________________
વદી ૧૦ ] રાજકેટ-ચાતુર્માસ
[ ૨૫૫ જેસા ખાવે અન્ન, વૈસા હવે મન
જૈસા પીવે પાની, વૈસી હવે વાણી છે આ કહેવત પ્રમાણે જેવો આચાર વિચાર રાખવામાં આવશે તેવાં જ તમારા સંસ્કારે ઘડાશે. ભારતની સંસ્કૃતિ જીવનને સંસ્કૃત બનાવે છે જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિ જીવનને વિકૃત બનાવનારી છે.
આ ભારતભૂમિ પુણ્ય ભૂમિ છે. આ દેશની બરાબરી કોઈદેશ કરી શકતો નથી, પણ તમે આ દેશની સંસ્કૃતિને ભૂલી જઈ યુરોપની સંસ્કૃતિને અપનાવી રહ્યા છે. જ્યારે ભારતમાં મુસલમાન બાદશાહો આવ્યા હતા ત્યારે તેમણે ભારતને અપનાવ્યો હતો. ભારતને પિતાની સંસ્કૃતિ તેમણે આપી હતી અને ભારતની સંસ્કૃતિ તેમણે પણ સ્વીકારી હતી. તેઓએ ભારતની સંસ્કૃતિને નાશ કરી પિતાની સંસ્કૃતિ ભારતને અપનાવવાને કદાગ્રહ કર્યો ન હતો. જો કે પાછળથી કેટલાક બાદશાહે ધમધતાને કારણે ભારત ઉપર જુલ્મ ગુજારતા હતા પણ એ જુલ્મથી પણ ભારતમાં વીરતા આવી હતી; પણ આજની શિક્ષા અને સંસ્કૃતિનું “મીઠું વિષ” એવું છે કે, શિક્ષાની સાથે જ ભારતીય સંસ્કૃતિને નાશ કેવી રીતે થઈ રહ્યો છે તેને વિચાર કરે અને ભારતીય સંસ્કૃતિની રક્ષા કરવાનો પ્રયત્ન કરે. ભારતભૂમિ પુણ્યભૂમિ છે. આજ પુણ્યભૂમિમાં ભગવાન પાર્શ્વનાથ જેવા મહા પુરુષ થયા હતા. એ મહા પુરુષની શિક્ષાને અપનાવી જીવનમાં સ્થાન આપશે તે: તેમાં તમારું કલ્યાણ જ છે.
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ શ્રાવણ વદી ૧૧ બુધવાર
પ્રાર્થના ધન-ધન જનક સિહારથ, ધન વિસલદે માતરે પ્રાણ જ્યાં સુત જા ને ગેદ ખિલાયે, બર્તમાન વિખ્યાતરે પ્રાણુ.
શ્રી મહાવીર નમે વરનાણી. ૧ મહાવીર ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્માની પ્રાર્થનામાં આત્માએ મુખ્યતઃ ક્યા તત્ત્વને વિચાર કરવો જોઈએ, એ વિષે ઘણીવાર ચર્ચા કરવામાં આવી છે. આજે પણ એ વિષે હું થોડુંક કહું છું.
પરમાત્માની પ્રાર્થના કરતી વખતે મુખ્યતઃ આત્મતત્ત્વને વિચાર કરવો જોઈએ. સંસારમાં દ્રવ્ય અને પર્યાય બને જોવામાં આવે છે, પણ પર્યાનો મૂળ આધાર તે દ્રવ્ય જ છે. દ્રવ્ય ન હોય તે પર્યાય કોની બને ! સેનાના દાગીનાને તે લેકે જુએ છે પણ જે તેનું જ ન હોય તે દાગીને કેવી રીતે બને ? સેનું એ દ્રવ્ય છે અને દાગીને