________________
ર૬૦]
શ્રી જવાહિર વ્યાખ્યાન સગ્રહ
[ શ્રાવણ
અને મસ્તક એ ત્રણ અંગા માતાનાં હેાય છે, અને હાડ, માં તથા રામ એ ત્રણ અંગા પિતાનાં હાય છે. બાકીનાં અંગેા માતાપિતા બન્નેનાં હેાય છે. ''
શાસ્ત્રનું પ્રમાણ બતાવી ગુરુએ કહ્યું કે, આ પ્રમાણે માતાપિતાનાં અંગામાંથી પુત્રનું શરીર બનેલ છે એમ શાસ્ત્રમાં કહેલ છે પણ તું માતાપિતા ઉપર તારા ઉપકાર છે એમ કહે છે તેા બતાવ કે માતાપિતામાં તારાં કયાં અંગા છે કે જેથી તારા તેમના ઉપર ઉપકાર થયા હોય ! ”
ગુરુનું આ કથન સાંભળી માતાને પણ હિંમત આવી. તેણીએ પુત્રને કહ્યું કે, “ખાલ ! હવે તારે શું કહેવું છે ? તું મારા પેટનું ભાડુ અને દૂધની કીંમત આપવાનું કહેતા હતા પણ મારાં જે અંગે છે તેનું શું ભાડું આપે છે! અને મારાં અંગે મને અને તારાં પિતાનાં અંગે તેમને પાછાં સાંપી દે ’’
પુત્ર સુપ ઉભા રહ્યા. તે શું જવાબ આપે ! ગુરુજીના જડબાતોડ જવાબથી તેનું માઢું સીવાઇ ગયું હતું. ત્યારે માતાએ ગુરુજીને ફરીવાર પૂછ્યું કે, શાસ્ત્રમાં આ વિષે ખીજાં કાંઈ લખ્યું છે ?
ગુરુજીએ જવાબ આપ્યા કે, “શ્રી સ્થાનાંગ સૂત્રમાં ભગવાન મહાવીરે પોતે શ્રમણ નિગ્રન્થાને સંમેાધન કરીને કહ્યું છે કે હું ! આયુષ્યમાન શ્રમણ નિગ્રન્થા ! ત્રણ પ્રકા રના ઉપકારનું ઋણ ઉતારવું બહુ જ મુશ્કેલ છે. એક ા માતાપિતાના ઉપકારનું ઋણ, ખીજુ` સહાય કરનારના ઉપકારનું ઋણ અને ત્રીજું ધર્મમાં સ્થિર કરનાર ધર્માંચાના ઉપકારનું ઋણ. આ પ્રમાણે ભગવાને પુત્ર ઉપર માતાપિતાના ઉપકાર તા બતાવ્યા છે પણ પુત્રના માતાપિતા ઉપર ઉપકાર છે એવુ કાઇ શાસ્ત્રમાં વાંચવામાં આવ્યું નથી તેમ સાંભળવામાં પણ આવ્યું નથી.”
ગુરુ માતાપિતાના ઉપકાર વિષે આગળ કહેવા લાગ્યા કે, “માતાપિતાના ઉપકારના ઋણથી મુક્ત થવું બહુ જ મુશ્કેલ છે. શ્રી સ્થાનાંગ સુત્રમાં ભગવાનને પ્રશ્ન પૂછવામાં આવ્યા કે, હું ભગવંત ! જો કોઇ પુત્ર પેાતાના માતાપિતાને નવડાવે, ખવડાવે, કપડાં પહેરાવે તથા પેાતાના ખભે ઉપાડી ફેરવે તે તે માતાપિતાના ઉપકારના ઋણથી મુક્ત થઈ શકે કે નહિ ? ભગવાને ઉત્તર આપ્યા કે, એટલી સેવા કરવા છતાં પણ પુત્ર, માતાપિતાના ઋણથી મુક્ત થઈ શકે નહિ.
,,,
તમે કહેશેા કે, પુત્ર આથી વિશેષ સેવા શું કરી શકે ? આટલી બધી સેવા કરવા છતાં પણ તે પુત્ર, માતાપિતાના ઉપકારના બદલા વાળી ન શકે?
આ પ્રશ્નના ઉત્તર એ છે કે, પુત્ર જે શરીરદ્વારા માતાપિતાની સેવા કરે છે તે શરીર કાણે આપેલું છે ? હવે જો એજ શરીરદ્વારા માતાપિતાની સેવા કરે તે તેથી તે માતાપિતાના ઉપકારના ઋણથી મુક્ત કેમ થઇ શકે ? માબાપની સેવા કરનાર પુત્રને સુપુત્ર કે કૃતન કહી શકાય, પણ માતાપિતાના ઉપકારના ઋણથી મુક્ત થયેા છે એમ કહી શકાય નહિ. માતાપિતાના ઉપકારના ઋણથી વિમુક્ત કેમ થઈ શકાય તે માટે અનાથી મુનિનું ચિરત્ર જુઓ.