________________
રાજકાટ–ચાતુર્માસ
[ ૩
વજ્ર ૨ ]
અનાથી મુનિના અધિકાર
આ વીસમા અધ્યયનનું વન કેવી રીતે કરવામાં આવ્યું છે એ બતાવતાં હું શાસ્ત્રના શબ્દોમાં જ પરમાત્માની પ્રાર્થના કરું છું. આ અધ્યયનના પ્રારંભ કરતાં પહેલાં કહેવામાં આવ્યું છે કેઃ
सिद्धाणं नमो किच्चा संजयाणं च भावओ । अणुसिट्ठि सुणेह मे || १
अत्म्मई त
આ મૂળ ક્ષેાક છે. ગુરુ શિષ્યને કહે છે કે, હું તમને શિક્ષા આપું છું અને મુક્તિના માર્ગ બતાવું છું. પણ એ હું મારી શક્તિથી નહિ પણ સિદ્ધ અને સંયતિને નમસ્કાર કરી, તેમને શરણે જઈ, તેમની પાસેથી શક્તિ મેળવી તમને બતાવું છું.
સાધારણ રીતે જ્યાંને માગ પૂછવામાં આવે ત્યાંના માગ બતાવવામાં આવે છે. પણ આ તે મુક્તિને માર્ગ બતાવવામાં આવે છે એટલે એના માટે એમ કહેવામાં આવે છે કે, હું અથ અને ધર્મના માર્ગ બતાવું છું: અર્થ એટલે શું! એની વ્યાખ્યા નીચે પ્રમાણે કરવામાં આવેલ છે ઃ—
अर्थ्यते प्रार्थ्यते धर्मात्मभिरित्यर्थः स च प्रकृते मोक्षः संयमादिर्वा स एव धर्मः तस्य गतिः ज्ञानं यस्याम् ताम् अनुशिष्टि माम् शृणुत इत्यर्थः ।
જે વસ્તુની ઇચ્છા કરવામાં આવે તેનું નામ અ છે. સામાન્ય લેાિ અનેા અથ ધન કરે છે અને તેની પ્રાપ્તિ માટે અહીંતહીં દોડધામ પણ કરે છે; પણ અહીં ‘અના અ ધન નથી. તમે લેાકેા અત્રે ધનને માટે આવ્યા નથી. ધનને માટે તા તમે દોડધામ કર્યાં કરેા છે. પણ અહીં ધન મળતું નથી છતાં અત્રે આવ્યા છે. એટલે એ ઉપરથી એમ સ્પષ્ટ જણાય છે કે, અનેા ધનની સિવાય પણ બીજો કઈ અર્થ છે અને તેને માટે તમે અત્રે આવ્યા છે ! કેટલાક ગૃહસ્થાની કદાચ એવી ઇચ્છા હેાઈ શકે કે, અમે સાધુએ પાસે જઇશું તેા, ખીજા કાઈ બહાને અમને ધન મળી જશે પણ સાધુ કે સતીની એવી ભાવના હૈ।તી નથી. અત્રે ધનની પ્રાપ્તિ થતી -નથી છતાં તમે લોકો ધર્મશ્રવણુ કરવા આવા છે એથી એ સ્પષ્ટ થાય છે કે, અા અર્થ કેવળ ધન જ નથી.
જે વસ્તુની ઇચ્છા કરવામાં આવે તેનું નામ અ છે. પણ અત્રે એ વાત સ્પષ્ટ કરવામાં આવે છે કે, ધાર્મિક લોકેા જે વસ્તુની ઇચ્છા કરે છે તેને અર્થ કહેવામાં આવે છે. ધાર્મિક લાકા ધર્મની જ ઇચ્છા રાખે છે. આ પ્રમાણે અત્રે અથ 'ના અથ ધર્મ વિષે વિવક્ષિત થએલા છે. એ જ ક્લાકમાં આગળ જતાં કહેવામાં આવ્યું છે કે, ધર્મરૂપી અથ માં જે દ્વારા ગતિ થાય છે તેની હું શિક્ષા આપું છું. ધર્મરૂપી અ`માં જ્ઞાનદ્વારા ગતિ થાય છે અને જ્ઞાનદ્વારા જ ધર્મરૂપી અને પ્રાપ્ત કરી શકાય છે ભાવાર્થ એ થાય છે કે, · હું નાનની શિક્ષા આપું છું.'
એટલા માટે આ કથનના
જ્ઞાનના અર્થ પણ વિસ્તૃત છે. સંસાર્વ્યવહારનું જ્ઞાન પણ જ્ઞાન જ કહેવાય છે પણ અહીં એમ કહેવામાં આવ્યું છે કે, ધર્મરૂપી અમાં ગતિ કરાવનાર તત્ત્વનું જ્ઞાન આપું છું અર્થાત્ તત્ત્વનું જ્ઞાન આપું છું. આ જ્ઞાન તમારામાં રહેલું છે પણ તે જાગ્રત નથી એટલા માટે હું શિક્ષા આપી તે જ્ઞાન જાગ્રત કરવાના પ્રયત્ન કરું છું.