________________
૨૫૪ |
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
હું આજે ધેર તેડી આવી અને બધી વાત જાણી શકી; પણ પુરુષો કેવા હોય છે કે તે નપુંસક હાવા છતાં પણ વિવાહ કરી પોતાની ગણના પુરુષોમાં કરાવે છે,
પુરાહિત કપિલ બહારગામથી ઘેર આવ્યા. કપિલા જાણે કાંઈ ઘટના બની જ ન હાય તેમ કાંઇ ખેલી નહિ ! તે સારી રીતે જાણતી હતી કે શેઠે ભલે નપુંસક હોય પણ તે ગુપ્ત વાંત કાઇને કરે એવા નથી. વળી, તેણે મારી સામે આ ગુપ્ત વાત કાઇને ન કહેવાના સાગઃ ખાધા છે. આ પ્રમાણે વિચાર કરી કપિલાએ કપિલને કાંઇ વાત કહી નહિ !
ખીજે દિવસે કપિલ સુદર્શનને મળ્યા ત્યારે કહ્યું કે, “હવે તે તમે મારે ઘેર પણુ આવતા જ નથી તેનું શું કારણ ? ” સુદર્શને જવાબ આપ્યા કે, “કાઇને ઘેર નહિ જવાનું મેં વ્રત લીધું છે.” કપિલે કહ્યું કે, “એ વ્રત તે તમે પહેલાં પણ લીધું હતું.” સુદર્શને ઉત્તર આપ્યા કે, “પહેલાં મિત્રને ત્યાં જવાની છૂટ રાખી હતી પણ હવે મિત્રને ત્યાં પણ ન જવાનું વ્રત લીધું છે. કેવળ તમારે ત્યાં જ નહિ પણ કાષ્ઠને ત્યાં ન જવાનું વ્રત લીધું છે. ફક્ત રાજાને ત્યાં કે રાજસભામાં જવાની છૂટ રાખી છે. મારા આ વિચાર જાણી તમને પ્રસન્નતા થવી જોઇએ.”
પ્રત્યેક માણસે એકવાર ઠાકર લાગ્યા બાદ હોશીયાર થવું જ જોઇએ. જે એકવાર ઠોકર ખાઇને પણ હોશીયાર થતા નથી તે મૂર્ખ છે.
シ
જે હમેશાં સાવધાન રહે છે તે પરમાત્માના જેવા છે. આ સંસારમાં જે કાઈ
દિવસ ઠોકર ખાતા જ નથી તેના વિષે કહેવું જ શું ? પણ જે ઠોકર ખાય છે તે લોકો બહિરાભા. અંતરાત્મા તે છે કે,
એ પ્રકારના હોય છે. એક તો અંતરાત્મા અને બીજો જે એકવાર ઠોકર ખાઈને સાવધાન થઇ જાય છે, અને બહિરાભાએ ઠોકર ખાવા છતાં પણ સાવધાન થતાં નથી; પણ વારવાર તે ઢોકર ખાધા કરે છે. જ્યારે બાહ્ય વસ્તુઓના ખેાટા ભપકામાં જ જે લેાકેા અંજાઈ જાય છે અને વસ્તુના મૂળ સ્વભાવને જે લોકા ભૂલી જાય છે તે બધા બહિરાભા છે.
આજે ખાદ્ય વસ્તુએના ભપકામાં લેાકા અંજાઈ જતાં વધારે જોવામાં આવે છે. ખાન-પાન તથા પહેરવેશમાં આજે બહારના ભપકો જ જોવામાં આવે છે. તમે લેાકેા હિંદુસ્થાનમાં જન્મ્યા છે. અને હિંદુસ્થાનમાં જ તમારુ પાલન-પાષણ થયું છે છતાં પણુ તમે તમારુ ખાન-પાન, ભાષા તથા પહેરવેશ વિલાયત જેવા બનાવવા ચાહે છે. ભારતીય સંસ્કૃતિને ભૂલી જઈ જાણે પરદેશની સંસ્કૃતિને અપનાવવા ચાહતા હા એવું જણાય છે. વાયસરોય ભારતના હાકેમ થઇ ભારતમાં આવ્યા છે. તેને ભારતીય પેાશાક પહેરવાનું કહેવામાં આવે તો શું તે પહેરશે ? તે તો કદાચ એવા જવાબ આપશે કે, તમે બેવકૂફ્ છે ! અમે મૂખ નથી ! અમે દશ હજાર માઇલના દરીયાઇ રસ્તો કાપીને કાંઈ અમારી સંસ્કૃતિ ખાવા અહીં આવ્યા નથી, પરંતુ રાજ્યશાસન કરવા અને અમારી સંસ્કૃતિના પ્રચાર કરવા અમે અત્રે આવ્યા છીએ. આજે ભારતીયે। પાશ્ચાત્ય સંસ્કૃતિને અપનાવી રહ્યા છે, અને પાર્ઘાત્ય–ભારતીય સંસ્કૃતિને ભૂલી રહ્યા છે. આનું કારણ વત્તમાન શિક્ષાપ્રણાલી છે. આજની શિક્ષા ભારતીય સંસ્કૃતિના નાશ કરી રહી છે. વાસ્તવિક શિક્ષા કેવી હાવી જોઈ એ એને માટે એક કહેવત છે કેઃ—