________________
વદી ૬] .
રાજકેટ–ચાતુર્માસ
[ ૩૧૩
ઉપર દયા કરે જે પ્રમાણે પાણી વિના માછલી તરફડે છે તેમ હું પણ તમારા પ્રેમ માટે વલખું છું. આપ મારી રક્ષા કરે.
શાસ્ત્રમાં જિનઋષિ જિનપાલની કથા આવેલ છે. તેમાં કહ્યું છે કે, જિનપાલ રયણદેવીથી કોઈપણ ઉપાયે ડગ્યો ન હતો પણ જયારે રયણાદેવી કરુણ રૂદન કરવા લાગી ત્યારે તે ડગી ગયો. આખરે તેની બહુ જ ખરાબ હાલત થઈ. આ પ્રમાણે સ્ત્રીઓના કરુણ રૂદનથી મોટા મોટા ઋષિઓ પણ ચલિત થઈ જાય છે; પણ રાણીનું રોવું સાંભળી સુદર્શન મનમાં વિચારતો હતો કે, સામાન્યતઃ માતાની સામે પુત્રે રુવે છે પણ આ તો માતા થઈને પણ મારા જેવા પુત્રની સામે રુવે છે, માટે કોઈપણ રીતે તેને આશ્વાસન આપવું જોઈએ. જ્યારે એ મને દયાધમ કહે છે તે મારે દયાધર્મને પણ તેને પરિચય આપ જોઈએ.
સ્ત્રીઓનાં કરુણ રૂદનથી કેટલાક લોકો એટલા બધા ચલિત થઈ ગયા છે કે તેઓએ પિતાના શાસ્ત્રમાં એવું વિધાન પણ કરી નાંખ્યું છે કે, “જે કોઈ સ્ત્રી કરુણ રૂદન કરતી આવે તે તેની ઈચ્છાને પૂરી ન કરવી એ પાપ છે.” બીજાઓનાં શાસ્ત્રમાં આવું વિધાન કરેલ છે પણ શ્રી સૂયગડાંગ સૂત્રમાં મુનિઓ માટે કહ્યું છે કે, “હે મુનિઓ ! તમારી સામે કઈ ગમે તેટલું કરુણ રૂદન કરે તે પણ તમે બ્રહ્મચર્યથી ચલિત થશે નહિ.”
મુનિઓ તે ચલિત થતા નથી પણ તેમના ઉપાસકો પણ સ્ત્રીઓનું કરુણ રૂદન સાંભળવા છતાં પણ કેવી રીતે ચલિત થતા નથી તે જુઓ – ૧
રાણીનું રુદન સાંભળી, સુદર્શન વિચારવા લાગ્યું કે, માતા રુવે છે તે તેમને આ શ્વાસન આપવું એ મારું કર્તવ્ય છે. કોણ એવો પુત્ર હશે કે, જે માતાને રુદન કરતી જેવા છતાં પણ તેનું હદય દ્રવિત ન થાય? જે પ્રમાણે માતાનું રુદન સાંભળી પુત્રનું હદય પીગળી જાય છે તે જ પ્રમાણે રાણીનું રુદન સાંભળી સુદર્શનનું હદય પણ પીગળી ગયું. તે રાણીને કહેવા લાગ્યો કે, મેટી મા ! આપને શું કામ છે ! શા માટે તમે સુવો છો?
સુદર્શનનું આ કથન સાંભળી રાણી વિચારવા લાગી કે, આ શું કહે છે? આ માતા તરીકે કોને સંબોધે છે? રાણીને સુદર્શનઠારા સંબોધવામાં આવેલું માતા તરીકેનું સંબોધન કયાંથી પસંદ પડે? એટલા માટે રાણે મનમાં વિચારવા લાગી કે, અત્યાર સુધી તે તે મૂંગે બેસી રહ્યા, મારી સાથે એક પણ શબ્દ બોલ્યો નહિ, અને હવે બોલ્યો તે મને માતા કહીને બોલ્યો !
સુદર્શનનું કથન સાંભળી રાણીને વિચારમાં પડેલી જોઈ સુદર્શન તેને કહેવા લાગે કે, માતાજી ! આપ શું વિચાર કરો છો ? કદાચ તમે મને ભૂલી જાઓ પણ હું તમારો પુત્ર તમને કેમ ભૂલી જઈ શકું? તમે પણ મારી માતા છો મારે એક નહિ પણ પાંચ માતાઓ છે.
તમારે પણ પાંચ માતાઓ છે કે નહિ? જે છે તે તેમના પ્રત્યે તમારું શું કર્તવ્ય છે તેને વિચાર કરે ! અભયા તે વિફરેલી હતી એટલે તેને માતાનું સંબોધન પસંદ પડયું નહિ. પણ ધર્મનું પાલન એકાંગી હોય છે. એમ થવું ન જોઈએ કે સામે માણસ ધર્મ