________________
૬૪૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક
તે આપણું કર્તવ્ય શું હોવું જોઈએ અને આપણે વ્યવહાર કેવો હોવો જોઈએ તે જેવાની જરૂર રહે છે.
પરમાત્માએ પોતાનાં સેવકનાં કર્તવ્યો બતાવી આપ્યાં છે. તેમણે કહ્યું છે કે, જે સાધુ બનીને મારા સેવક બને છે તેમને માટે પાંચ મહાવ્રતનું પાલન કરવું આવશ્યક છે અને જે શ્રાવક બનીને મારા સેવક બને છે તેમને માટે પાંચ અણુવ્રતનું પાલન કરવું આવશ્યક છે. ભગવાનના સેવકોનું તો આ કર્તવ્ય છે પણ કોઈ માણસ પિતાને ભગવાનને સેવક કહેવડાવે અને હિંસા, અસત્ય, ચોરી, મૈથુન આદિ અકર્તવ્ય કામ કરે તે શું એમ કરવું ઉચિત છે! જે પિતાને પ્રભુનો સેવક સમજતો હશે તે હમેશાં એ વાતનું ધ્યાન રાખશે કે, “મારા માટે પરસ્ત્રી માતાસમાન અને પરધન ધૂળસમાન છે. હું અસત્ય કદાપિ બેલી શકું નહિ અને પરમાત્માને સાચા સેવક તરીકે હું મારું કર્તવ્ય કદાપિ ભૂલી શકું નહિ.” તે પરમાત્માના સેવકે પિતાના કર્તવ્યપાલનમાં કેવી રીતે દઢ રહેવું જોઈએ એ વાતને વિચાર કરે. પશુપક્ષી પણ જ્યારે પિતાને કોઈના સેવક તરીકે માની લે છે ત્યારે તેઓ પણ પિતાના કર્તવ્યનું પાલન કેવી રીતે કરે છે તે જુઓ. ચન્દ્ર ચકોરને એમ નથી કહ્યું કે, તું મારી સાથે પ્રીતિ બાંધ; પણ ચકોરે ચન્દ્રને સ્વામી માની તેની સાથે પ્રીતિ બાંધી એટલા માટે તે ચન્દ્રની જ તરફ જ જેતે રહે છે અને જ્યારે ચન્દ્ર અસ્ત પામે છે ત્યારે તે દુઃખી થઈ પડી જાય છે.
તમે જ્યારે પિતાને પરમાત્માના સેવક અને પરમાત્માને સ્વામી તરીકે માને છે તે ચન્દ્ર અસ્ત પામે છે ત્યારે ચકોર જેમ દુઃખ પામે છે તેમ તમે પણ જ્યારે પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કામ થઈ રહ્યું જોતા હે ત્યારે દુઃખ પામે છે ? જે નહિ તે તમે એક પક્ષીથી પણ ઊતરતા નથી શું ? મોરે મેઘની ધ્વનિ સાથે પ્રીતિ બાંધી છે એટલા માટે તે મેઘની ગર્જના સાંભળી બોલ્યા વિના રહેતું નથી. તે જે કોઈ શબ્દને સાંભળે છે તેને મેઘની ગર્જના જ માની બેલ્યા વગર રહેતું નથી. આ જ પ્રમાણે શું તમે પણ સંસારનાં બધાં પદાર્થોને પ્રભુમય માનો છો ? જે નહિ તો પછી તમે શું મરથી પણ ઊતરતા નથી?
ભક્તો કહે છે કે, હે ! પ્રભો ! સામાન્ય જીવ પશુ-પક્ષીઓ પણ પ્રીતિ કર્યા બાદ પિતાના ઈષ્ટને ભૂલી જતા નથી તે પછી અમે તારી સાથે પ્રીતિ બાંધી તને કેમ ભૂલી જઈ શકીએ ? તને અમે ભૂલી જઈએ એ અમારી ભૂલ છે. ભક્તોની માફક તમે પણ તમારી ભૂલને સ્વીકાર કરી પરમાત્મા પ્રતિ તમારું શું કર્તવ્ય છે તેને વિચાર કરે અને કોઈપણ સમયે પરમાત્માને ભૂલી ન જાઓ પણ હંમેશાં તેમની ભક્તિ કર્યા કરે. જૈનશાસ્ત્રો એમ કહેતા નથી કે તમે માળા લઈ બેસી જાઓ તે જ પરમાત્માની ભક્તિ થઈ શકે. પણ જેનશાસ્ત્રો પરમાત્માની ક્રિયાત્મક ભક્તિ કરે અર્થાત જ્યારે તમે કઈ કાર્ય કરે ત્યારે પરમાત્માની બતાવેલી મર્યાદાનું ધ્યાન રાખો એમ કહે છે. કદાચ તમારાથી પરમાત્માની મર્યાદા ભૂલી જવાય તે રાયસી-દેવસી–દિવસ કે રાત્રિ સંબંધી પ્રતિક્રમણદ્વારા એ ભૂલને માટે પશ્ચાત્તાપ કરે અને ભવિષ્યમાં એવી ભૂલ ન થાય તેની સાવધાની રાખે. કેવળ માળા હાથમાં લઈ બેસી જવું અને ભગવાને બતાવેલી મર્યાદાનું પાલન ન કરવું એ પરમાત્માની સાચી ભક્તિ નથી. રાજ્યના નાકર માળા હાથમાં લઈ પિતાના સ્વામીનું નામ જપવા