ્ય કન્યાની શોધમાં રહેતા હતા. આજે તે સગાઈ કે વિવાહમાં વિશેષતઃ ધન કે મકાન જ જોવામાં આવે છે પણ સગાઈ કે વિવાહમાં શું શું જોવું જોઈએ એ વિષે શાસ્ત્ર શું કહે છે તે જરા જુઓ. શ્રો જ્ઞાતાસૂત્રમાં કહ્યું છે કે – सरिसबयाणं सरिसतयाणं सरिसलावण्णरुवनोव्वणगुणोववेयाणं ।
અર્થાત–વિવાહ કે સગાઈ કર્યા પહેલાં વર કન્યાની અવસ્થાનું સામ્ય જોવામાં આવતું. બાદ વર્ણ અને આકૃતિનું સામ્ય જોવામાં આવતું. આ પ્રમાણે રૂ૫, વિન, ગુણ વગેરેની પણ સમાનતા જોવામાં આવતી. જ્યારે સ્ત્રી અને પુરુષનાં બધાં અંગોમાં તથા ગુણવિકાસમાં સામ્ય જોવામાં આવતું ત્યારે બન્નેને વિવાહ કરવામાં આવતે. - સુદર્શનને માટે અનેક જગ્યાએથી સગાઈનાં કહેણ આવવા લાગ્યાં પણ સુદર્શનને
ગ્ય કન્યા ન જણાયાથી બધાને શેઠે વિદાય કર્યો. આખરે મનોરમાં નામની કન્યા સાથે સગાઈ કરવાનું કહેણ આવ્યું. શેઠે કહ્યું કે, આ કન્યા અને તે સુદર્શનને યોગ્ય જણાય છે પણ સુદર્શનને તે પસંદ છે કે નહિ તેને વિચાર જાણ્યા બાદ હું સગાઈને સ્વીકાર કરી શકું ! શું આ પ્રાચીન પ્રથા ખરાબ છે? પુત્ર કે કન્યાને પૂછી તેમની સગાઈ કે વિવાહ કર એ સારું છે! આજે આ પ્રથાનું પાલન કોણ કરે છે ! આજે તે એમ કહેવામાં આવે છે કે, “હેય રોકડા તે પણે ડેકરા ” અર્થાત-જેની પાસે પૈસો હોય છે તે વૃદ્ધ પણ પરણી શકે છે !”
જે ગામમાં ભારે જન્મ થયો હતો તે ગામમાં એક કન્યા રહેતી હતી. એક વૃદ્ધ પુરુષની બે કે ત્રણ સ્ત્રીઓ મરી ગઈ હતી એટલે તે ચોથીવાર આ કન્યા સાથે પરણવા ચાહત હતાપણ તે કન્યાએ તેની સાથે પરણવાને સ્વીકાર ન કર્યો. તે પુરુષના પહેલા વિવાહની સાસુએ કહ્યું કે, “એ કામ પુરુષોથી સાધી શકાશે નહિ. એ સ્ત્રીઓનું કામ છે એટલે તે કામ અમારાથી જ સાધી શકાય એમ છે. તમે બધાં ઘરેણું મારે ત્યાં મોકલી આપ. હું એ કન્યાની સાથે તમારો વિવાહ કરવાનું નક્કી કરી આપીશ.” તે વૃદ્ધ પુરુષે બધાં ઘરેણાં તેને ઘેર મોકલી આપ્યાં. તે સ્ત્રીએ પોતાને ઘેર એ બધાં ઘરેણાંઓનું પ્રદર્શન કરી મૂકયું, અને કોઈ કારણે પેલી કન્યાને પોતાને ઘેર બોલાવી ઘરેણાં બતાવી કહ્યું કે, જો તું મારા જમાઈની સાથે વિવાહ કરે તે તને આ બધાં ઘરેણાં પહેરવાં મળશે. તને બીજે કોઈ સ્થળે આટલાં ઘરેણાં પહેરવાને આ જન્મમાં તે નહિ મળે ! તે ભેળી અને અશિક્ષિતા કન્યા ઘરેણના પ્રલોભનમાં પડી ગઈ અને વિવાહ કરવાને સ્વીકાર કર્યો. આખરે તેને વિવાહ થઈ ગયે પણ તેનું પરિણામ બહુ ખરાબ આવ્યું. તે વૃદ્ધ પતિ થોડા વખત બાદ મરણ પામ્યા અને તે કન્યા વિધવા થઈ જવાને કારણે તેનું શેષ જીવન બહુ કષ્ટમય વ્યતીત થયું.