________________
શુદી ૧૧]
રાજકાટ-ચાતુર્માસ
[ ૧૭૩
આકાશમાં ઊડે છે. તમે સુંદર કપડાં બનાવી પહેરવાની વાતા કરા છે! પણ અહીંતહીંથી કપાસ એકઠો કરી કપડાં બનાવી પહેરવામાં શું વિશેષતા છે ! આનાં કરતાં તે। સાધારણ જીવા જે પેાતાના શરીરમાંથી તન્તુ કાઢી પોતાની જાળ બનાવે છે એમાં વધારે વિશેષતા રહેલી છે. તમે કપડાં પહેરી અડ થઇને ફરે છે પણ તમે પહેરેલાં કપડાંમાં કેટલાં બધાં છિદ્રો છે, એ તમે સૂક્ષ્મદર્શક યંત્રથી જુએ અને કાળી જેવા સાધારણ જીવ, જે પેાતાની જાળ બનાવે છે તે કેવી સુંદર અને છિદ્ર વિનાની હાય છે તે જુએ તા તમને જણાશે કે તમારાં કપડાં કરતાં તેમાં અનેકગણી વિશેષતા રહેલી છે. તમે મકાન બનાવવામાં તથા રહેવામાં મનુષ્યજન્મની સાÖકતા રહેલી માને છે પણ મધમાખી અને કીડી જેવા સાધારણ પ્રાણીએ પેાતાને રહેવાને માટે મહા મહેનતે એવાં સુંદર રહેવાનાં ઘર બનાવે છે કે જેને જોઈ મનુષ્યની બુદ્ધિનું અભિમાન ઊતરી જાય છે. એમના મકાનામાં-ધરામાં કેટલી બધી સુંદર વ્યવસ્થા હોય છે તે પણ જરા જુએ. તેમના ધરામાં પ્રસૂતિગૃહ, ભેાજનગૃહ વગેરે જુદાં જુદાં હોય છે! કલા અને આવિષ્કારની દૃષ્ટિએ જીએ તેા મધમાખી તમારાથી પણ આગળ વધેલી છે. એની કળા જોઇ આજના વૈજ્ઞાનિકા પણ આશ્ચર્યચક્તિ થઈ જાય છે ! તે પેાતાનું રહેવાનું ઘર કળાપૂર્વક અને માપસર બનાવે છે ! એટલું જ નહિ પણ તે થોડા જ મીણમાં વધારે મધ ભરવાની વ્યવસ્થા કરી શકે છે. તેમની સંગઠનશક્તિ પણ જીએ; જ્યારે તેએ મધપૂડાને મીણુ લગાડે છે ત્યારે બધી મધમાખીએ એક સાથે મીણ લગાડે છે, અને મધ ભરે છે ત્યારે એક સાથે મધ ભરે છે! શું તમારી કળા મધમાખીએ કરતાં ચડિયાતી છે?
કહેવાના આશય એ છે કે, જો તમે વસ્ત્ર-મકાન આદિને કારણે જ મનુષ્ય જન્મને સાર્થક માનતા હૈ। તેા તમે મધમાખી-કીડી જેવા સાધારણ જીવા કરતાં વધારે કાંઈ પ્રગતિ કરી નથી. કેવળ કળાથી મનુષ્ય જન્મ સાક થઈ જાય છે અને કળાની સાધનામાં જ મનુષ્ય જન્મની દુર્લભતા રહેલી છે એમ કહી શકાય નહિ ?
હવે જરા વિવેકબુદ્ધિએ વિચાર કરેા કે, તમે પહેલાં કાણુ હતાં અને કયા કારણે મનુષ્ય જન્મને પામ્યા ? આ વિષે ઉડ્ડા વિચાર કરશે, તે તમને સ્પષ્ટ જણાશે કે, ઊંચા ઊંચા મકાનેા બનાવવાથી, ઉત્તમ ખાન-પાન ખાવા-પીવાથી, મેાજ માણવાથી કે ભાગાના ઉપભોગ કરવાથી આ દુર્લભ મનુષ્યજન્મ મળ્યેા નથી. ત્યારે આ દુર્લભ મનુષ્યજન્મ કેવી રીતે મળ્યા છે, એને માટે ભક્ત તુકારામ કહે છે કેઃ——
અનન્ત જન્મ જરી કેલ્યા તપ રાશી તરીહાન પવસી મણે દેહ ઐસા હા નિદાન । લાગલાસી હાથી ત્યાંચી કેલી માતી ભાગ્યહીન !!
અર્થાત્—અનન્ત જન્મ સુધી પુણ્ય રાશિ એકઠી કરવા છતાં આ મનુષ્યજન્મ મળે છે કે નહિ એ શંકાસ્પદ છે. છતાં પુણ્યબળે આ દુલ ભ મનુષ્યજન્મ હાથમાં મળ્યો છે. તેને ભાગ્યહીન લાકે માટીની માફક ગુમાવી દે છે.
ભગવાન વિમલનાથની પ્રાર્થનામાં કહેવામાં આવ્યું છે કે, જીવ સૂક્ષ્મ નિગેાદમાં, બાદર નિગેાદમાં, ત્યાંથી સ્થાવર જીવમાં-અર્થાત્ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયમાં