________________
૧૮૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ
રડવા લાગ્યો. તે સોનાને ગુલામ હતો એટલે તેને રડવું પડયું. આ પ્રમાણે કોઈ ચીજના ગુલામ બનવાથી દુખી બનવાને પ્રસંગ આવે છે !
કહેવાનો આશય એ છે કે, અજ્ઞાનને કારણે જ લોકો મનુષ્યજન્મને ભોગોને ઉપભોગ કરવામાં સાર્થક થએલું સમજે છે. રાજા શ્રેણિક પણ અજ્ઞાનમાં પડેલ હતા અને તેથી જ મુનિને તેણે કહ્યું કે, હું તમારા નાથ બનું છું. મારા રાજ્યમાં ચાલે અને સુખેથી ભેગને ઉપભોગ કરો!' રાજાના આ કથનના ઉત્તરમાં મુનિએ કહ્યું કે, હે ! રાજન ! તું પોતે જ અનાથ છે, તો પછી મારે નાથ કેવી રીતે બની શકે? મુનિએ રાજાને અનાથ કહ્યા તે શું રાજાની પાસે કાંઈ ન હતું! જે મુનિના કહેવા પ્રમાણે રાજા પાસે રાજ્ય હોવા છતાં અનાથ હો, તે આ ચરિત્રના મહાન આદર્શને જોઈ તમે પણ એ આદર્શને અનુસરે, અને શ્રમને કારણે જેમ રાજા પણ પિતાને અનાથ હોવા છતાં નાથ માનતો હતો, તેમ તમે પણ કામભેગેના ગુલામ બની, અનાથતા ને સનાથતા માની બેઠા છો, એ ભ્રમને દૂર કરે, તે તેમાં તમારું કલ્યાણું છે. જ્યારે રાજા શ્રેણિક જેવો મગધાધિપ અનાથ હતા, તે પછી તમે કેવી રીતે નાથ બની શકો અને સંસારના પદાર્થો તમને કેવી રીતે નાથ બનાવી શકે એ વાતને ઊડે વિચાર કરે તે મુનિએ રાજાને
હે રાજન ! તું પણ અનાથ છે તે બીજાને નાથ કેવી રીતે બની શકે ?” જે કહ્યું હતું તેને ભાવાર્થ સમજમાં આવી શકશે ! | મુનિએ રાજાને “તું પણ અનાથ છે એમ કહ્યું હતું તેને ભાવાર્થ એ છે કે,
રાજા ! જે વસ્તુઓને કારણે હું પિતાને અનાથ માની રહ્યા છે એ વસ્તુઓને કારણે જ તું અનાથ છે ! અને જ્યારે તું પોતે અનાથ છે તો પછી મારો નાથ કેવી રીતે બની શકે ! જે વસ્તુ ઉપર તમારો અધિકાર નથી, તે વસ્તુ બીજાને આપે તો તે ચોરી ગણાશે અને તમે દંડને પાત્ર ગણાશે ! આ જ પ્રમાણે તમે પોતે સનાથ ન હોવા છતાં બીજાને નાથ બનવાને પ્રયત્ન કરવો અથવા પિતાને બીજાને નાથ માનવો એ શું અન્યાય નથી ? . એકવાર મીરાને તેની સખીએ કહ્યું કે, “ હે સખી ! તારા સદભાગ્ય છે કે તને રાણા જે વીર પતિ મળે છે, રહેવાને માટે સુંદર મહેલ મળે છે. અને સુપભોગ માટે આટલાં બધાં વિભવિલાસ મળ્યાં છે, તેમ છતાં તું રાણા પ્રત્યે આટલી બધી ઉદાસ કેમ રહે છે ! તને ભેગે જોગવવાં કેમ સારાં લાગતાં નથી? તારા પુણ્ય પ્રતાપથી અને સદ્દભાગ્યથી જ તને આવો વીર પતિ અને આટલી બધી ભોગ સામગ્રી મળી છે, છતાં તેને તું દુઃખરૂપ કેમ માને છે ? ચાલ હું રાણુની સાથે તારો પ્રેમસંબંધ જોડી દઉં.” સખીનું આ કથન સાંભળી મીરા હસવા લાગી, એટલે તે સખી કહેવા લાગી કે, સ્ત્રીઓને એવો સ્વભાવ જ હોય છે કે તેઓ પિતાના મોઢે પ્રણયસંબંધી વાત કરતી નથી, પરંતુ પ્રણય સંબંધી વાત સાંભળી પ્રસન્ન થાય છે. તારા હસવા ઉપરથી તે મને એમ જણાય છે કે તું મારી વાતને ઠીક સમજે છે. એટલા માટે કહે કે, મારી વાત તને સ્વીકાર તે છે ને?
મીરાએ વિચાર્યું કે, મારા હસવાને આ તે અર્થનો અનર્થ કરી રહી છે, માટે તેને બધી વાતો સાફ કહી દેવી એ જ યોગ્ય છે. આ પ્રમાણે વિચાર કરી મીરાએ પિતાની સખીને કહ્યું કે –