________________
વદ ૮]
રાજકોટ–ચાતુર્માસ
[૪૮૭
ભૂલ માનવી એ કાંઈ ઓછું નથી. હે ! રાજન ! તમે રાજા થઈને આટલા માણસોની વચ્ચે તમારી અપૂર્ણતા અને ભૂલનો સ્વીકાર કરે છે એ કાંઈ ઓછા હર્ષની વાત નથી. તમારા જેવો રાજા થવો પણ મુશ્કેલ છે. રાજાની સહાયતાથી જ ધર્મનું પાલન થઈ શકે છે. તમારા રાજ્યમાં અને તમારી રક્ષામાં જ મેં ધર્મનું પાલન કર્યું છે. જે રાજસત્તા, એક દિવસને માટે પણ ન હોય તે ગજબ થઈ જાય. પાણી ન વરસવાથી તે જેમતેમ એક વર્ષ ચલાવી શકાય છે પણ રાજસત્તા વિના એક દિવસ પણ કાઢવો મુશ્કેલ થઈ જાય છે. માટે હે ! રાજન ! તમારે મારા ઉપર ઘણે ઉપકાર છે. તમારી સહાયતાથી જ હું ધર્મનું પાલન કરી શકો છું.”
શ્રી સ્થાનાંગ સૂત્રમાં સાધુઓ ઉપર પણ પાંચ જણાને ઉપકાર બતાવવામાં આવ્યો છે. જેમાં સૌથી પહેલો ઉપકાર રાજાનો છે. એટલા માટે સુદર્શન રાજાનો ઉપકાર માને છે. સુદર્શન મનમાં વિચાર કરે છે કે, મેં માતાને ભેદ બોલ્યો નથી પરંતુ શૂળીનું સિંહાસન બની જવાને કારણે માતાનો ભેદ ખુલ્લે થઈ ગયો છે. રાજા ક્ષત્રિય છે. એટલે જ્યારે તે માતાની સામે જશે અને માતા તેની સામે જશે ત્યારે માતાનું માથું કેવું નીચું નમી જશે! અને તે વખતે માતા રાજાને શે ઉત્તર આપી શકશે! માટે રાજા પાસેથી માતાના માટે અભય વચન માંગી લેવું જોઈએ. પોતાના સ્વાર્થને ન જોતાં બીજાના હિત માટે માંગવું એ કાંઈ ઓછો ત્યાગ નથી. ધર્મ આ જ વાત શીખવે છે.
સુદર્શને પોતાને સ્વાર્થ ન જોયો પણ પરાર્થ જોયો. તેણે રાજાને કહ્યું કે, “હે.. રાજન ! મારી માતાને મારી ઉપર ઘણે જ ઉપકાર છે. જે માતા મારી પરીક્ષા ન કરતા તે મારી ધર્મપરીક્ષા કેવી રીતે થાત ! એટલા માટે આપને એવી પ્રાર્થના છે કે, આપ મારા માટે મારી માતાને કાંઈ ન કહે પણ અભયા માતાને આપ અભયતા આપે. બસ! આપની પાસે હું આ જ વસ્તુ માંગું છું, બીજું કાંઈ માંગતા નથી.”
સુદર્શનની આ માંગણીના જવાબમાં રાજા શું કહે છે તેને વિચાર હવે પછી આગળ કરવામાં આવશે.
* ચા, જાવ, છ, જ, હરીરે અર્થાત્ રાજાને, ગાથા પતિને, છક્રાયને, ગણને તથા શરીરને-આ પાંચ જણાને ઉપકાર છે.