________________
શુદી ૧૨] . રાજકેટ-ચાતુર્માસ
| [ ૧૮૩ 'तपो दिव्यं पुत्रकायेन सत्त्वं सिध्ध्येत् यस्मात् ब्रह्मसौख्यमनन्तं ॥'
-ભાગવત જ્ઞાનીઓ કહે છે કે, આ મનુષ્ય શરીર ભગોપભોગ માટે નહિ પણ તપ કરવા માટે છે. તપમાં કેવળ અનશન તપ જ નથી. અનશન તપ તે તપનું એક અંગ માત્ર છે. આજે કેટલાક લોકો અનશન તપની નિંદા કરે છે અને કહે છે કે, અનશન તપ કરવાથી જ જેને દુર્બલ જણાય છે, પણ હું તે આથી વિરુદ્ધ એમ કહું છું કે, જેમાં જે શક્તિ અને જે તેજ છે તે અનશન તપના પ્રભાવે જ છે. આ વિષે અત્યારે વિશેષ કાંઈ ન કહેતાં એટલું જ કહું છું કે, જો તમે ભજન અને ભેગ કરો છે તો શું પશુઓ તે કરતાં નથી ? એ તો પશુઓ પણ કરી શકે છે. પરંતુ જો પશુઓને તપ કરવાનું કહેવામાં આવે તે શું તેઓ તપ કરી શકશે? કુતરે ગાડીમાં લેર્ડની બરાબર તો બેસી શકે છે, પણ મનુષ્ય જે કામ કરી શકે છે તે કામ બીજું કઈ કરી શકતું નથી ! ક્રિયાભક ધર્મ તે મનુષ્ય જ આદરી શકે છે, દેવ પણ ક્રિયાત્મક ધર્મારાધન કરી શકતા નથી. જ્યારે મનુષ્ય પણ ક્રિયાત્મક ધર્મ નહિ આદરે, ત્યારે શું પશુઓ ધર્મારાધન કરશે ? જે પશુઓ ક્રિયાત્મક ધર્મને પાળી શકતા નથી, પણ કેવળ મનુષ્ય જ તપ-અનુષ્ઠાન આદિદ્વારા ધર્મનું આરાધન કરી શકે છે, તે પછી એમ કેમ કહી શકાય કે મનુષ્યજન્મ ભાગોને ઉપભોગ કરવા માટે જ છે અને ભગને ઉપભોગ કરવાથી જ આ દુર્લભ મનુષ્યજન્મ સાર્થક થઈ શકે છે?
રાજા શ્રેણિકને મુનિએ પણ એ જ કહ્યું કે, “હે રાજન ! જે મનુષ્ય શરીરને તું દુર્લભ માની રહ્યા છે તે ભોગપભેગમાં વેડફી નાંખવા માટે નથી. જેઓ આ મનુષ્ય શરીરને ભેગે પભોગ માટે માને છે તેઓ અનાથ છે. તું પણ મનુષ્ય શરીરને ભેગના ઉપભોગ માટે માને છે માટે તું પણ અનાથ છે. ”
अप्पणा वि अणाहोऽसि, सेणिया! मगहाहिवा!।
મgણા ગાદો સત્તો, લિ ના મવસિ? | ૨I હે ! રાજન ! તું પોતે જ અનાથ છે તે પછી બીજાને નાથ કેવી રીતે બની શકે ? આ શરીર ભોગપભોગ માટે છે એ વિચાર આવતાં જ આ આભા ગુલામ અને અનાથ બની જાય છે. તમે એમ સમજે છે કે, અમુક વસ્તુ અમારી પાસે છે એટલે અમે તેના માલીક છીએ, પણ જ્ઞાનીઓ કહે છે કે, તમારી પાસે જે વસ્તુ છે તેને લીધે તમે અનાથ બનેલા છે. જેમકે, કોઈ એક માણસ સેનાની કંઠી પહેરી અભિમાન કરે છે, પણ જ્ઞાનીઓ તેને કહે છે કે તું સોનાનો ગુલામ બની ગયું છે. ધારો કે કોઈ એક મહાપુરુષ, કે જે શરીરને કેવળ સાધનરૂપ માને છે, બાકી શરીર વિષે તેમને જરાપણ મમત્વ નથી, તેઓ જંગલમાં જઈ રહ્યા છે. અને બીજો માણસ હીરાજડિત સેનાની માળા પહેરી જંગલમાં જઈ રહ્યા છે. રસ્તામાં તેમને એક ચેર મળે. ચેરને જોઈ મહાપુરુષ તે પિતાના ધ્યાનમાં ચાલ્યા જતા હતા, અને પે'લે માણસ કે જેણે સેનાની માળા પહેરેલી હતી તે ભાગે. પણ ચોરે તેને પકડી પાડ્યો અને તેને લૂંટી લીધે, એટલે તે