________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
૨૬૨ ]
સુદર્શીન ચિરત્ર–૨૭
નૃપ આદેશે ઈન્દ્ર ઉત્સવે, ચલે સભી પુર બાહર; સજ શ્રૃંગારી ચલી નૃપ નારી, પિલા ઉસકી લાર. ડા ધન૦ ૩૧ જ્યારે પેાતાના આત્મા જાગૃત થાય છે ત્યારે સંસારનાં બધાં કાર્યોં જાગૃતિ કરવામાં સહાયક થઈ પડે છે. જેમકે અન્ન, પાણી, વસ્ત્ર આદિ પદાર્થો વગેરે ધર્મી અને પાપી બન્નેના ઉપયાગમાં આવે છે, પણ તે ધર્મીઓને તે ધમમાં મદદ આપે છે, અને પાપીએને પાપમાં મદદ આપે છે. જ્યારે પેાતાના આત્મા ધર્મી હૈાય છે ત્યારે સંસારમાં કોઈ પણ એવા પદાથ નથી જે પેાતાના ધર્મોમાં સહાયતા આપે નહિ. કપિલા સુદર્શનને ભ્રષ્ટ કરવા ચાહતી હતી પણ સુદર્શનને માટે તે પણ સાયિકા થઇ પડી. તેને કારણે જ સુદર્શને એવા નિશ્ચય કર્યો કે, મારે પારકે ઘેર કોઈ દિવસ ભૂલે ચૂકે જવું ન જોઇએ.
[ શ્રાવણ
કેટલાક લોકો એમ કહ્યા કરે છે કે, 'એ કામના ઝગડામાં અમે પડવા ચાહતા નથી.' આમ કહેનાર લાકોએ પાતાનાં ઘરનાં ઝગડાએ છેાડી દીધાં છે કે નહિ ? જો છેાડયા નથી તેા પછી કોઈના ભલાઇના કામમાં ‘હું બીજાની પંચાતમાં પડતા નથી’ એમ કહેવું કયાં સુધી ઠીક છે તેનેા વિચાર કરેા. સ્વાર્થ છેડયા પહેલાં પરમાર્થને છોડી દેવા એ અનુચિત છે.
સુદને ખીજાના ઘેર જવાના ત્યાગ કર્યાં અને આત્મસુધારના કાર્યમાં સંલગ્ન થયેા. કપિલ સુદર્શનને કહેતા કે, તમે હવે મારે ઘેર આવતા પણુ નથી ? ત્યારે સુદર્શન તેમને જવાબ આપતા કે, “હું ધર્મ કાર્યમાં સમય વ્યતીત કરું છું એ કારણે ખીજાને ત્યાં જવાના ત્યાગ કર્યો છે. ધર્મકાર્ય માં આખા દિવસ સંલગ્ન રહેવાને કારણે તમારે ત્યાં આવી શકતા નથી. માટે તે વિષે તમારે માઠું લગાડવું ન જોઇએ પણ તમારા મિત્રને ધર્માંકામાં પ્રાત્સાહિત કરવા માટે સહયેાગ આપવેા જોઇએ.”
ચપાના રાજા દધિવાહન હતા. પહેલાનાં રાજાએ પ્રજામાં ઉત્સાહ પ્રાણ પૂરવા માટે ઉત્સવાની યેાજના કરતા. આ દ્રષ્ટિએ ચંપામાં પહેલેથી ઇન્દ્રોત્સવ ઉજવવામાં આવતા હતેા. દધિવાને પણ તે ઉત્સવ ઉજવવા માટે ખૂબ તૈયારી કરાવી અને નગરજને ને આજ્ઞા કરી કે, કાલે ઇન્દ્રોત્સવ ઉજવવામાં આવશે માટે બધા લોકો એ ઉત્સવમાં ભાગ લેવા માટે નગર બહાર નીકળે, કોઈ નગરમાં રહે નહિ. કેટલાક લોકો ધાર્મિક હોવા છતાં કેવળ રાજાજ્ઞાનું પાલન કરવા માટે અનિચ્છાએ પણ નગર બહાર ઇન્દ્રોત્સવમાં ભાગ લેવા જતા. કેટલાક લોકો માજ માણવા માટે, તેા કેટલાક લોકો ખરાબ ભાવનાથી પણ ઈન્દ્રોત્સવમાં જતા.
દધિવાહનની આજ્ઞા સાંભળી સુદન વિચારવા લાગ્યા કે, મારે તેા તે દિવસે ઉપવાસ કરી ધમધ્યાન કરવું છે. પણ રાજાએ ઇન્દ્રોત્સવ ઉજવવાની નગરજને ને આજ્ઞા આપી છે, માટે તેમની સ્વીકૃતિ લીધા બાદ ધર્માંધ્યાન કરવું ઠીક રહેશે એમ વિચાર કરીને રાજા પાસે ગયા. રાજાએ તેના સત્કાર કર્યો, અને કહ્યું કે, શેઠજી! આ ઈન્દ્રોત્સવ ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે તેા તમે ઉત્સવના પ્રબંધનું કામ માથે લઈ જેમ તમને ઇચ્છિા થાય તેમ