________________
૩૧૦ ].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ પ્રથમ ભાદરવા
સમયે સમભાવી રહે છે તે જ પ્રમાણે સંસારના પ્રલોભનોમાં ન પડતાં લાભ-હાનિના પ્રસંગે શ્રમણનું આંશિક અનુગમન કરી સમભાવી બનવાથી જ તમે સાચા શ્રમણોપાસક બની શકે છે. શું પ્રલોભને માં પડી જઈ અસત્ય બોલવું એ શ્રમણોપાસકનું કર્તવ્ય છે! જે નહિ, તે શ્રમણોપાસક થઈને અસત્ય બોલવું, ગાળો આપવી કે બીજાને કયુ વચન કહેવાં એ શું ઉચિત છે?
મયણરેહાએ પોતાના પતિને બે ઘડીમાં જ નરકમાંથી બચાવી સ્વર્ગ અપાવ્યું હતું. તેમના પતિને જ્યાં સુધી શ્વાસ રહ્યો ત્યાં સુધી તેમને ધર્મોપદેશ જ આપ્યો. તેમણે પતિના અંતિમ શ્વાસ સુધી તેમને ધર્મોપદેશ સંભળાવ્યું પણ “મારું શું થશે ! હું શું કરીશ” એમ કહી રુદન કરવા ન માંડયું. પણ જ્યારે પતિના શ્વાસ નીકળી ગયા ત્યારબાદ જ પિતાની રક્ષા કેવી રીતે કરવી તેને વિચાર કર્યો. આ પ્રમાણે મયણરેહાએ પતિને મૃત્યુના સમયે ધર્મની સહાયતા આપી પણ રુદન અને કલ્પાંત કરી પોતાના ધર્મને કલંક્તિ થવા ન દીધે.
મયણરેહા ઉપર તે વખતે કેટલું બધું સંકટ હતું? સગો જેઠ જ તેના પતિને તલવારધારા મારી નાંખી મયણરેહા સગર્ભા હતી ત્યારે તેનું શીલ નષ્ટ કરવા તૈયાર થયા હતા. આ કે સંકટને સમય હતો. છતાં પણ મયણરેહા રાઈ નહિ, પણ શીલનું રક્ષણ કર્યું અને એટલા જ માટે તેના ગુણગ્રામ આજે પણ કરવામાં આવે છે. તમે પણ રવાના રીવાજનો ત્યાગ કરો અને આર્તધ્યાન છોડી ધર્મધ્યાન કરો. જે રાજકોટ શ્રી સંઘ રવા ફૂટવાનો ત્યાગ કરે અને તેને નિયમ કરે તે કાઠિયાવાડમાં પણ રેવા ફૂટવાને ત્યાગ કરાવવા વિષે બીજાને કહેવાનો અવસર મળે.
કહેવાનો આશય એ છે કે, ક્ષમાશીલ બનવાથી પિતાનું પણ કલ્યાણ થાય છે અને જગતનું પણ કલ્યાણ થાય છે.
અનાથી મુનિ કહે છે કે, મેં એ નિશ્ચય કર્યો, કે જે હું એકવાર સાજો થઈ જાઉં તે હું ક્ષમાશીલ બનીશ.
સત્સંકલ્પને પ્રભાવ જડ સૃષ્ટિ ઉપર પણ પડે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, સં હુ અયવં! સત્યના પ્રભાવથી શું થઈ શકતું નથી. સત્યથી તે ભગવાન પણ બની શકાય છે. સત્ય એ જ ભગવાન છે. સત્સંકલ્પના પ્રભાવથી વિષ પણ અમૃત બની જાય છે અને અગ્નિ પણ શીતલ બની જાય છે. આ પ્રમાણે સસંકલ્પને મહા પ્રભાવ છે, મુનિ કહે છે કે, મેં એ સંકલ્પ કર્યો કે, “જો એકવાર મારી આ વેદના મટી જાય તે હું ક્ષમાવાન, ઇન્દ્રિયોનું દમન કરનાર, નિરારંભી બનીશ.'
આ ગાથામાં ગણધરોએ જાણે સાધુઓનાં બધાં ગુણો બતાવી દીધાં છે. તેઓ સાધુઓનાં ગુણ બતાવીને કહે છે કે, અનાથી મુનિએ એવો સંકલ્પ કર્યો.
મુનિએ જેવો સંકલ્પ કર્યો તેવો જ તે રોગ કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો ! મુનિ કહે છે કે, “હે રાજન ! આ પ્રમાણે સંકલ્પ કરતાં જ મને નિદ્રા આવી ગઈ. મને ઘણાં દિવસે થયાં નિદ્રા આવી ન હતી. નિદ્રા આવે છે ત્યારે રોગીને શાન્તિ મળે છે.