________________
૨૫૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ દીર્ધ રાજાની સાથે ભ્રષ્ટ થઈ જવાને કારણે તેણીએ પોતાના પુત્ર બ્રહ્મદત્તને પણ મારી નાંખવાને વિચાર અને પ્રયત્ન કર્યો. તેણીએ વિચાર્યું કે, મારા પુત્ર માટે થયે છે, એટલે તે મારા સુખમાં બાધક થશે. આ પ્રમાણે વિચાર કરી તેણીએ લાખનું ઘર તૈયાર કરાવ્યું અને તેમાં બ્રહ્મદરને સુવડાવી રાતના સમયે પોતે ઉઠીને તે લાખના ઘરને આગ લગાડી. એ તે પૂર્વ પુણ્યથી કે પ્રધાનની ચાલાકીથી બ્રહ્મદત્ત બચી ગયો, બાકી તેને મારી નાંખવા માટે તેની માતાએ કાંઈ ખામી રાખી ન હતી.
અનાથી મુનિ કહે છે કે, “હે રાજન ! આવી નિષ્ફર માતાઓ પણ હોય છે પણ એવી માતાએ ભૂતકાળમાં થઈ છે, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં થશે કે જેઓ પિતાને પ્રાણ આપીને પણ પોતાના પુત્રની રક્ષા કરે. મારી માતા પણ મારા ઉપર બહુ વહાલ રાખતી, અને મારા દુઃખે દુઃખી રહેતી પણ મારા દુઃખને તે મટાડી શકી નહિ; તેમ હું પણ તેમના દુઃખને મટાડી શકો નહિ એવી મારી અનાથતા હતી.”
અનાથી મુનિના આ કથનને કઈ એ ઊલટે અર્થ ન કરે કે, માતા દુઃખથી મુકત કરી શકતી નથી એટલે તેને માનવી જ નહિ! આજે એવી શિક્ષા પણ આપવામાં આવે છે કે, સંતાને ઉપર માતાપિતાને શો ઉપકાર છે? બલકે થલી મારવાડને એક સંપ્રદાય તે ત્યાં સુધી કહે છે કે, “માતાપિતા માટે સંતાને કુપાત્ર છે અને સંતાને માટે માતાપિતા કુપાત્ર છે. માતાપિતાની સેવા કે દયા કરવી એ એકાન્ત પાપ છે. માતાપિતા કે પુત્ર કોઈ કોઈની સહાયતા કરી શકતું નથી, તેમ કોઈ કોઈનું દુઃખ હરી શકતું નથી.” આ કથનના પ્રમાણમાં તે લોકો અનાથી મુનિનું ઉદાહરણ આપે છે કે અનાથી મુનિને તેમના માતાપિતા પણ દુઃખમુકત કરી શક્યા નહિ એટલા માટે તેમની સેવા કરવી એ એકાન્ત કર્મબંધનું કારણ છે.
ઉપરની વાત કેટલી બધી ભ્રામક, અનુચિત અને શાસ્ત્રની વિરુદ્ધ છે. તે એક દષ્ટાંતદ્વારા સમજાવું છું જેથી તે વાત તમારી સમજમાં આવી જાય !
એક માતા પિતાના પુત્રને કહ્યું કે, “બેટા ! હવે તું ભણીગણીને હોશીયાર થયો છે એટલે તું અમારી સેવા કરીશ એવી અમે આશા રાખીને બેઠા છીએ, પણ તું તે ઊ દુઃખ આપી રહ્યો છે! તને ખબર છે કે, અમે તારા માટે કેટલાં દુઃખ સહ્યાં છે અને તેને કેવી રીતે ઉછેર્યો છે ! તું તે જાણે એ ઉપકારને ભૂલી જ ગમે છે !”
માતાનું કથન સાંભળી પુત્ર કહેવા લાગ્યો કે, “બસ! બહુ થયું. બહુ ડહાપણ ડોળા નહિ! તમારે મારા ઉપર શે ઉપકાર છે ! ઊલટે મેં તમારા ઉપર ઉપકાર કર્યો છે. જુઓ ! જ્યારે મારો જન્મ થયો ન હતો ત્યારે તમે કેવા ઉદાસ રહેતા હતા ! અને મારા માટે કેવા તલસતા હતા ! જ્યારે હું પેટમાં આવ્યો ત્યારે તમને કેવી પ્રસન્નતા થઈ. વળી મને જન્મ આપવામાં તમે મારા ઉપર શે ઉપકાર કર્યો છે! ઊલટું મારો જન્મ થવાથી તમારું વાંઝીયાપણું દૂર થયું. માટે તમે મારા ઉપર કાંઈ ઉપકાર કર્યો નથી, ઊલટું તમારું વાંઝીયાપણું દૂર કરી મેં તમારા ઉપર ઉપકાર કર્યો છે.”
પુત્રનું કથન સાંભળી માતા કહેવા લાગી કે, “અરે ! બેટા! આ તું શું બોલે છે ? આવું બેલવું તને શોભે ખરું? જરા વિચાર તે કર કે, મેં તને દૂધ પાઈને માટે કર્યો છે.”