SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ પ્ર॰ ભાદરવા પાર કરવી મુશ્કેલ થઇ પડે છે. માનેા કે, પાણીના વેગને તે કોઈ રેકી પણ શકે પણ કામના વેગને રાકવા તે તેા બહુ જ મુશ્કેલ છે. કામના વેગને કારણે રહનેમિ પણ રાજીમતિને જોઈ ચિલત થઇ ગયા હતા. સુદર્શન વરસતા વરસાદી માફક રાણીની વચનવર્ષાં સહી રહ્યો હતા. તે પર્વતના જેવા ન હતા કે તેને વચનના વેગ કાતરી નાંખે, પણ તે તે ‘સુગલિયા’ પત્થરના જેવા અભેદ્ય હતા. શ્રીન’દીસૂત્રમાં ‘મુ’ગસલિયા’ પત્થરની અને ‘પુકખલ સમર્થાઈ ' મેધની કથા આવેલ છે. તેમાં કહ્યું છે કે, ગમે તેટલા વરસાદ વરસે પણ મુગલિયેા પત્થર કાઈ દિવસ ભીંજાતા નથી. તે મગના જેવા નાના પત્થર હેાય છે. એકવાર નારદે ‘પુકખલ સમર્થા’ મેને કહ્યું કે, તારામાં કેવી શક્તિ છે ? સેધે ઉત્તર આપ્યા કે, મારામાં એવી શક્તિ છે કે, પર્વતને તોડવા ચાહું તે તોડી શકું છું.' આ સાંભળી નારદે મેત્રને કહ્યું કે, તું તે આમ કહે છે પણ મને મુગલિયા પત્થર કહેતા હતા કે, ગમે તેટલેા વરસાદ વરસે પણ હું વરસાદથી ભીંજાઉં નહિ! જો તારામાં શક્તિ હાય તેા તે પત્થરને ભીંજવી દે. મેઘે જવાબ આપ્યા કે, ઠીક છે. આ પ્રમાણે કહી, તે ત્યાંથી ચાલ્યા ગયા અને સાત દિવસ સુધી મુગલિયા પત્થર ઉપર મુસળધાર વરસાદ વરસ્યા, પણ તે પત્થર ભીંજાયે। નહિ. પણ તેની આસપાસનો કચરો સાફ થઇ જવાથી તે પત્થરા વધારે ચમકવા લાગ્યા. નારદે તે મેશ્વને કહ્યું કે, “આ પત્થર તા ભીંજાયા નહિ પણ ઊલટા ચમકવા લાગ્યા અને જાણે ચમકીને તારા રિહાસ કરતા હાય એમ લાગે છે. માટે તું પરાજિત થયા છે એમ માની અહીંથી ચાલ્યો જા. ” " આ ઉદાહરણમાં કહેલા મુંગસલિયા પત્થરની માફક સુદન હતા. રાણીએ તેની ઉપર કામ-જલને ખૂબ વરસાદ વરસાવ્યેા છતાં સુદર્શન ઉપર તેની જરાપણ અસર ન થઈ. રાણી વિચારવા લાગી કે, “ હાય ! આ તેા કાઈ પણ ઉપાયે વશ થતા નથી ! હવે શું કરું! હું કપિલા અને પડિતાને મેઢુ કેમ બતાવી શકીશ? મેં કપિલા સાથે તે હાડ કરી છે અને પડિતાને પણ કહ્યું છે કે, હું કાઈપણ ઉપાયે સુદર્શનને વશમાં કરી લઇશ, પણ મારા એક પણ ઉપાય આની આગળ સફળ થતા નથી. પરંતુ હજી મારી પાસે એક ઉપાય બાકી છે તેનેા પણ ઉપયેાગ કરી જોઉં. એ ઉપાય સ્ત્રીસુલભ રહેવાના છે, એ ઉપાયને પણ પ્રયેાય કરી જોઉં ! કદાચ તે ઉપાય સફળ પણ થાય. કરૂણ વરસે રાવે કામિની, પૂરા હમારી આશ; શરણાગત મેં આઇ તુમ્હારે, માનો મમ અરદાસ. ॥ ધન૦ ૬૫ ૫ અવસર દેખ શેઠ તમ ખેલા, સુતા સુના ખડ માત; પંચ માતમેં તુમ અગ્રેસર, તજ દે ખાતી બાત. " ધર્મ હુડ્ડ | રાણી અંતિમ શસ્ત્ર–રાવાના બળ–ના ઉપયોગ કરવા લાગી. રાણીએ વિચાર્યું કે સ્ત્રીઓનું કરુણ *ન્દન અને રૂદન સાંભળી મેાટા મોટા ઋષિ મુનિવરે। પણ વિચલિત થઈ જાય છે માટે ાવાના ઉપાય હાથમાં લેવા ઠીક છે. આ પ્રમાણે વિચાર કરી રાણી દડદડ રાવા લાગી અને સુદૃશનને કહેલા લાગી કે, હું આપના શરણે આવી છું, મારા
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy