________________
વઢી ૧૨]
રાજકોટ–ચાતુર્માસ
[૨૬૯
આ પ્રમાણે ચાર પ્રકારના શ્રાવક હોય છે. તમે આ ચાર પ્રકારના શ્રાવકમાંથી કયા પ્રકારના શ્રાવક બનવા ચાહે છો તેને વિચાર કરો!
સુદર્શન કાચની સમાન આદર્શ શ્રાવક હતો. સુદર્શન, મને રમાને રાજાજ્ઞાનું પાલન કરવા માટે ઉત્સવમાં ભાગ લેવાનું કહી પોતે અક્રમ કરી પૈષધમાં બેસી ગયો. મનેરમાએ વિચાર્યું કે, મેળામાં જવાની મારી ઈચ્છા તે નથી, પરંતુ પતિના વ્યવહારની રક્ષા કરવા માટે રાજાજ્ઞાનું પાલન કરવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરી, પુત્રોને નવાં કપડાં પહેરાવી તથા પિતે પણ આબરૂ પ્રમાણે કપડાં-ઘરેણું પહેરી તૈયાર થઈ અને રથમાં બેસી ઉત્સવમાં જવા માટે નગર બહાર નીકળી અને સીધી બહાર તૈયાર કરવામાં આવેલા રાણીના દરબારમાં આવી. પુરુષ રાજાના દરબારમાં જતા હતા અને સ્ત્રીઓ રાણીના દરબારમાં જતી હતી. મેનોરમા રાણીના દરબારમાં ગઈ. રાણીએ મને રમાને સાકાર કર્યો અને કહ્યું કે, તમે આવ્યા એ બહુ સારું કર્યું. મને રમાએ ઉત્તર આપે કે, પતિએ આપની આજ્ઞા કહી એટલે આવવું જ પડયું. પતિ તે સાંસારિક કામમાંથી નિવૃત્ત થઈ પિષધમાં બેઠા છે એટલે તેમના માટે રાજાજ્ઞાનું પાલન કરવું આવશ્યક રહ્યું નથી, પણ હું તે સંસારના વ્યવહારમાં જ છું, એટલે મારા માટે આપની આજ્ઞાનું પાલન કરવું આવશ્યક જ છે.
રાણીએ કહ્યું કે, બહુ સારું થયું કે તમે આવ્યા. એટલામાં તે કપિલા પણ સુંદર કપડાં પહેરી ઓઢીને આવી. તે ઉત્સવમાં બીજા જ કઈ ઉદેશે આવી છે. તે ચપળ તે હતી જ, એટલે તે પોતાની ચપલતા બતાવતી રાણીની પાસે આવી. ઉત્સવમાં કપિલા અને મનરમાં બન્ને આવ્યાં છે પણ બન્નેનાં આવવાનાં ઉદ્દેશ અને વિચાર જુદાં જુદાં છે. કપિલાને જોઈ રાણીએ કહ્યું કે, હું તમારી રાહ જોતી હતી ત્યાં જ તમે આવ્યા! કપિલા કહેવા લાગી કે, આપની આજ્ઞા તે માથે ચડાવવી જોઇએ ને! આ પ્રમાણે બન્ને પરસ્પર વાતચીત કરી રહ્યાં છે પણ બન્નેનાં મનનાં ભાવ જુદા જ પ્રકારનાં છે.
રાણી અને કપિલા એક રથમાં બેસી ઉત્સવ જેવા માટે બહાર નીકળ્યાં. મનરમા પણ પુત્રોની સાથે પિતાના રથમાં બેસી તેમની સાથે ચાલી. રાણી અને કપિલા તે અહીં તહીં નજર ફેરવતી હતી પણ મને રમા નીચી દૃષ્ટિ કરી રથમાં બેઠેલ હતી. કપિલા મનેરમાં સામે દ્રષ્ટિ કરી તેને વારંવાર જોવા લાગી. રાણીએ કપિલાને પૂછયું કે, તું આમ વારંવાર શું જોયા કરે છે ! કપિલાએ ઉત્તર આપ્યો કે, આ રથમાં બેઠેલી સ્ત્રીને જોઉં છું કે તે કેવી છે ! હું તે સ્ત્રીને લક્ષ્મી કહું કે સરસ્વતી કહું ! તે કેવી સુંદરી છે ! અને તે સુંદરીની સાથે બેઠેલાં બાળકો પણ કેવાં સુંદર છે ! ન જાણે એ કોણ છે? રાણીએ ઉત્તર આપે , તે એને જાણતી નથી ? એ તે નગરશેઠની શેઠાણી છે, અને એ પાંચ પુત્રો પણ તેમનાં જ છે.
આ સાંભળતાં જ કપિલા તાળી પાડતી હસવા લાગી. કપિલાને આ પ્રમાણે હસતી જોઇ ચોસઠ કળાને જાણનારી રાણું સમજી ગઈ કે, કપિલાના આ હાસ્યમાં કોઈ મર્મ અવશ્ય છુપાએલો છે ! તે કપિલાને પૂછવા લાગી કે, તું શા માટે હસે છે? કપિલાએ