________________
૩૧૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[પ્ર૦ ભાદરવા
પાળે તે હું ધર્મનું પાલન કરું! સામા માણસ ધર્મ પાળે કે ન પાળે પણ તમે તમારા ધર્મવું પાલન કરેા એ તમારુ કર્ત્તવ્ય છે. ધર્મનું પાલન ખીજાની સાક્ષીએ થતું નથી પણુ પેાતાની સાક્ષીએ થાય છે. જે પેાતાની સાક્ષીએ ધર્મનું પાલન કરે છે તેને ઈન્દ્ર પણ ડગાવી શકતા નથી. એટલા માટે સામેા માણસ શું કરે છે તે ન જોતાં તમારે તેા તમારા ધર્મનું પાલન કરવું જોઈ એ.
સુદન કહે છે કૈ, મારે પાંચ માતાઓ છે, હવે એ પાંચ માતાએ કઇ હતી એ વિષે હવે પછી આગળ વિચાર કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ પ્રથમ ભાદરવા વદી ૮ મંગળવાર
પ્રાર્થના
.
મહિલ જિન ખાલ બ્રહ્મચારી, ‘ કુ‘ભ’ પિતા ‘પરભાતિ ’ મૈયા; તિનકી કુમારી, મહિલ જિન બાલ બ્રહ્મચારી.
શ્રી મલ્લિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્માની પ્રાચના કરતાં ભક્તલેાકેા એવી ભાવના કરે છે કે, હું પ્રભા ! હું તારી ભક્તિ કરવા ચાહું છું છતાં તારી ભક્તિના વિષે મને એક એવા સંદેહ થાય છે કે, હું અંતઃકરણથી તારી ભક્તિ કરવા ચાહું છું છતાં શાસ્ત્રમાં તારી જેવી ભક્તિ કરવા માટે કહ્યું છે તેવી ભક્તિ મારાથી શા માટે થઇ શકતી નથી; તેમાં કોઈને કોઈ વીષ્ન ખાધા શા માટે ઊભી થાય છે ? અને હૃદયથી પરમાત્માની ભક્તિ કરવા ચાહું છું છતાં શા કારણે જેવી જોઇએ તેવી તારી ભક્તિ થતી નથી ! આ વિષે વિચાર કરતાં હું એ નિશ્ચય ઉપર આવ્યો છું કે, હે પ્રભા ! તારી કૃપા વિના તારી ભક્તિ બરાબર કરી શકાતી નથી. તારી ભક્તિ કરવામાં કયા વિઘ્ના બાધક નીવડે છે એને માટે ભક્તિસૂત્રમાં કહ્યું છે કેઃ—
सा न कामयमाना निरोधरूपत्वात् ।
પરમાત્માની ભક્તિ કરવામાં કોઈપણ વાતની જરાપણ કામના ન હાવી જોઈ એ. કામના–ઈચ્છા, પરમાત્માની ભક્તિમાં બાધા ઉભી કરે છે. આ પ્રમાણે કોઇપણ કામનાઇચ્છા કર્યાં વિના ભક્તિ કરવાનું કહ્યું છે પણ જ્યારે હું મારું હૃદય તપાસું છું ત્યારે મારું હૃદય કામનાથી પરિપૂર્ણ જણાય છે, એટલાજ માટે હે ! પ્રભા ! હું તારા શરણે આવ્યે છું કે તારી મારા ઉપર કૃપા થાય તેા હું તારી ભક્તિ કરી શકુ, જો કે, મારું હૃદય કામનાથી ભરેલું છે તે પણ તારું ચત્રિ સાંભળી મારામાં પણ સાહસના સંચાર થાય છે કે મારે હિમ્મત હારવી ન જોઈ એ, પણ તારી ભક્તિમાં સલગ્ન થઈ જવું જોઈ એ.