________________
વદી ૧૧]
રાજકેટ-ચાતુર્માસ
[ ૨૫૭
મા"
છે. આ વાતને સ્પષ્ટ કરવા માટે મુનિ પિતાના સ્વાનુભવની વાત કહે છે કે, હે રાજન ! મારા પિતા મારા રોગને દૂર કરવા માટે બધી સંપત્તિ આપવા પણ તૈયાર થયા હતા છતાં મારા રોગને તેઓ દૂર કરી ન શક્યા ! ”
કથાનકોમાં અનાથી મુનિના પિતાને ઈમ્બે શેઠ હતા એમ કહેલ છે; એમ સાંભળ્યું છે. ઈબ્દ શેઠનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે, ઈબ શેઠ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એમ ત્રણ પ્રકારના હોય છે. જેમની પાસે હાથીને રૂપિયાથી ઢાંકી દેવા જેટલું ધન છે તે કનિષ્ઠ ઈબ્દ શેઠ કહેવાય છે. જે સોનામહોરોથી હાથીને ઢાંકી દે તે મધ્યમ ઈબ શેઠ કહેવાય છે અને જેમની પાસે રત્નોથી હાથીને ઢાંકી દેવા જેટલું ધન હોય તે ઉત્તમ ઈ... શેઠ કહેવાય છે. અનાથી મુનિના પિતા પ૭ ઈમ્બના ધનિક હતા. તેમના પિતા આટલા બધા ધનવાન હતા. તેમને જે રોગમુક્ત કરે તેને તેમના પિતા બધી ધન સંપત્તિ આપવા પણ તૈયાર થયા હતા, પણ અનાથી મુનિને કોઈ રોગમુક્ત કરી ન શક્યા એવી તેમની અનાથતા હતી.
મુનિ કહે છે કે, “હે ! રાજન ! તું પિતાને સંપત્તિ હોવાને કારણે સનાથ માને છે પણ મારે ત્યાં સંપત્તિની ક્યાં ખામી હતી ! સંપત્તિની ખામી ન હોવા છતાં હું અનાથ હતું તે તું સંપત્તિને કારણે સનાથ કેમ થઈ શકે? અને જ્યારે તે પોતાને જ નાથ નથી તે પછી બીજાને નાથ તું શી રીતે બની શકે?”
माया मे महाराय ! पुत्तसोगदुट्टिया ।
न य दुकखा विमोयंति, एसा मज्झ अणाहया ॥२५॥ હે રાજન ! મારી માતા, મારા દુઃખથી દુઃખી રહ્યા કરતી હતી, છતાં પણ તે મને દુખથી છોડાવી શકી નહિ. એવી મારી અનાથતા હતી.
હે રાજન ! કેટલાક લોકોની માતાએ પોતાના પુત્રો પ્રત્યે પ્રેમ ધરાવતી નથી પરંતુ મારી માતા એવી ન હતી. મારી માતા મારા ઉપર ઘણું જ કૃપા રાખતી, મારા ઉપર હમેશાં દયા રાખતી, મને દુઃખી જોઈને દુઃખી થતી, અને મને કહેતી કે, “વહાલા પુત્ર! તારી આંખમાં કોઈ ભાલું ભકતું હોય એવી કારમી પીડા થાય છે છતાં હું તને પીડામુક્ત કરી શકતી નથી. જે કોઈ બહારનો શત્રુ તને ભાલું ભકતો હોય તે એ ભાલાને પ્રહાર હું સહન કરી લઉં પણ તને જે શરીરની પીડા થઈ રહી છે એને માટે હું શું કરી શકું?” હે રાજન ! આ પ્રમાણે મારી માતા પિતાના મુખે જ પિતાની અસમર્થતા અને અનાથતા પ્રગટ કરતી હતી. માતાના કહેવા ઉપરથી મને ભાન થયું કે, મારી અનાથતાના કારણે જ હું દુઃખી છું.
વળા, હે રાજન ! કેટલીક માતાઓ એટલી તો નિષ્ફર હેય છે કે, પિતાના સ્વાર્થની ખાતર પિતાના પુત્રને પણ મારી નાખે છે, પરંતુ મારી માતા એવી ન હતી. તે તે મારા ઉપર બહુ જ પ્રેમભાવ રાખતી હતી.”
શાસ્ત્રની એક કથામાં કહ્યું છે કે, બ્રહ્મદત્ત ચક્રવર્તીની માતાએ સ્વપ્નમાં ચૌદ સ્વખાઓ જોયાં હતાં એ ઉપરથી “મારે પુત્ર ચક્રવર્તી થશે' એવું તે જાણતી હતી, પણ
૩૩