________________
વદી ૧૦]
રાજકોટ–ચાતુર્માસ
[૨૫૩
ર્શન જેવી ઉન્નત ભાવના ભાવવામાં આવે ત્યારે જ પરસ્ત્રીને માતાની દૃષ્ટિએ જોઈ શકાય છે, અને આજ દ્રષ્ટિએ સુદર્શન પણ પિતાને પરસ્ત્રીને માટે નપુંસક સમજતો હતો !
હવે કોઈ એમ કહે કે, પરસ્ત્રીમાં તે વેશ્યાનો પણ સમાવેશ થઈ જાય છે તે શું વેશ્યાને પણ માતાની સમાન માનવી ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, જે વેશ્યાને માતાની દ્રષ્ટિએ માનવામાં ન આવે તો તેના પ્રતિ વેશ્યાની ભાવના બાકી રહેશે, અને પરિણામે વિકાર પણ દૂર થાશે નહિ! વિકાર તે દૂર ત્યારે જ થાય કે જ્યારે સ્વસ્ત્રીની સિવાય બધાને માતાની સમાન માનવામાં આવે.
કઈ દાક્તર, કોઈ રોગી સાધુ કે વેશ્યાને રોગને દૂર કરવા માટે કઈ દષ્ટિએ જુએ છે? તે તે બન્નેને રોગને દૂર કરવા માટે સમાન દષ્ટિએ જ જુએ છે! આ જ પ્રમાણે વેશ્યાને પણ માતાની સમાન માનવામાં આવશે ત્યારે જ વિકાર દૂર થઈ શકશે. ઉદાહરણ તરીકે કેઈએ કહ્યું કે, આ મંત્રને જાપ કરવાથી નાગણ પણ ફુલની માળા બની જશે તો એ મંત્રના જાપથી નાગણને કુલની માળા બનાવવી એ સારું છે કે તેને વિષ વાળી વધારે બનાવવી એ સારું છે ? આજ પ્રમાણે વેશ્યા પણ વિષ ચડાવનારી છે. હવે તેને માતા કહેવાને જાપ કરવાથી તેને ફુલની માળા જેવી બનાવવી એ સારું છે, કે નાગણ જેવી વિષ ચડાવનારી બનાવવી એ સારું છે ! માતા માનવાથી તે વિષ ચડાવનારી વસ્યા પણ નિવિષ બની જાય છે. આજ કારણે સુદર્શને કપિલાને કહ્યું કે, હું નપુંસક છું; કારણ કે, તે કપિલાને માતા માનતા હતા, અને માતાને માટે બધા નપુંસક જ છે. એટલા માટે સુદર્શને જે કાંઈ કહ્યું હતું તે ઠીક જ કહ્યું હતું, કપટ કરીને તેણે કાંઈ ખોટું કહ્યું ન હતું. સુદર્શનમાં માતાને માટે નપુંસક રહેવાની અને પશ્રીને માતા માનવાની જે ભાવના હતી, એ ભાવનાને કારણે સુદર્શન પોતે પણ બચી ગયું અને કપિલાને પણ બચાવી.
લિયા નિયમ પરથ૨ જાને કા, જહાં રહતી હે નાર; નિજધર રહકે ધર્મ આરાધે, શિયલ શુદ્ધ આચાર. | ધન ૩૦ .
સુદર્શન ઘેર આવી વિચારવા લાગ્યો કે, આ કપિલા માતાને દેષ નથી પણ મારા શરીરનો જ દોષ છે. તેને મારા શરીરની માહિતી લાગી હતી એ કારણે જ તેણીએ એમ કર્યું પણ હું કોઈના ઘેર જ જતો ન હોત તે આવો અવસર જ કેમ આવત? જે થયું તે થયું પણ જે માર્ગે જવાથી જીવનનું જોખમ હોય તે માર્ગે ન જ જવું એ જ સારું છે; એટલા માટે હવે હું એ નિશ્ચય ઉપર આવું છું કે, હવેથી હું જ્યાં સ્ત્રીને વસવાટ હોય તે ઘેર જઈશ નહિ. રાજાને ત્યાં કે રાજસભામાં જવું પડે તે એ વાત જુદી છે.
સુદર્શન તે આ પ્રમાણે વિચાર કરી રહ્યો હતો જ્યારે કપિલા જુદો જ વિચાર કરી રહી હતી કે, આ શેઠ દેખાવમાં તે કેટલે બધે સુંદર છે. પણ તે નપુંસક નીકળ્યો.
જ્યારે તે નપુંસક છે તે તેની સ્ત્રી શું કરતી હશે ! તેની સ્ત્રી તે સતી કહેવાય છે પણ તે કેવી હોય છે તેની ખબર આજે પડી ગઈ. રાજાના ઘરની કેવી સ્થિતિ હોય છે તે તે મેં જોયું જ હતું અને આજે શેઠના ઘરની સ્થિતિ પણ જાણવામાં આવી ગઈ. બધી સ્ત્રીઓ મારા જેવી જ હોય છે તે હું બરાબર સમજી ગઈ છું. એ તે સારું થયું કે શેઠને