________________
૧૮૨].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ
- આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીઓ જણાવે છે કે – - ના રેતો વેદમાગ વૃો, વાન મારફતે વિમુલ્લાં રે -ભાગવત.
- “હે ! મનુષ્યો ! તમારું આ શરીર ભેગોને ભોગવવા માટે નથી ! ભોગો તે પશુઓ પણ ભોગવે છે! તેઓ પણ એમ કહે છે કે ભેગો ભોગવવાનો અધિકાર અમારો છે, તે પછી એમને અધિકાર ઝૂંટવી, ભોગે તમારે ભોગવવા માટે છે એમ કેમ માને છે ?
કલ્પના કરે કે, જંગલમાં વાઘની કોન્ફરન્સ બેઠી હોય અને તેમાં તેઓ પ્રસ્તાવ પાસ કરે કે, મનુષ્યો અમારો ખોરાક છે, તો તમે શું કહેશે ? તમે એ જ કહેશો કે, અમે કાંઈ તમારો ખોરાક નથી ! તમારા આ કથનના જવાબમાં વાઘ એમ કહે કે, મનુષ્યો અમારે ખોરાક છે કારણ કે મનુષ્યનું માંસ અમને બહુ પસંદ પડે છે, એટલા માટે મનુષ્યો અમારું ભક્ષ્ય છે અને અમે ભક્ષક છીએ ! આના ઉત્તરમાં તમે એ જ કહેશે કે, અમે જે કામ કરી શકીએ છીએ તે તમે કરી શકતા નથી. તમે જીવોને નાશ કરનારા છે અને અમે જીવોનું પાલન કરનારા છીએ.
કોઈ રાજા એમ કહે કે, “પ્રજા અમારા ભોગ માટે છે. અમે જે કાંઈ કરીએ તે પ્રજાને માન્ય જ હોવું જોઈએ !' રાજાનું આ કથન સાંભળી તમે રાજાને સામને તે નહિ કોને ? તમે રાજાને એમ તે નહિ કહે કે, સુરાજ્ય હોય તો અમને સ્વરાજ્યની જરૂર નથી, નહિ તે અમને સ્વરાજય જોઈએ. રાજાનું કામ, પ્રજાનું પાલન કરવું-રક્ષા કરવી એ છે. એટલા માટે એને અર્થ એ નથી કે, પ્રજા રાજાના ભોગ માટે પણ છે. રાજાએ તે રામરાજ્ય સ્થાપિત કરવું જોઈએ. આ જે પ્રમાણે તમે અધિકારપૂર્વક એમ કહે છે કે અમે વાઘને ખોરાક નથી, અને રાજાને માટે ભાગ્ય પદાર્થ નથી; તે જ પ્રમાણે જ્ઞાનીઓ અધિકારપૂર્વક કહે છે કે, આ મનુષ્ય શરીર ભોગોને ઉપભોગ કરવા માટે નથી. ભોગેના ઉપભેગમાં તે પશુ પણ આનંદ માને છે તે પછી પશુ અને મનુષ્યમાં અંતર શું રહ્યું !
તમે જે સોનાનાં ઘરેણાં પહેરી અભિમાન કરે છે, તે જ સોનાની સાંકળ કુતરા માટે બેડી બનતી નથી શું ? તમે જે ગાડીમાં બેસે છો તે ગાડીમાં શું કુતરો બેસી શકતા નથી ! બીજી બાજુ તમે જમીન ઉપર પગે ચાલતા હે, અને કુતરો ગાડીમાં બેઠેલો હોય, એ ઉપસ્થી કાંઇ કુતરો મનુષ્ય કરતાં મોટો થઈ ગયો? અને જમીન ઉપર ચાલવાથી તમે કાંઈ નાના થઈ ગયા ? કુતરો ભલે ગાડીમાં બેઠા હોય અને મનુષ્ય જમીન ઉપર ભલે ચાલતે હેય પણ તેથી કાંઈ કુતરો મનુષ્યની સરખામણી કરી શકતા નથી, તેમ મનુબની સમાન પણ માની શકાતું નથી !
કુતરો તે શું, દેવ પણ મનુષ્યની સમાન થઈ શકતા નથી જેટલા અવતાર-તીર્થકર થયા છે તે બધા મનુષ્ય જ થયા છે. દેવમાં એક પણ તીર્થંકર થએલ નથી. મુસલમાનમાં પણ જેટલા પેગમ્બર થયા છે તે બધાં પણ મનુષ્ય જ થએલ છે; ફિરસ્તાઓ પગમ્બર થએલ નથી. મનુષ્યજન્મની આટલી બધી મહત્તા છે માટે ભોગોને ઉપભોગ કરવામાં તેને દુરુપયોગ કરવો ન જોઈએ. તમે પૂછશે કે ત્યારે મનુષ્ય જન્મ શા માટે છે? તે આના ઉત્તરમાં જ્ઞાનીજનો કહે છે કે –