________________
શુદી ૭]. રાજકોટ–ચાતુર્માસ
[ ૬૪૩ બેસતા નથી પરંતુ પ્રત્યેક કામમાં પિતાના સ્વામીએ બતાવેલી મર્યાદાનું ધ્યાન રાખે છે. આ જ પ્રમાણે તમે પણ પ્રત્યેક કામમાં પરમાત્માએ બતાવેલ મર્યાદાનું ધ્યાન રાખો અને એ મર્યાદાની વિરુદ્ધ કાર્ય ન કરો. તમે જે પરમાત્માના સેવક બનીને પણ પરમાત્માએ બતાવેલી મયાર્દીનું ધ્યાન ન રાખો અને સત્યને બદલે અસત્યથી ધનોપાર્જન કરે તે તમારું એ કાર્ય અમારા સંયમમાં પણ બાધક નીવડશે. ધનોપાર્જન પવિત્રતાપૂર્વક અર્થાત પર માત્માએ બતાવેલ મર્યાદાપૂર્વક કરવામાં આવ્યું હશે તે તમારું ભજન અમને સંયમમાં સહાયક નીવડશે નહિ તે “આહાર તેવો ઓડકાર એ નીતિ અનુસાર અસત્યદ્વારા પ્રાપ્ત થએલ ધનનું ખરીદેલું ધાન અમારા સંયમમાં પણ બાધક નીવડશે. એટલા માટે પ્રત્યેક સમયે પરમાત્માની બતાવેલી મર્યાદાનું પાલન કરે. મર્યાદાનું પાલન કરતાં જે કઈ વખતે માથે કષ્ટો તૂટી પડે તે એ કષ્ટોથી ન ગભરાતાં હૈયે રાખો કષ્ટના સમયે પણું તમારા હૃદયને પરમાત્માની પ્રીતિને અપૂર્વ આનંદ આવશે. જેઓ પરમાત્માના પૂર્ણ સેવક હતા તે મહાપુરુષોના ચરિત્ર ઉપરથી પ્રકટ જણાય છે કે, તેઓ મહાન કષ્ટો માથે પડવા છતાં પણ ડગ્યા નહિ પરંતુ તે કષ્ટોને પરમાત્મા પ્રત્યે પિતાના હૃદયમાં પ્રીતિ છે કે નહિ તેની કસોટી રૂપે સમજી તેઓએ કષ્ટોને સમતાપૂર્વક સહન કર્યા. એ વાત તે તમે લેકે સારી રીતે જાણે છો કે, વૈર્ય રાખવું એ સારું જ છે; તે શું ધૈર્ય સંકટના સમયે નહિ તે સુખના સમયે રાખવું જોઈએ? સુખના સમયે વૈર્યની શી આવશ્યક્તા છે? પૈર્યની આવશ્યક્તા તે સંકટના સમયે જ હોય છે. સંકટના સમયે વૈર્યને ધારણ કરે અને પરમાત્માને ને ભૂલે તે જ પરમાત્મા પ્રત્યે સાચી પ્રીતિ છે એમ કહી શકાય. ધૈર્ય ધારણ કરે અને પરમાત્મા સાથે પ્રીતિ બાંધે એમ કહેવું એ તો મારું કામ છે, પણ જીવનમાં ઉતારવું એ તમારું કામ છે. જે તમે લેકે આ વાતને સમજી કલ્યાણકારી કાર્ય કરવા લાગે તે પછી તમારું અકલ્યાણ કઈ કરી શકે નહિ. અનાથી મુનિને અધિકાર–૭૩
રાજા શ્રેણિક, અનાથી મુનિના ગુણગ્રામ કસ્તે કહેવા લાગ્યું કે, હે ! મુનિવર ! આપ જિનેત્તમ માર્ગે ચડી પિતાના નાથ તે બન્યા જ છે પરંતુ સંસારમાં જે અનાથ છે તેમના પણ નાથ બન્યા છે. આપે જે સનાથતા પ્રાપ્ત કરી છે તે સનાથતા જગતની અનાથતા દૂર કરનારી છે.
કઈ વસ્તુ એવી હોય છે કે, જે પિતાના માટે જ સુખદાયી હોય છે અને કોઈ વસ્તુ એવી હોય છે કે જે પિતાના માટે સુખદાયી હોવાની સાથે જ જગતના માટે પણ સુખદાયી હોય છે જે વસ્તુ જગતના માટે સુખદાયી હોય તે જ વસ્તુ મોટી અને દૈવી વસ્તુ માનવામાં આવે છે. સૂર્યને એટલા જ માટે માટે માનવામાં આવે છે કે તેની દ્વારા બધાને સમાનરૂપે પ્રકાશ મળે છે. જે સૂર્ય પોતાને પ્રકાશ પિતાના માટે જ રાખી લેત તે તે મહાન કહેવાત નહિ. જલવાયુ વગેરે બધાને માટે સમાન ઉપકારી હોવાથી જ તેની મહત્તા માનવામાં આવે છે. આ જ પ્રમાણે મુનિની સનાથતા પણ બધાને માટે લાભકારી અને કલ્યાણકારી છે. સૂર્યને પ્રકાશ તે બધાય લેકે ચાહે છે પણ બધા લેકે સૂર્ય બની શકતા નથી, પરંતુ સૂર્ય પ્રકાશ તે બધાય લે છે. આ જ પ્રમાણે યુવાવસ્થામાં સંપત્તિ, માતા-પિતા, ભાઈ