________________
૧૭૪ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ આવ્યા. ત્યાંથી બેન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પછી પંચેન્દ્રિયમાં આવ્યા. પંચેન્દ્રિયમાં પણ મનુષ્યગતિમાં આવ્યો, ત્યારે મનુષ્યજન્મ મળ્યો. મનુષ્ય જન્મની સાથે આર્યક્ષેત્ર. ઉત્તમ કુળ, ઉત્તમ ધર્મની પ્રાપ્તિ થઈ. આ પ્રમાણે અનેક જજોની તપશ્ચર્યા એકઠી કરવાથી મનુષ્યજન્મ મળે છે. આ પ્રમાણે કઠોર તપશ્ચર્યાના પરિણામે મળેલા મનુષ્યજન્મને ભોગે ઉપભોગ કરવામાં ગુમાવે ઠીક નથી. આવા દુર્લભ મનુષ્ય જન્મને ભોગોપભાગમાં દુરુપયોગ કર્યો ન જોઈએ.
રાજા શ્રેણિકે અનાથી મુનિને કહ્યું કે, “આ મનુષ્ય જન્મ દુર્લભ છે માટે ભેગને ઉપભોગ કરવામાં જ એને ઉપયોગ કરો. હું તમારો નાથ બનું છું, માટે ચાલો અને સુખેથી રહા.” ' રાજાનું આ કથન સાંભળી મુનિને આશ્ચર્ય થયું. જેવું આશ્ચર્ય મુનિનું કથન સાંભળી રાજાને થયું હતું. પિતપતાને પક્ષ લઈ બન્ને જણ હસી રહ્યા હતા. મુનિ એટલા માટે હસતા હતા કે, આ રાજા પિતે પણ અનાથ છે તો પછી મારા નાથ કેવી રીતે બની શકશે? અને રાજા એટલા માટે હસતો હતો કે, આવા ઋદ્ધિમાન મુનિને નાથ કોણ ન બને ? - મુનિએ રાજાને કહ્યું કે, “રાજા પતે જ અનાથ છે તે પછી મારો નાથ કેવી રીતે બની શકે? જે પોતે જ દિગમ્બર–નગ્ન છે તે બીજાને વસ્ત્ર કયાંથી આપી શકે ? આ જ પ્રમાણે હે ! રાજન ! તું પણ અનાથ છે, તે મારે નાથ કેવી રીતે બની શકે !”
મુનિની આ વાતને રાજા શું જવાબ આપે છે તે વિષે હવે પછી યથાવસરે કહેવામાં આવશે. સુદર્શન ચરિત્ર–૧૮
હવે હું સુદર્શનની વાત કહું છું. સુઈશનની કથા એ સાધુતાની કથા છે. એ ધર્મ કથાને સાંભળી તમે પણ સાંસારિક ભાગમાંથી નિવૃત્ત થવાને પ્રયત્ન કરો. કદાચિત તમે એકદમ કામગમાંથી નિવૃત્ત થઈ ન શકો તે પણ ધીમે ધીમે આગળ વધશે તે પણુ કલ્યાણ થશે.
કલા બહેતર અ૫કાલમેં, સીખ હુઆ વિદ્વાન પ્રૌઢ પરાક્રમી જાન પિતાને, યિા વ્યાહ વિધિ કાન કે ધન છે ૧૬ રૂ૫ કલા યૌવન વય સરીખી, સત્યશીલ ધર્મવાના
સુદન ઔર મનેરમા કી, જોડી જુડી મહાન ધન છે ૧૭ સંસારની વાતને ગણુ અને આત્મકલ્યાણની વાતને મુખ્ય કેવી રીતે માનવી એ બતાવવા માટે જ આ ધર્મકથા કહેવામાં આવે છે. શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ કરવાની શિક્ષા સંસારવ્યવહારમાં પણ ઉપયોગી છે પણ તે ગૌણ છે. એને મુખ્ય ઉદ્દેશ તે આત્મકલ્યાણ સાધવાનો છે. આજે સંસાર વ્યવહારને મુખ્ય માનવાથી અને આત્મકલ્યાણને ઐણ સ્થાન આપવાથી ઘણી હાનિ થવા પામી છે. ભવિષ્યમાં તમારાથી એવી ભૂલ ન થાય એનો ખ્યાલ રાખવા માટે જ આ ધર્મકથા સંભળાવું છું.