________________
વદી ૧૧ ]
રાજકોટ–ચાતુર્માસ
[ ૨૫૯
- પુત્રે જવાબ આપ્યો કે, “તેં મને દૂધ પાયું એમાં તેં શે ઉપકાર કર્યો ? મારે જન્મ થયો ત્યારે તે દૂધ આવ્યું ને ? વળી જો હું ધાવત નહિ તે તારા સ્તનમાં તને જ પીડા થાત ! એ તે મારો ઉપકાર માન કે મેં પીડા થતી અટકાવી. આમ છતાં જો તું દૂધ પાવા માટે તકરાર કરતી હો તે દૂધના પૈસા લઈ લે, બીજું શું?”
માતાએ કહ્યું કે, “દૂધના તે પૈસા દેવા તૈયાર થઈ ગયો છે પણ તેને નવ મહિના પેટમાં રાખે તેનું શું? શું તે ઉપકાર પણ તું ભૂલી જઈશ?”
પુત્રે જવાબ આપ્યો કે, તેં મને પેટમાં રાખ્યો હતો એ જ તારી ભૂલ છે. મેં જ મારી જગ્યા પેટમાં કરી લીધી હતી એમાં તે શે ઉપકાર કર્યો? આમ છતાં તે મને પેટમાં રાખ્યો હતો તેનું ભાડું લેવું હોય તે ભાડું લઈ લે, બીજું શું?”
મા સીધી સાદી હતી, એટલે તેણીએ વિચાર્યું કે છોકરા સાથે આમ માથાકુટ કરવાથી કાંઈ નહિ વળે, માટે ચાલ તેને ગુરુની પાસે લઈ જાઊં ! આ પ્રમાણે વિચાર કરી તેણીએ છોકરાને કહ્યું કે, “ચાલ, આપણે ગુરુ પાસે જઇએ અને તેમની પાસે આપણી વાતને નિર્ણય કરાવીએ. જો તેઓ એમ કહેશે કે, પુત્રને માતાપિતા ઉપર ઉપકાર છે તે તે હું તારે જુલ્મ સહું છું અને સહીશ, પણ જે તેઓ એમ કહેશે કે માતાપિતાને પુત્ર ઉપર ઉપકાર છે, તે તેમનું કથન તારે માનવું પડશે.” - પુત્રે આ વાત સ્વીકારી ગુરુની પાસે જવાનું કબૂલ કર્યું. તેને તે એવો વિશ્વાસ જ હતો કે, માતાપિતા વગેરે કોઈ, કોઈને દુઃખથી મુક્ત કરી શકતા નથી; એટલા માટે ગુરુ પણ એમ જ કહેશે. આ પ્રમાણે વિચાર કરી તેણે માને ગુરુની પાસે જવાની હા પાડી, અને ગુરુની પાસે ગયા,
જે તેમને કઈ ખોટા સાધુને ભેટો થઈ ગયે હેત તે માતાના ભોગ જ મરત અને કરે પણ માતાના માથે ચડી બેસત ! પણ તે ગુરુ ભગવાન મહાવીરના શાસ્ત્રના જાણકાર હતા.
માતાએ ગુરુને બધી વાત કહી બતાવી અને કહ્યું કે, “ગુરુજી ! માતાપિતાને સંતાને ઉપર અનંત ઉપકાર છે એમ સૌ કોઈ જાણે છે છતાં મારો આ પુત્ર એમ કહે છે કે, પુત્રને માતાપિતા ઉપર ઉપકાર છે, માટે આ વિષે શાસ્ત્ર શું કહે છે એ આપ બતાવે ! ”
છોકરાએ પોતાની વાતને પુષ્ટ કરવા માટે ગુરુજીને કહ્યું કે, “ શ્રી ઉત્તરાધ્યયન-સૂત્રમાં માતાપિતા વગેરે કઈ કોઈને દુઃખ મુક્ત કરી શકતા નથી એમ કહેવામાં આવ્યું છે, માટે માતાપિતાની સેવા કરવી એ એકાન્ત પાપ છે કે નહિ? આ પ્રમાણે શાસ્ત્રમાં માતા પિતા વગેરે કોઈ કલ્યાણ કરી નથી શકતા એમ સાફ કહ્યું છે, કેવળ સાધુઓ જ કલ્યાણ કરી શકે; માટે આપ જે નિર્ણય આપે તે ઊંડે વિચાર કરીને આપજો.”
પુત્રની વાત સાંભળી ગુરુજી સમજી ગયા કે આ છોકરે ભ્રમમાં પડેલો છે. છોકરાના બ્રમનું નિરાકરણ કરતા ગુરુજીએ કહ્યું કે, “શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે, શરીરનાં બણ અંગ પિતાનાં હોય છે, બાકીનાં અંગે માતાપિતા બન્નેનાં હેય છે. માંસ, રુધિર