________________
૪૮૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[બીજા ભાદરવા
વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૯ શુક્રવાર
પ્રાથના
‘વિજયસેન” નૃપ ‘વિમા’ રાણી, નમિનાથ જિન જાયા; ચૌસઠ ઈન્દ્ર ક્રિયા મિલ ઉત્સવ, સુરનર આનંદ. પાયા રે, સુજ્ઞાની જીવા, ભજલે રે જિન, ઈકવીસવા.
—વિનયચંદ્રજી કુંભટ ચાવીશી
શ્રી નમિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આ પ્રાર્થનામાં તત્ત્વની ચર્ચા કરવામાં આવી છે. જગતમાં એમ બહુ કહેવામાં આવે છે કે, તત્ત્વનું જ્ઞાન કરા, અને ધણા લેકાને તત્ત્વનું જ્ઞાન કરવાની જિજ્ઞાસા પણ રહે છે; પણ સાચું તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવા માટે શું કરવું પડે છે તે પહેલાં જોવુ' જોઈ એ ! તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે થાય છે, એ વાતને વિચાર કરવાથી પણ આત્માને ઘણો આનંદ મળી શકે છે. આજના લેાકેા તત્ત્વજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે પુસ્તકાના વાચનને પર્યાપ્ત સમજે છે પરંતુ પુસ્તકના વાચનથી જ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થશે એમ સમજવું એ ભૂલ છે. તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવા માટે સાચી જિજ્ઞાસા હાવી જોઈ એ.
તત્ત્વજ્ઞાનનું કેટલું મહત્ત્વ છે અને તત્ત્વજ્ઞાનને કેવીરીતે પ્રાપ્ત કરી શકાય છે. એના વિષે ઉપનિષમાં એક કથા આવેલ છે. તેમાં કહ્યું છે કે, એક મોટા રાજા હતે. દાનના પ્રભાવથી તે રાજાની કીર્ત્તિ ચારે બાજુ ફેલાઈ ગઈ હતી. પેાતાની કીર્ત્તિ ફેલાયેલી જોઈ રાજાને એવું અભિમાન આવી ગયું કે, હું કેવા દાની છું. મારા જેવા ખીજો ક્રાણુ દાની છે?
એક રાત્રે, રાજા મહેલની અગાસીએ સુતા હતા. તે રાત્રીએ. હંસરૂપધારી એ ગાંધવે નીકળ્યા. એક ગાંધર્વ રાજાને જોઈ ખીજા ગાંધર્વાંતે કહ્યુ કે, આ રાજા ઘણા જ ધીર–વીરુ, દાની તથા ધ્યાળુ છે. આના જેવા દાની—દયાળુ બીજો કાઈ નથી. આ સાંભળી બીજા ગાંધર્વે કહ્યું કે, એ રાજા ગમે તેવા હાય પણ તે તત્ત્વજ્ઞાનીના સામા ભાગને પણ નથી. તે તત્ત્વજ્ઞાનીની આ રાજા ખરાબરી કરી શકે નહિ. મેં અમુક તત્ત્વજ્ઞાનીને જોએલ છે.એ તત્ત્વજ્ઞાનીની આ રાજા બરાબરી કરી શકે નહિ. પેલા ગાંધર્વે પૂછ્યું કે, તમે ક્યા તત્ત્વજ્ઞાનીને જોયા છે ? ખીજા ગાંધર્વે જવાબ આપ્યા કે, અમુક તત્ત્વજ્ઞાનીને. આ ઉત્તર સાંભળી પે'લા ગાંધર્વ કહ્યું કે, એ તે ગરીબ છે. એ ગરીબ રાજાની સરખામણી કેવી રીતે કરી શકે? ખીજાએ આ પ્રશ્નને જવાબ આપ્યા કે, તમે સંસારના વૈભવને જ બધું માને છે અને તેથી જ તમે આમ કહી રહ્યા છે; પરંતુ હું સંસારના વૈભવાને તત્ત્વજ્ઞાનની આગળ તુચ્છ માનું છું. તત્ત્વજ્ઞાનની આગળ સૌંસારના વૈભવા સાગણા નહિ પણ ક્રોડગણા ઊતરતાં છે. એટલા માટે મારી આગળ સંસારના વૈભવાની પ્રશંસા ન કરે. હું જેમની પાસે સંસારના વૈભવે છે. તેમને મેાટા માનતા નથી પરંતુ તત્ત્વજ્ઞાનીને જ મેાટા માનું છું.
આપણા શાસ્ત્રમાં પણુ આ જ વાત કહી છે. કે, સંસારનાં વૈભવ મેટાં નથી પરંતુ ધર્મ માટા છે,