________________
વદી ૬ ]
રાજકેટ-ચાતુર્માસ
[ ૩૧૧
એટલા માટે મને નિદ્રા આવવાથી મારા કુટુમ્બીજનોને જે પ્રસન્નતા થઈ હશે તે બીજા જ વિચારથી પ્રસન્નતા થઈ હશે. જો હું સાજો થઈશ તે તેમનું દુઃખ દૂર થશે એ વિચારથી તેમને પ્રસન્નતા થઈ હશે. પિતા એમ વિચારતા હશે કે, “જે મારે પુત્ર સાજો થાય તે મને મારા કામમાં સહાયતા આપે.” માતા એમ વિચારતી હશે કે, “મારો પુત્ર સાજે થાય તે મારું દુઃખ દૂર થાય.” ભાઈએ વિચારતા હશે કે, “ભાઈ સાજો થાય તે અમારે તેની ચિંતા કરવી ન પડે.” આ પ્રમાણે બહેન અને પિતાની સ્ત્રી પણ પિતાના સ્વાર્થની ભાવના કરતી હશે; પણ મારા મનમાં કોઈ બીજી જ ભાવના હતી.” અનાથી મુનિના મનમાં શું ભાવના હતી એ અત્યારે ન કહેતાં અહીં સુદર્શનની કથા કહું છું. સુદર્શન ચરિત્ર–૩૩
સુદર્શનશેઠ એકાન્ત સ્થાને પણ અભયા જેવી સુંદરીના હાવભાવ જોઈ અને પ્રેમલાપ સાંભળીને પણ પોતાના વિચારમાં દઢ રહ્યો. સુદર્શને શીલની રક્ષા કરી શ્રાવકે અને સાધુઓની પ્રતિષ્ઠાની રક્ષા કરી છે. જે શ્રાવકો આવા ધર્માત્મા હોય છે તેમના માટે અમે ગર્વ પૂર્વક કહીએ છીએ કે --
ધન શેઠ સુદર્શન શીયલ શુદ્ધ, પાલી તારી આત્મા ! વર્ષા ઋતુ સમ બની ભામિની, અંબર બદલ બનાઈ. હુંકાર કી ઇવનિ ગાજ સમ, તન દામન દમકtઈ છે ધન- ૧૩ - અમેઘ ધારા વચન વતી, ચાહ ભૂમિ ભીજાઈ મંગ લિ સમ શેઠ સુદર્શન, ભેદ ન સકે કઈ ધન૬૪
સુદર્શન શેઠ વાસ્તવમાં ધન્યવાદને પાત્ર છે કે તે સંકટના સમયે પણ શાલધર્મમાં દઢ રહ્યો. સુદર્શન શેઠ નિર્વિન પૌષધશાલામાં પિષધવૃત્ત ધારણ કરી બેઠે હતો તે નિર્વિઘ્ન સ્થાનેથી પંડિતાએ સુદર્શનને ઉપાડી, વિનના સ્થાને મૂકી આવી. વિન બાધા પણ સાધારણ નહિ પણ કામવૃત્તિને જાગ્રત કરે એવા રાજાના મહેલમાં, વર્ષા ઋતુની સમાન બનેલી રાણી સુદર્શનને ડગાવવાને અને શીલવ્રતમાં વિદ્ધ બાધા ઉભી કરવાનો પ્રયત્ન કરી રહી હતી. રાજાના મહેલમાં રાણી વર્ષાઋતુની માફક બની કામ–જલથી સુદર્શનને ભીંજવી રહી હતી. વર્ષાઋતુનાં રંગબેરંગી વાદળોની માફક રાણીએ રંગબેરંગી કપડાં પહેર્યા હતાં, અને વાદળ જેમ અહીં તહીં દોડે તેમ રાણી પિતાનાં વસ્ત્રોને અહીં તહીં હલાવ્યા કરતી. વર્ષાઋતુનાં વાદળાઓમાં જેમ વિજળી ચમકે તેમ રાણીની આંખો ચમકતી હતી. આકાશમાં ચમકતી વિજળીથી તે પૈર્ય પણ ધારણ કરી શકાય છે પરંતુ રાણીની આંખરૂપી વિજળીથી દેનું પણ ધૈર્ય છૂટી જાય છે, તે પછી મનુષ્યનું ધૈર્ય છૂટી જાય એ તે સ્વાભાવિક જ છે. રાણીને અહંકારભર્યો હુંકાર જાણે વાદળોની ગર્જના જેવો લાગતો હતો અને જે પ્રમાણે વાદળાંમાંથી પાણી વરસે તેમ રાણના મુખમાંથી વચન વર્ષા વરસતી હતી.
પાણીના પ્રવાહને વેગ ઓછો હોતો નથી. પાણીને વેગ પહાડોને કોતરી નાંખી, નદીરૂપે વહે છે. આ જ પ્રમાણે જ્યારે નદીના પૂરમાં પાણીને વેગ વધે છે ત્યારે નદીને