________________
વદી ૬]
રાજકેટ-ચાતુર્માસ
[ ૩૦૯
કેઈ ઉપર નારાજ થતી નથી તેમ કોઈ ઉપર પ્રસન્ન થતી નથી. પૃથ્વી પ્રસન્નતા કે નારાજગીના કંઠમાં પડતી જ નથી.
ભગવાન કહે છે કે, “હે મુનિઓ ! જે તમે ક્ષમાવાન બનવા ચાહે છે તો તમે પૃથ્વીની સમાન સહનશીલ બને જ્યારે પૃથ્વીના જેવા ક્ષમાશીલ બનશો ત્યારે–
लाहालाहं सुहं दुकखं जीवियं मरणं तहा ।
समं निंदा पसंसा य तहा माणाषमाणओ ॥ તમને લાભ કે અલાભ, સુખ કે દુ:ખને પ્રશ્ન જ રહેશે નહિ! સાધુની પાસે ધનના લાભ-અલાભને પ્રશ્ન રહેતું જ નથી પણ શરીર-નિર્વાહ માટે જે ભજન જોઈએ છે તેમાં પણ લાભ-અલાભને પ્રશ્ન રહેવા પામશે નહિ! જે ભોજન મળ્યું તે પણ આનંદ માનશો અને ન મળે તો પણ આનંદ માનશે. વ્યાપારીઓ વ્યાપારમાં લાભ– હાનિને વિચાર કરે છે પણ તે સાધુઓ ! વ્યાપારીઓની માફક તમે લાભ-હાનિના પ્રશ્નમાં ન પડે ! પણ તમારા કર્તવ્યપાલનમાં ધ્યાન રાખો. લાભ-હાનિના કંઠમાં જ ન પડે એ સંયમનું મૂળ લક્ષણ છે. આ પ્રમાણે યતિ ધર્મમાં સૌથી પ્રથમ ક્ષમાનું સ્થાન છે. એટલા માટે લાભ અને અલાભમાં સમાન જ રહેવું એ મુનિને પહેલે ધર્મ છે.
હે મુનિઓ ! ક્ષમા રાખવાની સાથે સુખ દુઃખમાં પણ સમાન રહે. જે પ્રમાણે પૃથ્વી પૂજવાથી પ્રસન્ન થતી નથી અને ખોદવાથી નારાજ થતી નથી તે જ પ્રમાણે તમે પણ સુખ દુઃખમાં સમાનતા જાળ. તમે સુખ દુઃખમાં એટલા બધા સમાન બને કે –
जीवियास भयमरणविप्पमुक्का ॥ ભલે જીવન રહે કે મરણ આવે તે પણ સુખ દુઃખમાં તમે સમાન જ રહે. હે મનિ ! તમને કોઈ વંદન કરશે અને કેઈ, આ તે કમાઇને ખાવાની શક્તિ ન હોવાને કારણે ઢોંગી સાધુ બનેલ છે એમ કહેશે. આ પ્રમાણે પ્રશંસક અને નિંદક બન્ને પ્રકારનાં લોકો મળશે પણ તમારે કેઈની પ્રશંસા સાંભળી સુખ ન માનવું અને કોઈની નિંદા સાંભળી દુઃખી ન થવું. તમે એને વિચાર જ ન કરે. જે પ્રમાણે પૃથ્વી ગાળો આપનારને અને જમીન ખેદનારને પણ આધાર આપે જ છે તે જ પ્રમાણે હે મુનિઓ ! જે તમને ગાળો આપે તેમનું પણ કલ્યાણ જ કરો. ગાળો આપનાર તમને નિર્મળ બનાવી રહ્યા છે એમ માની તેમનું પણ કલ્યાણ ચાહે.
કોઈ ધાબી તમારા કપડાં મફત ધોઈ આપે તે તમે પ્રસન્ન થશો કે નારાજ ? પ્રસન્ન થશે. તે જ પ્રમાણે જ્ઞાનીજને એમ માને છે કે, ગાળો આપનાર પિતાને મફત નિર્મળ બનાવી રહ્યા છે. આ પ્રમાણે જે અપકારીને પણ ઉપકારી માને છે એ મહાભાઓની વાસ્તવમાં બલિહારી જ છે.
તમે શ્રમણોપાસક છે અને બહેને શ્રમણોપાસિકા છે. ભગવાને પણ તમને શ્રમણ પાસક જ કહ્યા છે, અરિહંતપાસક કહ્યા નથી. એટલા માટે તમારા જીવનવ્યવહાર કે હવે જોઇએ? તેને તમે વિચાર કરો. જે પિતાના તપ ઉપર દ્રઢ રહે છે તે શ્રમણ કહેવાય છે, અને તમે શ્રમણના ઉપાસક છે. જે પ્રમાણે સાધુઓ લાભ કે હાનિના