________________
વદી ૧૧]
રાજકોટ–ચાતુર્માસ
[૨૬૧
માબાપ બાળકની બહુ જ સાર સંભાળ રાખે છે છતાં કેટલાંક બાળકો મરી જાય છે. માતાપિતા એમ ચાહતા નથી કે અમારું બાળક મરી જાય છતાં મરી જાય છે એ ઉપરથી એમ જણાય છે કે, નિમિત્ત ગમે તેટલું સારું હોય પણ જ્યાં સુધી ઉપાદાન સારું ન હોય ત્યાંસુધી કાંઈ થઈ શકતું નથી. મતલબ કે, નિશ્ચયની વાત જુદી છે. પણ જ્યાં સુધી વ્યવહારમાં છીએ ત્યાં સુધી વ્યવહારને ભૂલવો ન જોઈએ. સ્ત્રી-પુત્રને તે માહ છૂટયો નથી, અને કેવળ માતા-પિતા માટે એમ કહેવું કે, માતાપિતા દુઃખથી મુક્ત કરી શકતા નથી, માટે તેમની સેવા કરવી વ્યર્થ છે, એમ કહેવું તે અનુચિત છે. આજે તે એવી હાલત થઈ રહી છે કે
બેટા ઝગરત બા૫ સેં, કર તિરિયા સે નેહ, બદાબદી સે કહત હાં, મહિં જુદા કરિ દેવ. મૅહિં જુદા કરી દેવ, ચીજ સબ ઘરકી મેરી; કેતી કરું ખરાબ, અકલ બિગરેગી તેરી. કહ ગિરિધર કવિરાય, સુને હે સજજન મિતા;
સમય પલટતે જાય, બાપ સે ઝગરત બેટા.”
આ પ્રમાણે પુત્ર માતાપિતાની સાથે લડાઈ ઝગડા કરી રહ્યા છે, પરંતુ એમ કરવું તે અનુચિત છે.
હવે પ્રશ્ન એ થાય છે કે, પુત્ર જ્યારે આટઆટલી માતાપિતાની સેવા કરવા છતાં પણ મુક્ત થઈ શકે નહિ તો કેવી રીતે ઋણમુક્ત થઈ શકે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, ઉપાદાનને સુધારવાથી જ ઋણમુક્ત થઈ શકે છે. જે ધર્મને કારણે તમારા માતાપિતાને તમારી સાથેને પિતા-પુત્રને સંબંધ થયું છે, જે ધર્મને કારણે તેમણે તમારે પાલન કર્યું છે તે ધર્મને દ્ધ કરે, તેનું બરાબર પાલન કરવું અને તે ધર્મધારા આત્માને સુધાર કરો અને એ રીતે ઉપાદાનને સુધારવું. આમ ઉપાદાનને સુધારવાથી ઋણથી મુક્ત થઈ શકાય છે,
સારાંશ એ છે કે, નિશ્વયની દષ્ટિએ તે માબાપ પુત્રના અને પુત્ર માબાપના નાથ થવામાં સમર્થ નથી, પણ આમ ત્યારે જ કહી શકાય અને તેજ કહી શકે કે જ્યારે અનાથી મુનિની માફક સંસારને ત્યાગ કરવામાં આવે! સ્ત્રી પુત્રને તે ત્યાગ કર્યો નથી અને કેવળ માબાપને ત્યાગ કરે છે તે મહા અન્યાય છે.
આ વાત પુત્રની અને તેના કર્તવ્યની થઈ હવે માબાપનાં કર્તવ્ય વિષે કહું છું. માતાપિતાએ તે એમ વિચારવું જોઈએ કે પુત્ર ભલે ગમે તે પૂત હોય પણ અમારે તે અમારા ધર્મનું જ પાલન કરવું જોઈએ. કારણકે અમારી સાથે તે અમારો ધર્મ જ રહેશે. જે પોતે આ પ્રમાણે ધર્મ ઉપર સ્થિર રહેશે તો “જેવી વેલ હશે તેવાં જ તેને ફળ લાગશે' એ કહેવત પ્રમાણે પુત્રો પણ સન્માર્ગે આવી જશે. પુત્રોને સુધારનાર અને બગાડનાર માબાપે જ છે. માટે માબાપોએ સર્વ પ્રથમ સુધરવું જોઈએ. જે માબાપ પિતે પહેલાં સુધરશે તો તેમની પ્રજા પણ સુધરશે. માતાપિતાના કલ્યાણમાં જ પ્રજાનું કલ્યાણ રહેલું છે.