________________
વદ ૧૨]
રાજકાટ-ચાતુર્માસ
[ ૬૩
સુભગ પણ જિનદાસને પોતાના પિતાની માફક પેાતાનું પાલણુ–પાષણ કરે છે માટે પિતાતુલ્ય છે એમ માનતા. જિનદાસ શેઠ સાધુ-સંત પાસે ધર્મધ્યાન કરવા જતા ત્યારે સુભગને પણ કાઇ કોઈવાર સાથે લઈ જતા, તે વખતે સુભગ ધર્મકરણીને ધ્યાનપૂર્વક જોતેા. એક દિવસ જંગલમાં તે ગાયા ચરાવતા હતા ત્યાં તેણે વૃક્ષની નીચે એક ધ્યાનસ્થ મહાત્માને જોયા. આ બન્નેને સંગમ કેમ થયા એ વાત યથાવસરે કરી કહેવામાં આવશે પણ અત્યારે તે એટલું જ કહું છું કે, મહાત્મા લેાકેાના દર્શનની પણ કેવી અસર થાય છે અને માણસ પોતાનું કલ્યાણુ કેવી રીતે સાધે છે ! મહાત્માઓનું દન ખરેખર કલ્યાણુકારી હાય છે.
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ અષાડ વદી ૧૨ બુધવાર
પ્રાર્થના
શ્રી આદીશ્વર સ્વામી હા,
પ્રણમ્' સિર નામી તુમ ભણી, પ્રભુ અંતરયામી આપ ।
શ્રી આદિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
સંસારના બધાં પ્રાણીઓને પ્રાર્થના કરવાના અભ્યાસ એછાવત્તા પ્રમાણમાં હાય જ છે. પણ પ્રભુપ્રાર્થના, શ્વરપ્રાર્થના કે પારમાર્થિક પ્રાર્થના બધી પ્રાથનામાં ઉત્કૃષ્ટ છે. જ્યારે આ પ્રાર્થના બધાથી ઉત્કૃષ્ટ છે તે આ પ્રાર્થનામાં ઉત્કૃષ્ટ વસ્તુના વિચાર પણ કરવા જોઈ એ ! ઉદાહરણ તરીકે સામાન્ય વસ્તુના ગ્રાહક કરતાં રત્નના ગ્રાહક ઉત્કૃષ્ટ ગણાય છે; તે જ પ્રમાણે જે ઉત્કૃષ્ટ પ્રાર્થના કરે છે તેના ભાવ પણ ઉત્કૃષ્ટ જ હાવા જોઈ એ, એટલા માટે પ્રાથના કરતી વખતે ઉત્કૃષ્ટ ભાવ અને ઉત્કૃષ્ટ ઇચ્છા રાખવી જોઈ એ; પણ ઇચ્છાનું પણ પરિવન થયા કરે છે. અત્યારે કઈ ઇચ્છા થાય છે અને પછી કઈ ઈચ્છા થાય છે ! આ પ્રમાણે ઇચ્છાનું પરિવર્તન ભલે થયા કરે પણ જ્યારે આગળ વધતાં વધતાં ઇચ્છા નિર્વિકાર થઇ જાય ત્યારે એ ઇચ્છા પરમાત્માની પ્રાર્થનાને ચેાગ્ય છે એમ કહી શકાય ! એટલા માટે ઇચ્છા નિર્વિકાર અને એવી રીતે આગળ વધવું જોઈ એ; અર્થાત્ અશુભ ઇચ્છાને ત્યાગ કરી, શુભ ઇચ્છા કરવી અને એમ આગળ વધતાં વધતાં શુદ્ધ ઇચ્છામાં પહોંચવું જોઈ એ. પહેલાં અશુભ ચ્છિાથી પ્રાર્થના કરવાનું છેાડી દઈ ધીરે ધીરે શુદ્ધ ઇચ્છાથી પરમાત્માની પ્રાર્થના કરતાં શીખવું અને જ્યારે એ શીખાઈ જાય ત્યારે સમજવું કે, હું પ્રાર્થનાની ઉત્કૃષ્ટતા જાણી એ ઉત્કૃષ્ટતાને અનુરૂપ પ્રાર્થના કરવા લાગ્યા છું.
ભગવાન આદિનાથની પ્રાર્થના અનેક રીતિએ કરવામાં આવી છે. એ વાત જુદી છે કે, પ્રાના પોતપાતાની રુચિ અને ઢમ પ્રમાણે કરવામાં આવે પણ પ્રાર્થના તે પહેલાં