________________
૪૮૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
__ धारयति इति धर्म: જે પતિત થતાં બચાવે છે તે ધર્મ છે; પણ આજે એ ભૂલ થઈ રહી છે કે જે નીચે પાડે છે કે પાછળ હઠાવે છે તેને ધર્મ સમજવામાં આવે છે. ધન ધાર ધાતુ ઉપરથી ધર્મ શબ્દ બન્યો છે. અર્થાત નીચે પડતાં જે બચાવે તે ધર્મ છે. જે રાગ-દ્વેષમાં ન પાડે તે ધર્મ છે. એક માણસે લખ્યું છે કે, જો મારું ચાલે તે હું ધર્મને એક બાજુ મૂકી દઉં અને ગરીબોને મહેલમાં વસાવું; પણ જ્યારે ગરીબોને મહેલમાં વસાવવામાં આવશે તે અમીરને ક્યાં વસાવશો! શું તેમને ઝુંપડાઓમાં વસાવશે ! આ તે એકને નીચે પાડી બીજાને ઉન્નત બનાવવા જેવું છે. ધર્મ આ પ્રકારને રાગ-દ્વેષ કરતાં અટકાવે છે.
આજના નવયુવાનોમાં ધમ ઉપર દ્વેષ કરવાનું કારણ ધર્મ કહેનારાઓને ટૅગ છે. જે ધાર્મિક કહેનારાઓ ધર્મનું બરાબર પાલન કરે અને કોઈના પ્રતિ રાગ-દ્વેષ ન રાખે તે ધર્મની કોઈ નિંદા કરી શકે નહિ તેમ ધર્મને વિરોધ પણ કઈ કરી શકે નહિ. સુદર્શન ચરિત્ર-પ૩
નહીં ચીજ જગમેં કઈ ઐસી, ચરણ ચઢાઉ લાય; તથાપિ મુઝ પર મેહર કરીને. માંગે તુમ હુસાય. ધન ૧૧૮ રાય તુમ્હારે રહતે રાજમેં, મિલા ધર્મકી સહાય;
ઔર કામના મુને નકુછ ભી, માતા સાતા પાય. ધન ૧૧૯ ! ! ! સુને શેઠ બેન સભી જન, અચરજ અધિકે પાય;
શગુસે એસા ભાવ દિખાયા, મહિમા વરણી ન જાય. ધન ૧૨૦ . રાજા કહેવા લાગ્યું કે, “હે ! શેઠ! મારા જેવા પામર પ્રાણીને આપના ધર્મપાલનથી અપૂર્વ શિક્ષા મળી છે. આપની દ્વારા ધર્મનું મંડન અને પાપનું ખંડન થયું છે. હું રાજધર્મથી બંધાએલે છું એ કારણે એકતરફી સત્ય માનીને મેં આપને શૂળીએ ચડાવવાને હુકમ કર્યો પણ આપની ભાવનાને ધન્ય છે કે, જે ભાવનાએ શુળીને પણ સિંહાસન બનાવી દીધું. સંસારમાં ઘણીવાર ઈચ્છા ન હોવા છતાં પણ મિથ્યા દંડ આપવામાં આવે છે. મેં પણ એવું જ કૃત્ય કર્યું છે. જો કે આપની ભાવના ઉચ્ચ છે અને મારા પ્રતિ આપનો કોઈ પ્રકારનો રોષ પણ નથી પણ મને હવે એ પશ્ચાત્તાપ થાય છે કે, મેં આપ જેવા નિરપરાધીને શળીને દંડ કેવી રીતે આપી દીધો ? મને એવો પણ વિચાર થાય છે કે, આ સંસારમાં અને રાજકાર્યમાં પ્રવૃત્ત રહેવાથી ન જાણે મારા હાથે નિરપરાધીઓને કેટલીવાર દંડ અપાયો હશે ? પણ હું સંસારમાં ફસાએલ છું એ કારણે જ મારા હાથે આવાં કૃત્યો થવા સ્વાભાવિક છે, પરંતુ હવે આપની પવિત્ર ભાવનાએ મારે પણ સુધાર કરી નાંખ્યો છે. મારે એ નિયમ છે કે, જે સારું કામ કરે છે તેને હું પુરસ્કાર આપ્યા કરું છું. આ નિયમાનુસાર તમે પણ મારી પાસે કાંઈક માંગો કે જેથી મારો પશ્ચાત્તાપ પણ થોડો ઓછો થઈ જાય અને મારા હૃદયને પણ થોડી શાંતિ મળે.” - જે સુદર્શન ચાહત તે રાજા પાસેથી ઘણું ધન માંગી શકો પણ તેણે રાજાને કહ્યું કે, “હું આપની પાસે બીજું કાંઈ ચાહત નથી પરંતુ એટલું જ ચાહું છું કે, મારી માતાને કોઈ પ્રકારનું કષ્ટ ન થાય. સંસારમાં મનુષ્યથી ભૂલ તે થાય છે પણ પિતાની ભૂલને