________________
વદ ૨ ]
રાજકાટ-ચાતુર્માસ
[ પ
વિશ્વન શાશ્તે માંગલ્યે' એ અમાં સિદ્ધુ શબ્દના ખીજાને ઉપદેશ આપી જે મેક્ષે ગયા છે એવા સિદ્ધના ચેાથે અથ પણ કરવામાં આવે છે. શાસિતાના અ ખીજાને ઉપદેશ આપવા એવા થાય છે એટલા માટે જે ખીજાને ઉપદેશ આપી મેક્ષ પામ્યા છે તે સિદ્ધ છે.
આ ઉપરથી એમ કહી શકાય કે, જેઓ અહિન્ત થયા પછી સિદ્ધ થાય છે તેમને શાસિતા કહેવું એ તેા ઠીક છે કારણ કે, બીજાઓને કલ્યાણુને ઉપદેશ આપીને તે તે જ મેાક્ષ જાય છે પણ સિદ્ધ તા પંદર પ્રકારના હોય છે. શુ એ સિદ્ધોને માટે પણ આ શાસિતા અર્થ ઘટી શકે છે! જે મહાત્માએ ધ્યાનમૌનદ્વારા મેક્ષે જાય છે તેએ પણુ જગતના કાંઈ ઉપદેશ આપે છે! જો નહીં તેા પછી આ શાસિતાનેા અર્થે તેમને કેવી રીતે ઘટી શકે ?
આ પ્રશ્નના ઉત્તર એ છે કે, જે મહાત્માએ ધ્યાનમૌનદ્વારા મેક્ષે જાય છે તે પણ સંસારને કોઈ પ્રકારની શિક્ષા આપનાર હેાય છે ! એટલા માટે શાસિતા શબ્દ તેમને પણ લગાડી શકાય કારણ કે, તેઓ માન સેવીને પણ શિક્ષા આપે છે અને આવી શિક્ષાની સંસારને આવશ્યકતા પણ છે. આ સંસાર વિશેષતઃ માન સેવનારાઓની સહાયતાથી જ ચાલે છે. મૂંગી સૃષ્ટિના આધારે જ આ સૃષ્ટિ ખેલતી છે. પૃથ્વી પાણી વગેરેના જીવા મૂ`ગા છે પણ એ મૂ'ગા જ આ ખેાલતી સુષ્ટિનું પાલન કરે છે. આ જ પ્રમાણે જે મહાત્માએ ખેાલતા નથી પણ ધ્યાનમાનદ્રારા જ કલ્યાણ કરે છે તેએ સ`સારને કાઇ ઉપદેશ કે શિક્ષા આપતા નથી એમ નથી, તેઓ પણ જગતના ઉપકાર કરનારા હાય છે.
સિદ્ધ ભગવાન મેક્ષે ગયા છે અને તેથી જ લોકો મેાક્ષના ઇચ્છુક છે, જો તેઓ મેક્ષે ગયા ન હેાત તા કાઈ મેાક્ષની ઇચ્છા કરત નહીં, તે મહાત્માએ મન, વચન અને કાયાની સંશુદ્ધિ સાધીને મેક્ષે ગયા અને એ પ્રમાણે તેમણે સંસારના લેાકેાને મેાક્ષના માર્ગ બતાવ્યો તથા સાંસારિક લેાકેામાં મેાક્ષે જવાની ઇચ્છા ઉત્પન્ન કરી એટલા માટે તેમને પણ શાસિતા ' કહી શકાય !
:
શાસિતાની સાથે જ કહેવામાં આવ્યું છે જે માંગલિક છે તે સિદ્ધ છે. માંગલિકના પાપના નાશ કરનાર છે તે સિદ્ધ છે. આ
અ પાપના નાશ કરનાર એવા થાય છે. જે પ્રમાણે જે શાસિતા અને માંગલિક છે તે સિદ્ધ છે.
અત્રે એવા પ્રશ્ન થઈ શકે કે, જો સિદ્ધ ભગવાન માંગલિક છે તેા માટા મેટા મહાત્માઓને રોગ અને દુ:ખ કેમ સહેવાં પડયાં? ગજસુકુમાર મુનિના મસ્તક ઉપર ધગધગતાં અંગારા રાખવામાં આવ્યાં અને આ જ પ્રમાણે ખીજા મહાત્માઓને પણ અનેક રાગા-દુઃખા સહેવાં પડયાં તે પછી તેમાં સિદ્દોની માંગલિકતા આડે કેમ ન આવી ? આ પ્રશ્નના ઉત્તર એ છે કે, મોંગલના અથ પાપનો નાશ કરનાર એવા થાય છે. જો કષ્ટ આપનાર ઉપર કષ્ટ સહેનારને રાગદ્વેષ આવે તે તેએમાં માંગલ નથી એમ કહી શકાય પણ જો રાગદ્વેષ આવે નહીં તે તેમાં મંગલ છે એમ સમજવું જોઈ એ. ગજસુકુમાર મુનિના મસ્તક ઉપર ધગધગતાં અંગારા સામિલ બ્રાહ્મણે મૂકયાં તાપણુ તેમને શત્રુ ન માનતાં, મારામાં મંગલભાવને જગાડનાર મારા મિત્ર છે એમ જ તેમણે માન્યું.