________________
૧૭૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
પારંગત થતા નહિ, ત્યાંસુધી યુવાન કહેવાતા નહિ અને જ્યાંસુધી એનાં સુષુપ્ત સાત અંગા જાગ્રત થતાં નહિ ત્યાંસુધી તેના વિવાહ કરવામાં આવતા નહિ ! અપરિપક્વ અવસ્થામાં વિવાહ કરી દેવા એ પણ બહુ હાનિકારક છે.
બાળવિવાહથી આધ્યાત્મિક હાનિ તા થાય જ છે, પણ સાથે સાથે વ્યાવહારિક અને શારીરિક હાનિ પણ થાય છે. માના કે કોઈ એક ગાડીમાં પચ્ચીશ જુવાન માણુસા ખેઠેલા છે અને એ ગાડીને એ નાના વાછરડાએ જોડવામાં આવે તે શું કાઈ દયાવાન માણસ એ ગાડીમાં બેસશે ખરા ? જો કાઈ બેઠા રહે તેા તે દયાળુ કહેવાય નહિ. કારણ કે એટલા માણસાનું વજન એ નાના વાછરડાએ ખેંચી શકે નહિ. આ જ પ્રમાણે આ સંસારવ્યવહારના ભાર પણ ઘણા છે. નાનપણમાં કાઈ ના વિવાહસંબંધ જોડવા એ એના ઉપર સંસારવ્યવહારને ભાર લાદવા જેવું છે. આમ હૈ।વા છતાં નાના નાના બાળકાને વિવાહની ગાડીમાં જોડી દેવા અને એ ગાડીમાં બાળકાની સ્થિતિના વિચાર કર્યાં વિના એસી જવું એમાં નિર્દયતા રહેલી છે, જે કાઈ દયાવાન માણસ હશે તે તેા એ જ કહેશે કે, હજી આ બાળકો છે. તેમનાં સુષુપ્ત સાત અંગે જાગ્રત પણ થયાં નથી, તેા પછી હું એવા બાળવિવાહમાં ભાગ કેવી રીતે લઇ શકું! શું કોઈ એવા વિચારશીલ માણસા છે કે એવી પ્રતિજ્ઞા કરે કે અમે સાળ વર્ષથી ઓછી ઉંમરના છેકરાના અને તેર વર્ષથી ઓછી ઉંમરની છેકરીના વિવાહમાં ભાગ નહિ લઈએ ?
જે
આજની ઊગતી પ્રજાને કેવી શિક્ષા આપવી જોઈએ એ વિષે પણ ધ્યાન આપવાની જરૂર છે. આજે ઘણે ઠેકાણે ઊગતી પ્રજામાં એવા દુરાચાર ફેલાતા જોવામાં આવે કે, બાહ્ય વિવાહ તા તેમના થતા નથી, પણુ છૂપી રીતે લગ્નની બાદ જે દુષ્પ્રવૃત્તિ સેવવામાં આવે છે, તેવી કામપ્રવૃત્તિ સેવે છે. આ નીતિભ્રષ્ટતા છે. યુરાપ વિષે સાંભળ્યું છે કે, ત્યાં અનેક કુમારિકાશ્રમા ચાલે છે. ત્યાં વિવાહ થયા પહેલાં જ કુમારિકા નીતિભ્રષ્ટતાના પરિણામે બાળકાને જન્મ આપે છે. એ બાળકોને તે કુમારિકાશ્રમમાં મૂકી આવે છે. આજે ભારતમાં એવાં આશ્રમેા તે। નથી પણ કાલેજમાં છેાકરા છેકરીએ કુશિક્ષાના પરિણામે કેવા નીતિભ્રષ્ટ બની જાય છે એ એક કરુણ કથા છે. બાળવિવાહના નિષેધ કરવાના ઉદ્દેશ એ છે કે, અસમયમાં વીના નાશ ન થાય ! જે ઊગતી પ્રજા અસમયમાં વીયને આ રીતે નષ્ટ કરતી રહે તો બાળલગ્નના નિષેધનેા ઉદ્દેશ પાર પડયા નથી એમ કહી શકાય. એ માટે ઊગતી પ્રજા અસમયમાં પેાતાના વીયના નાશ ન કરે એવી શિક્ષા આપવાની આવશ્યકતા છે.
હું અંગ્રેજી ભાષાની બહુ ટીકા કરું છું એમ કેટલાક લેાકા મારા વિષે કહે છે, પણ વાસ્તવમાં કાઇ ભાષા સાથે મારે વિરાધ નથી. શાસ્ત્રમાં પણ અઢાર દેશની દાસીઓના સંરક્ષણમાં બાળકને રાખવામાં આવતા જેથી બાળક નાનપણમાં સરળતાપૂર્વક ૧૮ દેશની ભાષાઓથી પરિચિત થઈ જતા. આ કારણે હું અંગ્રેજી ભાષા શીખવાના વિરાધી નથી, પણ એ વિષે મારું કહેવું ખીજાં જ છે. હું એમ કહ્યું હ્યું કે, માતાનું સ્થાન માટું છે કે દાસીનું? આજે માતાના ભલે કાઈ આદર કરતા ન પણું હાય, તે પણ