________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
દીપકમાં તેલ પણ હોય અને બત્તી પણ હોય તેમ છતાં અગ્નિના સંગ વિના તે પ્રકાશ આપી શકતો નથી. આ જ પ્રમાણે આત્મામાં પણ જ્ઞાન રહેલું છે પણ તે જ્ઞાન મહાપુરુષના સત્સંગ વિના વિકસિત થઈ શકતું નથી. જે પોતાનામાં જ્ઞાન જ ન હોય તે મહાપુરુષને સત્સંગ પણ કેને વિકસિત કરે ? જેમકે, કોઈ દીવામાં તેલ કે બત્તી જ ન હોય અને બીજે બળ દીવો તેને ભટકાવવામાં આવે તો તેનું શું પરિણામ આવે ? એ જ કે, ખાલી ચૂલામાં ફુક મારવાથી આંખમાં રાખ જ પડે છે તેવું જ તેનું દુષ્પરિણામ આવે. આ જ પ્રમાણે જ્યાં સુધી પિતાના આત્મામાં શક્તિ ન હોય ત્યાંસુધી મહાપુરુષોની સંગતિ કે તેમની શિક્ષા પણ વ્યર્થ જાય છે.
આ શ્લોકમાં એમ કહેવામાં આવ્યું છે કે, “હું શિક્ષા આપું છું.' એથી એમ સમજવું જોઈએ કે, મહાપુરુષોએ આપણામાં શક્તિ જોઈ છે એટલા માટે તેઓ શિક્ષા આપે છે. આપણામાં એવી શક્તિ રહેલી છે, આપણામાં તે જ્ઞાન પણ છે જે મહાપુરષોની શિક્ષાદ્વારા વિકસિત થઈ શકે એમ છે માટે આપણે તેમની શિક્ષાને સાવધાન થઈ સાંભળવી જોઈએ.
શિક્ષા આપનાર મહાપુરુષે કહ્યું છે કે, “હું સિદ્ધ અને સંયતિને નમસ્કાર કરી શિક્ષાને પ્રારંભ કરું છું; પણ સિદ્ધ એટલે શું એ આપણે અત્રે જાણવું જોઈએ ! નમસ્કાર મંત્રમાં એક પદમાં સિદ્ધને અને ચાદ પદમાં સાધુને નમસ્કાર કરવામાં આવેલ છે.
સિદ્ધ શબ્દમાંને શબ્દ “ત્તિ વષ એ ધાતુમાંથી બનેલ છે. આ સિત શબ્દને અર્થ આઠ કર્મરૂપી બાંધેલી લાકડીના ભારાને જેમણે થાત અર્થાત શુકલ ધ્યાનની જવાજયમાન અગ્નિદ્વારા ભસ્મીભૂત કરી નાંખેલ છે તે સિદ્ધ છે. અથવા વધુ ગૌ અર્થાત ગતિ અર્થમાં સિત શબ્દનો અર્થ કરવામાં આવે તે જે સ્થાનથી પાછું ફરવાનું નથી એવા સ્થાને જેઓ પહોંચી ગયા છે તે પણ સિદ્ધ કહેવાય છે.
કેટલાક લોકો એમ કહે છે કે, સિદ્ધ થવા છતાં પણ સિદ્ધો સંસારનું અભ્યત્યાન કરવા માટે સંસારમાં ફરીવાર અવતરે છે પણ જો આમ માનવામાં આવે છે, તે સિદ્ધસ્થાન પણ એક પ્રકારનું સંસાર જ બની જશે. જે સ્થાનેથી ફરીવાર સંસારમાં આવવું જ ન પડે તે જ સાચી સિદ્ધિ છે. જેમકે ગીતામાં કહ્યું છે કે –
__'यद् गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम '
અર્થાત–જ્યાં ગયા પછી પાછું ફરવાનું નથી તે જ પરમ ધામ છે. આવું ધામ જ સિદ્ધિ છે, પણ જ્યાં ગયા પછી પાછું સંસારમાં આવવું પડે છે તે તે એક પ્રકારને સંસાર જ છે - વ્યુત્પત્તિના આધારે સિદ્ધ શબ્દને ત્રીજો અર્થ પણ કરવામાં આવે છે. “ સાદી' એ અર્થમાં જે કૃતકૃત્ય થઈ ગયા છે, જેમને હવે કાંઈ કરવાનું બાકી રહ્યું નથી, તે પણ સિદ્ધ કહેવાય છે.
જેમ પાકેલી ખીચડીને કોઈ ફરીવાર પકાવતું નથી તેમ જેમણે આત્માના બધાં કામે સાધી લીધાં છે અને જેમને બાકી કાંઈ કરવાનું રહેતું નથી તે સિદ્ધ છે. આ પ્રમાણે એક જ શબ્દના ત્રણ અર્થે થાય છે પણ એ બધાને ભાવાર્થ તે સરખે જ છે.