________________
૨૫૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
સાંભળી પાંદડાં કહેવા લાગ્યા કે હૈયે રાખે, તારા માટે પણ એવો એક દિવસ આવશે જ્યારે તારે પણ નીચે પડવું પડશે !
હે રાજન ! શું બીજા લોકોની પણ આવી દશા થતી નહિ હોય! એ દશાને તે બધાને પ્રાપ્ત થવું પડશે. એ તો સાધારણ નિયમ છે. રોગ તે બધાને થાય છે, પણ શું કોઈ કોઈને રોગ લઈ શકે છે ! મારા પિતાએ મારું દુઃખ દૂર કરવા પ્રયત્ન કર્યો પણ તેઓ મારા દુઃખને દૂર કરી શક્યા નહિ, તેમ હું પણ તેમને ચિંતામુકત કરવા ચાહતો હતે પણ ચિંતામુક્ત કરી શક્યો નહિ. એનું કારણ એ જ હતું કે, હું પણ અનાથ હતો અને તેઓ પણ અનાથ હતા. મને વિચાર થયો કે, હું અનાથતાના કારણે અનંતકાળથી વેદના ભેગવી રહ્યો છું માટે મારે અનાથતાને જ દૂર કરવી જોઈએ; આ પ્રમાણે નિશ્ચય કરી મેં મારી અનાથતાને દૂર કરી. સુદર્શન ચરિત્ર-૨૬
અનાથી મુનિની માફક તમે લોકો પણ તમારી અનાથતાને દૂર કરે. તમે લેકે કોઈ ઉચ્ચ આદર્શને અનુસરી શકે નહિ તે સામાન્ય આદર્શને તે અવશ્ય અનુસરી શકો છો. સુદર્શન ઘણે ઋદ્ધિમાન હતો પણ તે ઋદ્ધિ વગેરે કરતાં પિતાના ચરિત્રને જ વધારે મહત્વ આપતે હતો. એટલા માટે કપિલાના પંજામાંથી છૂટી જવાને કારણે તેને ઘણી પ્રસન્નતા થઈ. કોઈ માણસની પાસે હજાર રૂપિયાની થેલી હોય અને તે એરોના પંજામાંથી સલામત છૂટી જાય છે તેને કેટલી બધી પ્રસન્નતા થાય ? આજ પ્રમાણે સુદર્શનની પાસે શીલની સંપત્તિ હતી એટલે તે કપિલાના પંજામાંથી સલામતીપૂર્વક છૂટી ગયા તેથી તેને ઘણી પ્રસન્નતા થઈ. જેઓ સુદર્શનની માફક શીલની સંપત્તિની રક્ષા કરે છે તે લોકે સુદર્શનને શીલ રક્ષાથી કેટલી પ્રસન્નતા થઈ હશે તેનું અનુમાન કરી શકે છે. પણ જેઓ સ્ત્રીઓના ગુલામ છે અને શીલનું મહત્ત્વ જાણતા નથી તેઓ સુદર્શનની પ્રસન્નતાનું અનુમાન શું કરી શકે !
હવે સુદર્શને પિતાને નપુંસક શા માટે કહો એને આશય સમજી થડે વિચાર કરે. તેણે જ્ઞાનભાવથી જ “હું નપુંસક છું' એમ કહ્યું હતું. સુદર્શનની હમેશાંને માટે એવી ભાવના હતી કે “હું પરસ્ત્રીને માટે હંમેશાં નપુંસક જ રહું ! ” પરસ્ત્રીને માટે મને ચેતના કે સ્કુરણ જ થાય નહિ !
આ ઉપરથી કોઈ એમ કહે કે, નપુંસક ન હોવા છતાં તે નપુંસક છે એમ માનવું એ તે અસત્ય કહેવાય! પણ જ્ઞાનના માર્ગમાં એમ જ બને છે. કહ્યું પણ છે કે –
मातृवत् परदारेषु परद्रव्येषु लोष्टवत् ।
સામવત શર્થમg : પરથતિ ifeતઃ |-હિતોપદેશ. પરસ્ત્રીને માટે હું નપુંસક છું' સુદર્શનનું આ કથન જે અનુચિત કે ખોટું કહેવામાં આવે છે, પરસ્ત્રીને માતાની સમાન, પરધનને ઢેફાની સમાન અને બધા ને આત્માની સમાન માનવા એ નીતિ કથનની અર્થ સંગતિ કેમ થઈ શકશે ! જ્યારે સુદ