________________
વદી ૮]
રાજકાટ-ચાતુર્માસ
[ ૩૧૫
જો કે વાસના તે મને સતાવ્યા જ કરશે પણ તારા ચરણાને પકડી રાખવાથી કોઇ દિવસ મારી કામવાસના પણ દૂર થઇ જશે અને પછી શાસ્ત્રમાં જેવી ભક્તિ બતાવેલ છે તેવી ભક્તિ હું કરી શકીશ
હૈ મલ્લિનાથ ભગવાન ! આપનું ચરિત્ર મેં સાંભળ્યું છે. આપના એ ચરિત્રશ્રવણથી હું એ જાણી શકયા છું કે, છ રાજાએ કામાંધ બની તમારી સાથે વિવાહ કરવા માટે ચડી આવ્યા હતા, છતાં તમે તેમને તિરસ્કાર ન કર્યો. જો કે તમારામાં એવી શક્તિ હતી કે, તમે આખી દુનિયાને મેરુ ઉપર મૂકી, હાથમાં ઉપાડી શકતા હતા, અને એ પ્રમાણે પૃથ્વી તથા આકાશને એક કરી શકતા હતા; છતાં તમે એ કામાંધ છે રાજાઓને જરાપણ આધાત ન પહાંચાડયા. આપના પિતાને તા એ રાજાએ ઉપર ક્રોધ પણ હતા. તેએ કહેતા હતા કે, મારી અને મારી કન્યાની ઈચ્છા અને સ્વીકૃતિ વિના આ રાજાએ શા માટે ચડી આવ્યા ! આ પ્રકારના ક્રોધને કારણે તેઓએ તે છ રાજાએ સાથે લડાઈ પણ કરી, પણ તે છ રાજાએની સમ્મિલિત શક્તિ આગળ ટકી ન શકયા પણ હારી ગયા. હે પ્રભુ ! તમારામાં અતુલ શક્તિ હતી, અને તમારા પિતા પરાજિત થયા હતા એટલે તમને તે રાજાએ ઉપર ક્રોધ થવા શય પણ હતા, પણ તમારા અંત:કરણમાં એ રાજાએ પ્રતિ ક્રોધ કે ઘૃણાના જરા પણ ભાવ ન થયે.. ઉલટું તમે તમારા પિતાને કહ્યું કે, આ રાજાએ ચડી આવ્યા એમાં આશ્ચર્ય શું છે ! તેઓ મને કન્યા સમજતા હતા એટલે તેએ ચડી આવ્યા! એમાં આશ્ચર્યની વાત કાંઇ નથી. તમે નકામા તેમની સાથે લડયા. હવે તમે એ બધાં રાજાએને એમ કહેવડાવે! કે “ તમને મલ્ટિ કન્યા મળશે. તમે જાઓ, ''
“ હે ભગવાન ! આપનું આ કથન સાંભળી કુંભ રાજાએ તમને એમ પણ ન કહ્યું કે, તમે આ શું કહે છે ! હું કયા માઢે એ રાજાએને એમ કહેવા જાઉં ! આપનું વિષમ વચન સાંભળીને પણ કુંભ રાજાએ કાંઈ પણ પ્રશ્નોત્તર ન કર્યાં. કુંભરાજા તે એમ જ વિચારતા હતા કે, જે મહાપુરુષ છે અને જેને હું મહાપુરુષ છે એમ માનું છું, તેના વચનમાં કાઈ પ્રકારના સંદેહ ન કરતાં તેના વચનને માન્ય કરવું જોઇએ.
શાસ્ત્રમાં ભગવાન મલ્લિનાથ માટે એમ કહ્યું છે કે, મહિ રાğન્ના | અર્થાત્ મલ્લિ રાજાની કન્યા હતી. જ્યારે ભગવાન મલ્લિનાથ રાજાની કન્યા કહેવાતા હતા, ત્યારે પણ કુંભરાજાએ તેમના કથનમાં કાઈ પ્રકારના સંદેહ કર્યો નહિ હવે તેા તે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા છે. એટલા માટે હવે આપણે તેમની આજ્ઞા અને તેમના કથનને કેવી રીતે નિઃસ ંદેહ થઇ માનવાં જોઈ એ તેને વિચાર કરો. આ વિષયને વિશેષરૂપે કહેવાને તે અત્યારે સમય નથી. અહીં તો કેવળ એટલું જ કહેવાનું છે કે, “ હે પ્રભેા ! તમે તે છ રાજાઓ ઉપર ક્રોધ ન કર્યાં પણ તમે તે રાજાઓને કહેવડાવ્યું કે તમે આવે. તમને મહ્નિ કન્યા મળશે.' આ પ્રમાણે તમે તે રાજાએને મહેલમાં માલાવી, સમજાવ્યા અને આખરે તેએ એવા સમજ્યા કે તે તમારા જ વિચારને અનુકૂલ થઈ ગયા. જેમણે કામાંધ રાજાએની કામાંધતાને આ પ્રમાણે દૂર કરી એ પ્રભુનું શરણુ છેાડી હું ખીજા