________________
શુદી ૧૨]
રાજકેટ-ચાતુર્માસ
[ ૧૮૧
શરીર તેનું તે જ રહેવા છતાં, જ્યારે આત્મા અને ધર્મનું મહત્વ સમજમાં આવી જાય છે, ત્યારે આત્મા અને ધર્મની રક્ષામાં જ પિતાનું રક્ષણ માને છે. જેમકે કોઈ જ્ઞાની પુરુષને એમ કહેવામાં આવે છે, જે તમે ધર્મને ત્યાગ કરે તે તમને ત્રિલોકનું રાજ્ય આપવામાં આવશે ! તે શું સાચા જ્ઞાની પુરુષ ત્રિલોકનું રાજ્ય મેળવવાના પ્રલોભનમાં પિતાના ધર્મને ત્યાગ કરશે ? નહિ જ. કારણ કે તેમને મન તે આત્મા અને ધર્મ મુખ્ય છે અને ત્રિલોકનું રાજ્ય ગણુ છે. આ પ્રમાણે જેમને વિવેકજ્ઞાન પેદા થાય છે, તેઓ પોતાના શરીરનું પાલન કરવા છતાં, પણ ત્રિલોકની સંપત્તિને તુચ્છ માને છે, અને આત્મા અને ધર્મને મુખ્ય માને છે. આત્મા અને શરીરને વિવેક કરનાર કોઈદિવસ પાપને ભાગીદાર બનતું નથી, તેમ જ સાંસારિક વસ્તુના પ્રલોભનમાં ઠગાઈ જઈ આત્માને ભૂલી જતું નથી.
કહેવાનો આશય એ છે કે, આપણા આત્માની પૂર્ણતા કર્યાવરણથી દબાઈ ગઈ છે, તેને પ્રગટ કરવાનો પુરુષાર્થ કરવામાં કોઈ પ્રકારની મુશ્કેલી પડતી નથી. કેવળ પ્રયત્ન અને પુરુષાર્થ સેવવાની અવશ્યકતા રહે છે. અનાથી મુનિને અધિકાર–૧૯
રાજા શ્રેણિકે મુનિને કહ્યું કે, “ આ દુર્લભ મનુષ્યજન્મ મળે છે તો તેને દુરુપયોગ શા માટે કરે છે ! તમારા આ સુંદર કાનમાં કુંડળ કેવાં સુંદર લાગે ! તમારા ગળામાં સેનાને હાર કે શોભે ! તમે આવા દિવ્ય શરીરને સંયમ લઈ શા માટે બગાડે છો ! તમે કહે છે કે, હું અનાથ હતા એટલે સંયમ ધારણ કર્યો પણ હવે હું આપને નાથ થવા તૈયાર થયો છું, તે પછી સંયમ શા માટે ધારણ કરી રાખે છે ! મારા રાજ્યમાં ચાલો અને સુખેથી સુંદર ભાગ્ય પદાર્થોને ઉપભોગ કરે.”
| મુનિનું શરીર પણ દારિક જ હતું, અને તેમને વિના માંગ્યા અને શ્રમ કર્યા વિના આવી સંપત્તિ મળી રહી હતી. તમારી દૃષ્ટિએ સાંપડેલી આવી સુવર્ણ તકને કોઈ ગુમાવે ખરો ? પણ મુનિએ શો જવાબ આપ્યો તે જુઓ. મુનિએ રાજાને કહ્યું કે, “તું જે મનુષ્યજન્મને દુર્લભ માને છે, અને ભેગેને ઉપભોગ કરવામાં જ એ મનુષ્યજન્મની સાર્થકતા રહેલી છે એમ માને છે એ તારી ગંભીર ભૂલ છે!”
આવી જ ભૂલ તમે લોકો પણ કરી રહ્યા નથી ને? એનો જરા આંખ ખોલી વિચાર કરે ! તમે લેકે જે કામભોગને સુખનું કારણ માને છે, એ કામભોગો જે વાસ્તવમાં સુખકારક હતાં તે જ્ઞાનીજનો એ કામગને ત્યાગ કરવાને ઉપદેશ આપત નહિ, અને પિતે એ કામભાગને ત્યાગ પણ કરત નહિ ! પણ વાસ્તવમાં આ મનુષ્ય શરીર ભોગપભેગમાં વેડફી દેવાને યોગ્ય નથી !
કદાચ કોઈ કહે કે, મનુષ્ય જન્મ શરીર ભોગેને ઉપભોગ કરવા માટે યોગ્ય નથી એનું શું પ્રમાણ? શું કોઈ સુંદર મધુર શબ્દ સાંભળવા ચાહતે નથી ? શું કોઈ સુગંધ સુંધવા ચાહત નથી ? ઉત્તમ ભોજન ખાવા ચાહત નથી ? અને શું મૂલ્યવાન વસ્ત્રાભૂષણ પહેરવા ચાહત નથી ? જે બધા એ ભેગોને ઉપભોગ કરવા ચાહે છે તે પછી આ મનુષ્યજન્મ ભેગોને ઉપભોગ કરવા માટે નથી એમ શા માટે કહેવામાં આવે છે !