________________
શુદી ૧૧]
રાજકેટ-ચાતુર્માસ
[ ૧૭૭
માતાનું જ સ્થાન ઊંચું છે. શાસ્ત્રમાં પણ માતાને વિષે
કહેલ છે. વેદમાં પણ “મારે મા ઉજવેલો મકઃ સવાર્યવા મા: ' આ પ્રમાણે માતાનું સ્થાન બધાએ ઊંચું માન્યું છે. આ જ પ્રમાણે માતૃભાષા માતાની માફક આદરણીય છે. માતૃભાષાને માતાના સ્થાને માની બીજી ભાષાને તેની દાસીરૂપે માનવામાં આવે તો કાંઈ વિરોધ કે વાંધો નથી, પણ માતાનું સ્થાન દાસીને આપવું એ ખરાબ છે. માતાને માતાના સ્થાને જ રાખો અને દાસીને દાસીના સ્થાને રાખો તો મારે કાંઈ વિરોધ નથી. કદાચ કોઈ કહે કે અંગ્રેજી ભાષા ઘણી વિકસિત થએલી છે, એટલા માટે તેને વિશેષ આદર કરવામાં આવે છે. આના ઉત્તરમાં હું એમ કહું છું કે, મેડમ ધોળી છે અને તમારી ભાતા કાળી છે, તે શું માતાને સ્થાને મેડમને આદર આપવો થગ્ય છે? જે અંગ્રેજીને માતૃભાષાને સ્થાને માનવામાં આવતી હોય તો તેની એકવાર નહિ પણ હજારવાર ટીકા કરીશ, અને જો તેને માતૃભાષાની બેન અગર દાસી તરીકે માની ભણવામાં આવતી હોય, તે મારો કાંઈ વિરોધ નથી.
સ્ત્રી અને પુરુષમાં ઘણુંખરું સામ્ય પણ હોય છે અને થોડી ઘણી ભિન્નતા પણ હોય છે. સાધારણ રીતે એકબીજાના સહયોગથી જ કામ ચાલે છે પણ વિશેષતઃ પુરુષ કઠોર કામ કરે છે અને સ્ત્રીઓ કોમળ કામો કરે છે. સ્ત્રીઓ ઘરનું કામ કરે છે અને પુરુષ બહારનું કામ કરે છે. જે પ્રમાણે વૃક્ષમાં કઠોર અને કોમળ બન્ને પ્રકારનાં ભાગે હોય છે, અને બન્ને પ્રકારના ભાગે હોવાથી જ વૃક્ષ છે તેમ છતાં બન્ને ભાગે પિતપિતાના સ્થાને રહે છે, તે જ પ્રમાણે સ્ત્રીપુરુષનું કામ એકબીજાના સહકારથી જ ચાલે છે. પુરુષે પિતાને યોગ્ય કામ કરે છે અને સ્ત્રીઓ પોતાને યોગ્ય કામ કરે છે, પણ આજે ઉત્ક્રમ થઈ જવાને કારણે ઘણી હાનિ થઈ રહી છે. યુરોપમાં પુરુષોનું સ્થાન સ્ત્રીઓને સોંપવામાં આવ્યું જેથી ત્યાં ઘણી હાનિ થઈ. હવે તો સાંભળ્યું છે કે, આ હાનિને અનુભવ થવાથી જર્મનીના સરમુખત્યાર હીટલરે સ્ત્રીઓને સંભળાવી દીધું છે કે, તમે હવે ઘરનું કામ સંભાળે. સ્ત્રીઓ પુરુષનું સ્થાન લેવા ચાહે છે, પણ જો તેઓ તેમનું હૃદય તપાસે તો તેમને જણાશે કે, તેમને માટે કયા કામો યોગ્ય છે. સ્ત્રીઓમાં જે કામ કરવાની યોગ્યતા છે તે કામ કરી તેઓ પોતાને અને બીજાને સુધાર કરી શકે છે.
પ્રાચીન સમયમાં પુરુષે ૭૨ કલા અને સ્ત્રીઓ ૬૪ કલા શીખતી હતી. જો સૂર્ય અને ચન્દ્રમાં કલા ન હોય તે તે શા કામના? આ જ પ્રમાણે પુરુષ અને સ્ત્રીઓ પિતપિતાને યોગ્ય કલાનું જ્ઞાન સંપાદન કરી ઉન્નતિ સાધી શકે છે !
સુદર્શન ૭૨ કલાનું જ્ઞાન સંપાદન કરી ઘેર આવ્યો. સુદર્શન ઘેર આવ્યો તેથી બધા લોકો પ્રસન્ન થયા. શેઠે કલાચાર્યને ખૂબ પુરસ્કાર આપ્યો એટલું જ નહિ પણ તેમને આભાર માનતાં શેઠે કહ્યું કે, “ આપે મારા પુત્રને સંસારનો ભાર વહન કરવાને યોગ્ય બનાવ્યું છે એ માટે હું આપને આભારી છું. આપે તેને કેવળ ૭૨ કળાની શિક્ષા જ આપી નથી પણ સાથે સાથે મારો, સ્વજનેને તથા નાગરિકોનો આદર કરે એ વિવેક પણ શીખડાવ્યો છે. મેં તે આપને મારા પુત્રને કાચા સોનાની માફક સોંપ્યો હતો