________________
શુદી ૧૧ ] રાજકોટ–ચાતુર્માસ
| [ ૧૭૫ આ ધર્મકથા મુખ્યતઃ શીલની છે. શીલને અર્થ સદાચાર થાય છે. શીલની સાથે આ કથામાં જીવન સુધારની બીજી અનેક વાતનું વર્ણન કરવામાં આવશે પણ મુખ્યતઃ શીલનું જ વર્ણન કરવામાં આવશે.
કેટલાક લોકો કહે છે કે, સાધુઓ શા કામના છે, તેઓ કેવળ ખાઈ-પીને સુતા રહે. છે. જે કોઈ સાધુ ખાઈ-પીને સુતા રહેતા હોય, આત્મકલ્યાણ કે જનકલ્યાણ કરવાને કશે પ્રયત્ન કરતા ન હોય તે વાસ્તવમાં તે કાંઈ કામના નથી; પરંતુ જો તેઓ આત્મકલ્યાણની સાથે જનકલ્યાણ કરતા હોય તો તેઓ ભારરૂપ નથી પણ કલ્યાણરૂપ જ છે. એવા મહાત્માઓનાં જ્યાં પગલાં પડે છે ત્યાં કલ્યાણ જ થાય છે. તમે લોકો એવા મહાત્મા
ને ભૂલી જાઓ છો પણ મહાત્માઓ તમને ભૂલી જતા નથી. તમે પણ મહાત્માઓને ન ભૂલી જાઓ એમાં જ તમારી શોભા છે. કદાચ દેણદાર ભૂલી જાય છે પણ લેણદાર ભૂલી જતા નથી. તે જ પ્રમાણે અમે લેણદાર છીએ એટલે અમે તમને કેમ ભૂલી જઈ શકીએ ! અને એ જ પ્રમાણે તમે અમને પણ ન ભૂલી જાઓ એમ અમે કહીએ છીએ, આ ઉપરથી કોઈ એમ કહે કે, સાધુઓની જરૂર જ શી છે? તે અમે પૂછીએ છીએ કે, ચોર, જુગારી અને વ્યભિચારીની તે જરૂર છે અને સાધુઓની જરૂર શા માટે નથી ? સાધુએ છે ત્યારે જ સંસારમાં શાન્તિ છે. જ્યારે સાચા સાધુઓ સંસારમાં નહિ હોય ત્યારે સૂર્યના પ્રતાપથી પૃથ્વી લાલચોળ થઈ જશે. માટે સાધુઓની અનાવશ્યકતા છે એમ માને નહિ. અહીં જે સાધુ શબ્દ વાપરવામાં આવ્યું છે તે સાચા સાધુને લાગુ પડે છે. સાધુવેશમાં રહેવા છતાં જેઓ અસાધુતાને પોષે છે અને આત્મકલ્યાણ સાધતા નથી તેઓ કાંઈ કામના નથી એ આગળ કહી દેવામાં આવ્યું છે. .
સાધુઓની કૃપાથી જ સુભગ સુદર્શન થયા છે. જો કે તે મહાત્માએ સુભગને પ્રકટ રૂપે કોઈ ઉપદેશ આપ્યું ન હતું છતાં પોતાના ચારિત્રને પ્રભાવ સુભગ ઉપર એવો પડશે કે એ પ્રભાવને કારણે સુભગ સુદર્શન બન્યો. એટલા માટે સાધુઓની નિંદા ન કરો પણ તેમની સાથે સંબંધ જોડે. રેલગાડી બધા બનાવી શકતા નથી, પણ તેમાં બધા બેસી શકે છે. તે જ પ્રમાણે તમે બધા પોતે સાધુ બની ન શકે તો તેમની સાથે સંબંધ તે જોડી શકો છો. સાધુએ સંસાર સાગરને પાર કરવા માટે પુલના જેવા છે. રાજા
જ્યારે પુલ બનાવી દે છે ત્યારે તેની ઉપર થઈ એક કીડી પણ મોટી નદીને પાર જઈ શકે છે. નહિ તે હાથીને પણ નદી પાર જવું મુશ્કેલ થઈ પડે છે. આ જ પ્રમાણે મહાભાઓ સંસારસાગરને પાર કરવા માટે જે પૂલ બાંધી આપે છે તે પૂલ ઉપર થઈ નાના મોટા બધા જીવો સંસારસાગરને પાર જઈ શકે છે ! સુભગ એક સાધારણ જાતિને છોકરો હતે પણ મહાત્માની આગળ તો જાતપાતને કે કોઈ બીજા પ્રકારને ભેદભાવ હેતું નથી. મહાત્માઓ બધાને સમાન માને છે, જેથી તેમના બાંધેલા પુલ ઉપર થઈ કોઈ પણ છવ સંસારસાગરને પાર જઈ શકે છે. એટલા માટે સંસારસાગરને પાર કરવા માટે ધર્મને પૂલ બાંધનાર સાધુ મહાત્માઓની નિંદા કરે નહિ, તેમ તેમને ભારરૂપ માને નહિ.
સુદર્શન ૭૨ કલા ભણી-ગણે યુવાન થશે. પહેલાં જ્યાં સુધી કુમાર ૭૨ કલામાં