________________
૨૫૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સગ્રહ
[ શ્રાવણ
એ તેની પર્યાય છે. પણ આજ કાલ લોકો દ્રવ્યને તા ભૂલી જાય છે અને કેવળ પર્યાયને પકડી બેસે છે. પણ લાકોની આ ગભીર ભૂલ છે. એટલા માટે કેવળ પર્યાયાને પકડી ન બેસતાં દ્રવ્યને પણ જુએ.
આત્મતત્ત્વ એ મૂળ દ્રવ્ય છે. શરીર એ તેની પર્યાય છે. આ આત્માએ અનેક શરીરા ધારણ કર્યા છે; પણ એથી આત્માની સિદ્ધિ સાધી શકાઇ નથી. આત્મતત્ત્વને ન ભૂલે તે તેમાં તમારું કલ્યાણુ છે. આ પ્રમાણે કહેવું એ મારું કામ છે, અને કરવું એ તમારું કામ છે. વૈદ્ય દવા અને તેના ગુણ બતાવી શકે, પણ દવા ખાવી એ તા રાગીનું જ કામ છે. આ જ પ્રમાણે જ્ઞાનીજને દ્રવ્ય અને પર્યાયના તાત્ત્વિક વિચાર જણાવે છે, હવે એ તાત્ત્વિક વિચારને સમજી વ્યવહારમાં લાવવા એ તે તમારું જ કામ છે. જયાં કંચન તિહુ કાલ કહીજે, ભુષણ નામ અનેકરે; ત્યાં જગજીવ ચરાચર ચાની હૈ, ચેતન ગુણ એકરે.
જે પ્રમાણે સેાનું દ્રવ્ય તા એક જ છે પણ તેનાં ધરેણાં જુદી જુદી જાતનાં ખની શકે છે તે જ પ્રમાણે ચરાચર યોનિ અનેક પ્રકારની છે પણ ચૈતન્ય ગુણ તો બધામાં એક સમાન જ છે. તે ચૈતન્ય ગુણને જીએ. કેવળ શરીરની પર્યાયમાં જ પડયા ન રહેા.
અપના આપ વિષય થિર આતમ, સાહ... હંસ કહાયરે-પ્રાણી.
આ પ્રમાણે દ્રવ્યને મુખ્યતઃ વિચાર કરવા જોઈ એ. પર્યાયની કીંમત આંકતાં આંકતાં તો અનંત કાળ ચાલ્યા ગયા, હવે કેટલા વખત એમાં પડયા રહું ? એમ આત્માએ વિચાર કરવા જોઇએ. કાઈ શરાફ સાનાનું મૂલ્ય ન આંકતાં ઘાટનું જ મૂલ્ય આંકીને ખરીદી કર્યાં કરે, તા તા તેને દીવાળું વહેલું કાઢવું પડે. શરાફ્ તા સાનાની જ કીંમત આંકે છે. તે જ પ્રમાણે તમે પણ કેવળ પર્યાયને ન જોતાં, દ્રવ્ય-જીવને જુએ. દ્રવ્યજીવને જોવાથી વિષય સ્થિર થઈ જશે અને એમ કરવાથી તે “સાહ”ના હંસ બની જશે !‘અનહલક' બની જશે. ‘સાહ”ના અ` જેવા તે છે તેવા જ હું છું, અને હુંસ'ના અથ જેવા હું છું તેવા જ તે છે. અર્થાત્ હું જ તે છું. અનલકના અર્થ પણ એજ છે કે, ‘હું ખુદા છું.’
આ પ્રમાણે તૂ-હું ના ભેદ જ મટી જશે. દ્રવ્ય અને પર્યાંયનું જ્ઞાન કરવા માટે જ પરમાત્માની પ્રાર્થના કરવામાં આવે છે. પરમાત્માની પ્રાર્થના કરવાથી દ્રવ્ય અને પર્યાયનું જ્ઞાન થશે અને એ પ્રમાણે જ્ઞાન પ્રાપ્ત કરતાં કરતાં એક દિવસ તમે પણ તેમના જેવા જ બની જશો. એટલા માટે પરમાત્માની પ્રાર્થનાને અપનાવા તે તેમાં તમારું કલ્યાણ છે. દ્રવ્યને કેવી રીતે ભુલાઈ જવામાં આવે છે અને પર્યાયને કેવી રીતે પકડી રાખવામાં આવે છે એ વાત હવે શાસ્ત્રદ્રારા સમજાવું છુ. શાસ્ત્રમાં આ વાત વારંવાર સમજાવવામાં આવી છે. હમણાં તે હું આ વાત ઉત્તરાધ્યયન સૂત્રના વીસમા અધ્યયન દ્વારા સમજાવું છું. અનાથી મુનિના અધિકાર—૨૭
અનાથી મુનિ કહે છે કે, “હું રાજન્! જે દ્રવ્યને ભૂલી જઇ પર્યાયમાં પડયા રહે છે તે અનાથ છે. અને જે પર્યાયને ગાણુ માની દ્રવ્યને મુખ્યપણે જુએ છે તે સનાથ